પોસ્ટ્સ

મે, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સુખ અને દુખ એક ભ્રમ (ભાગ 2) અંતિમ ભાગ

  " પપ્પા , તમે અહીંયા ?" વિનય બોલ્યો . " તારી બા ને સારું નથી રહેતું ને એટલે સીમાએ અમને અહીં બોલાવી લીધા છે !" વિનયે સામેના ખાટલા પર સૂતેલી બીમાર બા ની સામે જોયું ત્યારે એક ઉફફ નીકળી ગયો ," ઓહ ! મારી મમ્મીની આ હાલત ! એનો તાત્કાલિક ઈલાજ કરાવવો પડશે !" વિનયની આંખો આંસુથી ઉભરાઈ ગઈ . મારા પરિવારને હું કઈ રીતે પાછો હસતો રમતો કરી શકીશ ? તેનું મન ઉદ્વિગ્ન બની ગયું . શું બની ગયું હતું , એ તો યાદ આવતું નહોતું ! માત્ર એટલું જ યાદ હતું કે પોતે અક્ષયના ઘરેથી પાછો ફર્યા પછી ઉદાસ રહેતો હતો . ' ગવર્મેન્ટ પોલિસી ' માં બદલાવ આવતા ' બિઝનેઝ ' ની ચિંતામાં પણ હતો . આટલી મોટી ખોટ કઈ રીતે પડી ! એ યાદ આવતું નહોતું !! જોકે હવે અક્ષય જેવું જીવન એને મળી ગયું હતું . એનો પરિવાર એની આસપાસ હતો . છતાંય એ દુઃખી જ હતો ! પથારીમાં પડ્યો આંસુ સારી રહ્યો હતો . ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો ," મારા પરિવારને સુખ સુવિધાની આદત છે . તેઓ આમ નહિ રહી શકે . મ...