બેગ- પેક (ભાગ 3 ) અંતિમ ભાગ
મેસેજ વાંચીને હતાશ થઈ ગયેલી ઈશાની ભાંગી પડી .એ વિષે પ્રોફેસર
સાથે વાત કરતાં ખબર પડી કે તેનો પ્રોજેકટ કોઈ સાઇટ પરથી કોપી કરેલો છે . કોલેજના રુલ
પ્રમાણે પ્રોજેકટ ઓરિજિનલ હોવો જોઈએ એથી તેનો પ્રોજેકટ રિજેક્ટ કરવામાં આવ્યો છે. ઈશાની
એ પોતાનો પ્રોજેકટ ઓરિજનલ છે એ વિષે પ્રોફેસરને કહ્યું. પ્રોફેસરે કહ્યું કે એ માટે
એક નવી કમિટી બનશે એને તેની સામે તારે બધા પુરાવાઓ આપવા પડશે. ઈશાની નું લેપટોપ એ સમયે ખરાબ થઈ ગયું હોવાથી ઈશાની
સમયસર પુરાવાઓ રજૂ કરી શકે અમે નહોતી. લેપટોપ રીપેર કરવાની પછી એના બધા પુરાવા રજૂ
કરે અને પોતાને નિર્દોષ સાબિત કરે એ માટે ઘણો સમય લાગી જાય એમ હતો ત્યાં સુધી પરિક્ષાની
તારીખ નિકળી જાય એમ હતી. ઈશાની એ પ્રોફેસર ને ઘણી જ વિનંતી કરી પણ તેઓ એક ના બે ન થયા.
ઈશાનીએ ફોન કરીને ઘરે બધી જ વાત કરી. ઈશાની બોલી,”
મમ્મી પપ્પા મને માફ કરી દો. .હું નિષ્ફળ થઈ. તમારા બધા પૈસા અને સ્વ્પન મેં બરબાદ
કરી દીધા છે!”
ઈશાનીની વાત સાંભળીને નિહારિકાના આંસુ રોકાતા નહોતા. સુનિલ
હિમ્મતથી બોલ્યો,”, બેટા સફળતા નિષ્ફળતા આપણા હાથમાં નથી
હોતી માત્ર મહેનત કરવી, એ જ આપણા હાથમાં હોય છે, તે મહેનત કરીને તારું કામ કર્યું છે એનો મને તારા પર વિષવાશ છે. તું કોપી
કરે એ પણ મારા માનવમાં નથી આવતું. મારી નજરમાં તું નિર્દોષ છે. ને રહી પૈસાની વાત, એ તો
તારા જ હતા આને તે વાપર્યા છે. તે જ્ઞાન
મેળવ્યું તો છે જ! પરીક્ષા ન આપી તો શું થયું? તું સાચી છે તો
ડરે છે શું કામ?”
નિહારિકા પોતાન આંસુ લૂછતા બોલી.” આ સેમિસ્ટર નહીં તો આવતા સેમિસ્ટરમાં
પરીક્ષા આપજે. થોડો સમય વધુ લાગે તો પણ કઈ ચિંતા ના કરતી. જે સમયે જે થવાનું હોય તે
જ થાય છે. મારી દીકરી બહાદુર છે બધી મુશ્કેલીનો હિમમથી સામનો કરશે જ! ચલ રડવાનું બંધ
કર. ઊભી થા કોઈ રસ્તો વિચાર શું તે બધા પુરાવા ભેગા કર ને પોતાને નિર્દોષ સાબિત કરવા
ની કોશિશ કર!”
એ દરમાયન સુનિલે પોતાન મિત્રોને ફોન કરીને આવા સમયે શું કરવું
એની જાણકારી મેળવી લીધી . એ પ્રમાણે ઈશાનીને સ્મજવ્યું. સની અને શિખ એ પણ ઈશાનીની મદદ
કરી. તેઓ પોતાનું લેપટોપ લઈને ઈશાની પાસે પહોચી ગયા. ચોવીસ કલાકમાં તેમણે બધા જ પૂરાવાઓ
ભેગા કરી લીધા . શિખ ના લેપટોપમાં પણ પ્રોજેક્ટની ઘણી ડિટેલ્સ હતી જે ઈશાનીએ તેને ઓનલાઈન
મોકલી હતા. બધા પુરાવા ઑ લઈને તેઓ કમિટી પાસે પહોચી ગયા ને આખરે ઈશાનીને પરીક્ષામાં
બેસવાની મંજૂરી મળી જ ગઈ. !!..
આજે ઈશાની વિદેશની ખ્યાતનામ
યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. અને આ નામની પાછળ બીજી અનેક ડિગ્રી જોડાઈ ગઈ છે.
સફળતા તેના કદમ ચૂમી રહી છે.!!
વાચક મિત્રો, સત્ય
ઘટના પર પર આધારીત આ વર્તાથી હું તમને માત્ર એટલુ જ કહેવા માંગુ છુ દરેક વ્યક્તિ સફળ
બનીને જન્મ નથી લેતો સફળતાની આ સફરમાં અનેક વાર નિષ્ફળતા પણ મળે છે. સંતાનો સફળતાની સીડી છેડે ત્યારે
અનેક વાર પડે છે ત્યારે એમાંને પોતાનો હાથ આપીને ફરીવાર ઊભા કરવા એજ માપણી ફરજ છે.
આપણે એની સફળતાને ઉજવીએ તો છીએ પણ નિષ્ફતમાં ખભો આપવાનું ક્યારેક ચૂકી જઇયે છીએ. શું આપણે પણ શું સુનિલ અને નિહારિકા જેવા માતા પિતા
છીએ? વિચારી જુઓ
...
_તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો