લીંબુ રડાવે છે ..
ગઈકાલે પતિદેવ ઓફિસીથી આવ્યા ત્યારે મારી આંખો રડીને સુજી ગયેલી. મુખ પર ઉદાસી છવાયેલી હતી. મારી આ હાલત જોઈને એને તરત પૂછ્યું," શું થયું? કોઈ કઈ બોલ્યું?" મેં માથું ધુણાવીને ના પડી.
"તો કશું ખોવાઈ ગયું? દર વખતની જેમ વીંટી કે બુટ્ટી આડે હાથ મુકાઈ ગયા ? મેં ફરી માથું ધુણાવ્યું.
"તો ..શું થયું કે તો ખરી ?મારો જીવ કપાઈ છે!"
મેં કહ્યું , આજે મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઈ! મોટું નુકસાન થયું મારા હાથે!" કહીને મેં પોક મૂકી.
એ બોલ્યો," શેનું નુકસાન થયું? શું તોડ્યું?" હવે એના આવાજમાં રહેલી ચિંતામાં થોડી ઉગ્રતા ભળી.
"હું છે ને! આજે ફ્રીઝ સાફ કરતી હતી. ત્યારે... મારા હાથમાંથી ...લીંબુના રસની બાટલી પડી..ને તૂટી ગઈ!". બોલતા મેં પોક મૂકી.
"શું! બધો રસ ઢોળાઈ ગયો? થોડો પણ ના બચ્યો?' થોડા વધુ ઉર્જ અવાજે એ બોલ્યો.
હું ડરતા બોલી," કાચની બોટલ હતીને! એવો કાચ વાળો રસ કેમ લેવાય તોય મેં થોડો ચમચીથી ભરીને લેવાય એટલો તો લીધો. પછી કપડાથી ગલી પણ લીધો! એનું શરબત બનાવ્યું છે તારા માટે લઇ આવું?"
લીંબુ શરબતના નામથી એના મુખ પરનો ગુસ્સો ઓગળતો દેખાયો તોય પીતી વખતે એના મુખ પર દુઃખની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી,. આજે એને મને દિલાસાના બે શબ્દો પણ ના કહ્યા બલ્કે ફ્રેશ થવા જતા બોલ્યો," થોડું સાચવીને કામ કરતી હોય તો! તને કાયમ ઉતાવળ હોય! બધું તોડ- ફોડ કરતી જ હોય! ફ્રીઝ સાફ કરવાની શું જરૂર હતી?"
એનેય બળાપો કાઢ્યો! જેની પાસથી દિલાસાના બે શબ્દો સાંભળવાની આશા હતી એ પણ આ રીતે નારાજ થઈને ચાલ્યો ગયો. મારા હૃદયની હાલત ઘણી ગઈ. મને મારી ભૂલ પર વધુ પસ્તવો થયો. જયારે મારાથી કોઈ ભૂલ થઇ જાય ત્યરે એના પ્રાયશ્ચિત રૂપે હું એક દિવસ ઉપવાસ કરી લાઉ. બીજે દિવસ મેં ઉપવાસ કર્યો ત્યારે મોહિત બોલ્યો," ચાલ હવે ભૂલી જ આવું તો થાય! નસીબમાં હોય તે થાય. બીજી વાર ધ્યાન રાખજે," કહીને મને જમાડી. ત્યારે મારી આખો ફરી વરસી પડી.
મહિનાના ખર્ચમાંથી જેમ તેમ બચત કરીને હું પચાસ રૂપિયાના પાંચ લીંબુ લાવેલી. એ સાવ ગોટી જેવડા! લીંબુનો રસ કાઢીને નાનકડી બોટલમાં ભરેલો. મારી અઠવાડિયાની રસોઈ માટેની મહામૂલી સંપત્તિ હતી એ! સાવ ગઈ,. એનો વસવસો તો થાય જ ને! પણ મેં નક્કી કરી લીધું ,આ અઠવાડિયે કોઈ પણ રસોઈમાં લીંબુનો વપરાશ નહિ કરું. મારુ કરેલું નુકસાન હું જ ભરપાઈ કરીશ. એ અઠવાડિયે સાતે દિવસ ઘરમાં ખાટીમીઠી ગુજરાતી દાળના બની! ટામેટું કાંડી નાખી દાળ ફ્રાય બનવી , કદી બનવી , દહીં નાખીને મેગ અને દાળ બનવીને ચલાવ્યું. એકાદ વાર રસાવાળા શાકથી ય ચલાવ્યું પણ દાળ તો ના જ બનવી બનાવી..સલાડમાં પણ વિનેગર અને બજરમાં મળતા સીઝનિંગ વાપર્યા. બટકા પૌવા કે ઉપમા તો નાસ્તમાં બનવ્યા જ નહીં થેપલા ને બ્રેડ જ ચલાવ્યા.
આમેય કોરોના એ આપણને દૂરથી સ્વજનોનો સાથ પામતા શીખવ્યું હતું એ પાઠ મને યાદ હતો. એ સમયે આપણે આપણા સ્વજનોને વિડિઓ કાલ પર જોઈ માલ્યાનો સંતોષ માણતા. એજ પ્રમાણે અમે યુ ટ્યૂબે પર હાઉ તું મેક લેમોન્ડે નો વિડિઓ જોઈને સાકર મીઠાવાળું પાણી પી લઈને લીંબુ શરબત પીધાનો સંતોષ માન્યો. ડાઇનિંગ ટેબલે પર પણ લીબુંની ચિરનો ફોટો મૂકી જ રાખેલો એ જોઈને બધી રસોઈમાં એનો સ્વાદ માલ્યાનો અનુભવ કરી લેતા. આમ અઠવાડિયું વિતાવ્યું ત્યારે મને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઇ. સમજાઈ કહ્યું કે આ સંસારમાં બધું મોહ માયા જ છે! મન આ બધા વહેમ ઉભા કરે છે, બાકી સ્વાદ અને જીભને કશું લાગતું વળગતું જ નથી. બધા મનના ખેલ છે! અમે મનને મજબૂત બન્વ્યું હતું તો સાકાર મીઠાનું પાણી ખાતું લીંબુ શરબત જ લાગ્યું ને! મન બધી તકલીફનું કર્ણ છે!
આ બધું પરમજ્ઞાન બે ઘડીમાં ઓગાળી પણ ગયું જયારે મારા એક સખીને ત્યાં અમે જમવા ગયા. એને વેલકમ ડ્રિન્કમાં આપેલું લેમોન્ડે છેલ્લી બુંદ સુધી માન્યું ત્યારે સમજાયું મન જેવું કશું હોતું જ નથી સ્વાદ તો જીબને જ ખબર પડે આમ મને શું લાગે વળગે! તાપ બહુ છે એવું બહાનું કરીને મેં શિષ્ટાચારનો વિચાર કાર્ય વિના બીજો એક ગ્લાસ શરબત માંગ્યું ત્યારે મારી સખી જાણે વિષ્ણુ ભગવાનની જેમ મોહિની રૂપ ધારણ કરીને અમૃતની બુંદ પીરસતી હોય એવી જ ક્ષક્ષત દેવી સ્વરૂપ લાગી. મારી તૃષા છિપાતી જ જ નહોતી પણ દેવી સ્વરૂપ સખીના મુખના ભાવો બદલાતા જોઈને બે ગ્લાસ શરબતથી સંતોષ માની લીધો. જામતી વખતે પીરસેલી ગુજરાતી દાળ તો મેં સબડકા બોલાવીને પીધી. ટેબલે મૅનેર્સ જેવું કાંસુ હોય એ વાતને ત્યરે વિસરી જ ગઈ હતી. એ ત્યાં આવેલા એક મહેમાને ટકોર કરી કે આવું મારા દાદી કરતા જમતી વખતે દાળ પિતા ત્યારે ..! બધા ખડખડાટ હસ્યા ત્યરે હું થોડીક છોભીલી પડી ગઈ. તોય ચમચીથી ચુપચાપ દાળ પીવાનું ચાલુ જ રાખ્યું. ભાઈ, લીંબુ નીચવીને બનવેલી દાળ તો આજના જમાનમાં કોઈ છોડે ખરું!
બધાએ આવા અનુભવો થયા જ હશે. આમેય કરકસર એ બીજો ભાઈ! એવું આપણા વડીલો કહી ગયા જ છે જયારે કોઈ જરૂરિયાતની વસ્તુ બજારમાં મોંઘી થાય ત્યારે આપણે એની અવેજીમાં બીજા કોઈ નુસખા શોધીયે કા તો એના વિના જેમ તેમ ચાલવી લઈએ.. કારણ મહિનાનું બજેટ સમજીને વાપરવું આપણા ગૃહીણોના જ હાથમાં હોય છે. તમે મને કોમેન્ટમાં જણાવજો , તમે કઈ રીતે આ લીંબુ ના ભાવ વધ્યા તોય ઘરનું બુજેંટ ના વધવા દીધું. તમારી કુશળતાથી મને પણ થોડા બીજા ઉપયો મળશે. બાકી આપણે માધ્યમ વર્ગીય પરિવારોને મોંઘવારી રોજ રડાવી જાય છે! આ બધી વાતો કરીને બે ઘડી હસીને આપું દુઃખ હળવું કરી લેશુ ખરું ને!
કયારેક ડુંગળી રડાવે છે .
તો ક્યારેક લીંબુ રડાવી જાય છે
કયારેક પેટ્રોલ દઝાડે તો કયારેક તેલ દઝર્દી જાય છે
સાચું કહું તેની, મધ્યમ વર્ગીય પરિવાર ને તો મોંઘવારી રડાવી જાય છે ..
- ની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો