બેગ- પેક (ભાગ 2)

 

 વિદેશની ધરતી પર પગ મૂકતા જ ઈશાની અંજાઈ ગઈ. એ એરપોર્ટની જાહોજલાલી, અધતન સુવિધાઓ, મોટા રસ્તાઓ અને ગગનઞ્ચુંબી ઇમારતો જોઈને એને એક સ્વ્પનશ્રુષ્ટિમાં આવી ગઈ હોય એવું લાગ્યું. ટેક્શી લઈને કોલેજ કેમ્પસ પહોચી. સામાન જાળવીને એક ખૂણે મૂકીને ક્યાં જવું? શું કરવું? એ વિચારવા લાગી. ત્યાં એક હેન્ડસમ યુવાન તેની સમક્ષ આવીને ઊભો રહ્યો ને કહ્યું , વેલકમ ટુ કેમ્પસ, આઈ એમ સની, ટૂડે ઇટ્સ માઈ ડ્યૂટી ટુ અસસીસ્ટ યુ ટુ ધીસ કેમ્પસ!” ઈશાનીએ સનીની મદદથી પોતાનો રૂમ મેળવી લીધો ને ત્યાં રહેવાની બધી જાણકારી પણ!

 ઈશાની એ રૂમમાં જઈને બેગ ખોલી. બધુ કબાટમાં ગોઠવી દીધું. એની રૂમ મેટ શિખા સાથે થોડી ઓળખાણ  પણ કરી લીધી. એ ભારતીય મૂળની હતી પણ ત્યાં જ મોટી થઈ હોવાથી એના એની વાણી અને વર્તન ઘણા જુદા હતા. એ મિલનસાર હતી એથી મિત્રતા થઈ ગઈ. સની અને શિખાની મિત્રતાથી ઈશાની એ નવી જગ્યા સાથે અનુકૂલન સાધી જ લીધું. ઘરની ખૂબ યાદ આવતી હતી. એકલતા પણ સાલતી હતી. મમ્મીનો ખોળો, પપ્પાનો ખભો અને ભાઈઓ સાથ ખૂબ યાદ આવતો ત્યારે એકાંતમાં આંસુ સારી લેતી. પણ મનને મનાવતી. રોજ ઘરે વિડિયો કોલ પર વાત કરી લેતી એથી ખૂબ હિમ્મત મળતી.

 આમ કોલેજના પહેલા સ્તરને પાર કરી લીધું. થોડા નવા મિત્રો પણ મળ્યા હતા. હરવા ફરવા નવી જગ્યાઓ જોવા બધા સાથે જતાં. ખર્ચા ઘણા થતાં હતા. ઘરેથી વધુ રકમ માંગવાની હિમ્મત નહોતી થતી એની સખી શિખા કોફી શોપમાં પાર્ટ ટાઈમ જોબ કરતી. પોતે પણ ત્યાં જ કામ મેળવી લીધું જેથી થોડી સરળતા રહે. ઘરમાં આ વિષે કોઈને વાત નહોતી કરી. એ જાણતી હતી કે પપ્પાને આ નહીં ગમે. કામ સાથે ભણતરનો બોજ પણ ઘણો રહેતો . હવે મિત્ર વર્તુળ પણ મોટું થયું હતું . વિક એંડમાં બહાર જવાનું થતું. મોડી રાતે ઘરે આવતા. આ બધાની ભણતર પર અસર થવા લાગી હતી.  

 બીજા સત્રની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા એની આંખ ખૂલી પણ હવે ઘણું મોડુ થઈ ગયું હતું. રિજલ્ટ મમ્મી પપ્પા પાસે પહોચી ગયું હતું. ઈશાની ખૂબ ડરી ગઈ હતી. મમ્મી પપ્પા સાથે ફોન પર વાત કરટી વખતે ખૂબ દર લાગી રહ્યો હતો પણ  પપ્પાએ કહ્યું,” બેટા, અમે જાણીએ છીએ. નવી જગ્યા છે. નવું ભણતર છે પણ આવા ગુણ આવશે તો તું તારા સ્વપન પૂરા નહીં કરી શકે. કોઈ મુશ્કેલી હોય તો કહી ડે અમે તારી કોઈ મદદ કરીશું.”  ઈશાની ચોધાર આંસુ એ  રડી પડી અને  પોતાની ભૂલ કબુલી લીધી. મિત્રોની સંગત કોફી શોપમાં જોબ વગરે સત્ય કહી દીધું!

 સામે છેડે થોડી વાર મૌન છવાઈ ગયું. થોડી વારે નિહારિકા બોલી, “ બેટા , કઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર! તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે એજ મોટી વાત છે. બધુ ભૂલી ને ફરીથી શરૂઆત કર. સુનિલે પણ કહ્યું,” તું જરાય ચિંતા ન કર. તારે જોબ કરવાની કોઈ જરૂર નથી હું વધુ પૈસા મોકલી આપીશ. તું ભણવામાં ધ્યાન આપ. અમે તને માફ કરી દીધી છે. કોઈ સંકોચ વિના આગળ વધ,’

એ દિવસ પછી ઈશાની એ વધુ મહેનત કરવા લાગી . બહાર હરવા ફરવનું છોડીને પોતના અભ્યાસ માં ધ્યાન આપ્યું. એ પછી નું સત્ર ખૂબ મુશ્કેલ હતું. અનેક પ્રોજેકટ અને આસઇંમેંટ કરવાના હતા, એ બધુ ઈશાનીને ઘણું મુશ્કેલ લાગી રહ્યું હતું. એમ છતાય તે દિવસ રાત એક કરીને કામમાં મચી પડી. એની મહેનત થોડે ઘણે નશે સફળ થઈ તો ખરી પરંતુ, ધારેલી સફળતા તો ન જ મેળવી શકી. છતાય સુનિલ અને નિહારિકા એ તેને હિમ્મત આપી.  

નિહારિકા એ કહ્યું ,તને કઈ ના સમજાય તો તારા સીનિયર મિત્રો અને પ્રોફેસરને તારી મુશ્કેલી વિષે જણાવ એ વિષે વાત કાર કોઈ રસ્તો મળી જશે. ઈશાનીને એ વાત બરાબર લાગી તેણે સની પાસે સહાય માંગી. સની હોશિયાર હતો. તે ઈશાનીને ભણવા માટે સમય આપતો.સાથે સિખા પણ બહનતી તરને ખાસ મિત્રો બની ગયા હતા.. ધીરે ધીરે ઈશાનીને પરીક્ષામાં ધારી સફળતા મેળવતી જતી હતી. હવે તે કોલેજના છેલ્લા સત્રમાં હતી. સની એ જ કોલેજમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો હતો

 હવે છેલ્લું સત્ર શરૂ થઈ ગયું હતું. છેલ્લા સત્રની સફળતા લિખિત પેપર કરતાં આપેલા એક મહત્વના પ્રોજેકટ પર હતી. જે દરેક વિધ્યાર્થી એ પોતાની સુજબૂજથી બનવવાનો હતો. ઈશાની કોંટમ મેકેનિક્સના વિષય પર પોતાનો પ્રોજેકટ બનાવી રહી હતી. એ પ્રોજેક્ટની બધી જ ડીટેલસ વિષે શિખા સાથે ચર્ચા કરતી. શિખા પણ એજ વિષયના એક બીજા પ્રોજેકટ પર કામ કરતી હતી એથી તે પણ એ વિષે ચર્ચા કરતી. સની તેમને આગળ કઈ રીતે વધી શકાય એ માટે માર્ગદર્શન આપતો.

 પરિક્ષાને થોડા જ સમયની વાર હતી. શિખાના પિતાની તબિયત અચાનક ખરાબ થવાથી તેણે અચાનક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા એથી શિખાને  પોતના ઘરે જવું પડ્યું એને પ્રોજેકટ હવે ત્યથી ઓનલાઇન પ્રોજેકટ સબમિટ કરવાની હતી. ઈશાની બધી ડિટેલ્સ એના ઓનલાઇન મોકલતી હતી. આખરે સત્ર પૂરું થયું એ પહેલા પ્રોજેકટ સબમિટ કરીને ઈશાની લીખિત પેપરની તૈયારી કરી રહી હતી ત્યારે જ કોલેજના પ્રોફેસર નો એને મેસેજ આવ્યો એમાં લખ્યું હતું કે તમારો પ્રોજેકટ સ્વીકારવામાં નથી આવ્યો જેથી તમને લિખિત પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. આ મેસેજ વાંચતાં જ ઈશાની ને માથે આભ તૂટી પડ્યું!

(ક્રમશ)

 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક