પોસ્ટ્સ

લીંબુ રડાવે છે ..

  ગઈકાલે પતિદેવ ઓફિસીથી આવ્યા ત્યારે મારી આંખો રડીને સુજી ગયેલી . મુખ પર ઉદાસી છવાયેલી હતી . મારી આ હાલત જોઈને એને તરત પૂછ્યું ," શું થયું ? કોઈ કઈ બોલ્યું ?" મેં માથું ધુણાવીને ના પડી . " તો કશું ખોવાઈ ગયું ? દર વખતની જેમ વીંટી કે બુટ્ટી આડે હાથ મુકાઈ ગયા ? મેં ફરી માથું ધુણાવ્યું . " તો .. શું થયું કે તો ખરી ? મારો જીવ કપાઈ છે !" મેં કહ્યું , આજે મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઈ ! મોટું નુકસાન થયું મારા હાથે !" કહીને મેં પોક મૂકી . એ બોલ્યો ," શેનું નુકસાન થયું ? શું તોડ્યું ?" હવે એના આવાજમાં રહેલી ચિંતામાં થોડી ઉગ્રતા ભળી . " હું છે ને ! આજે ફ્રીઝ સાફ કરતી હતી . ત્યારે ... મારા હાથમાંથી ... લીંબુના રસની બાટલી પડી .. ને   તૂટી ગઈ !". બોલતા મેં પોક મૂકી . " શું ! બધો રસ ઢોળાઈ ગયો ? થોડો પણ ના બચ્યો ?' થોડા વધુ ઉર્જ અવાજે એ બોલ્યો .   હું ડરતા બોલી ," કાચની બોટલ હતીને ! એવો કાચ વાળો રસ કેમ લેવાય તોય મેં...