એક આભાસ ...

 

 

   ક્ષિતિજ તરફ જોઈએ ત્યારે એવું લાગે છે કે આકાશને જમીન મળી રહ્યા છે ..પરંતુ એક આભસ માત્ર છે. આકાશ અને જમીન કયારેય મળતા નથી. આપાણી દ્રષ્ટિનો દોષ છે .આપણી આંખો જે જોવે છે તે હંમેશા સાચું નથી હોતું. આભાસ આંખોને છેતરે છે. આંખે જોયેલું હંમેશા સાચું નથી હોતી દરેક વસ્તુની એક બીજી બાજુ હોય છે જે આપણે જોઈ શકતા નથી. એના આપણે પોતાના મંતવ્યો ને પોતાની  વિચાસરણી અનુસાર તેનું અર્થઘટન કરી દે છે. ત્યારે સર્જાય છે દ્રષ્ટિ દોષ!

 આવું અનેકવાર આપણી સાથે બને છે. આમાંની એક વાત તમને કરું.  સમયે હું બરોડામાં રહેતી હતી.  મેં એક સોસાયટીમાં ફ્લેટ ભાડે લીધેલો પડોસમાં મૉટે ભાગે પરિવારો રેહતા. હું એકલી રેહતી એથી પરિવારો હોય તો સુરક્ષા રહે. મારા કામના કલાકો ક્યારેય નક્કી નહોતા. હું ઘણી વાર રાતે મોડેથી આવતી તો ઘણી વાર વહેલી સવારે નીકળી જવું પડતું.

 મારી બાજુના ફ્લેટમાં એક યુગલ રહેતું. શિલ્પા અને અંકિતભાઈ. શિલ્પા લગભગ મારી ઉંમરની . અમે સવારે ઘણી વાર ઓફીસે જતા સાથે થઇ જતા ત્યારે થોડી ઘણી વાતો થતી . આમરી વચ્ચે થોડી ઘણી મૈત્રી હતી . રજાના દિવસે ઘણી વાર   બાલ્કનીમાં બેસી ચા પીતી ત્યારે અમે કયારેક વાતો કરતા. શિલ્પા એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતી. અંકિતભાઈ મ્યુઝિક ટીચર હતા. ઘણીવાર પિયાનો પર મીઠી તરંગો વગાડતા ત્યારે ઘરમાં એમનું મધુર સંગીત ગુંજી ઉઠતું. તેમના પ્રેમ લગ્ન હતા. શિલ્પા ઘણા શ્રીમંત કુટ્મ્બની દીકરી! અંકિતના સંગીતથી પેમ થયો. પરિવારની મંજૂરી ના મળી તેથી તેમને ભાગીને લગ્ન કર્યા.  શિલ્પાના ઘરને સંબંધ સ્વીકાર્યો નહોતો. ઘણીવાર શિલ્પાની આંખમાં પિયરની યાદમાં ઉભરાતા આંસુ મેં જોયેલા. અંકિતભાઈનો મોટો અને માધ્યમ વર્ગીય પરિવાર જ્યાં શિલ્પાને ફાવતું નહિ એટલે બને અહીં એકલા રહેતા.

 ખાસ કરીને એકલા રહેતા યુગલોના ઘરમાંથી આવે એવો ખિખિલાટનો કે પ્રેમભરી મીઠાશનો આવાજ તેમના ફ્લેટમાંથી આવાતો. ઘણીવાર બંને ઊંચા સાદે લડતા હોય એવા આવજો સાંભળવા મળતા. બીજે દિવસે અમે ઓફિસે જતી વખતે અમે ભેગા થઇ જતા ત્યારે  શિલ્પા રડીને સૂજેલી આંખો નીચી ઢાળી દઈને પરાણે સ્મિત આપતી. હું કયારેક ઓફિસેથી રાતે મોડી આવું ત્યારે અંકિત ભાઈ નશાની હાલતમાં દાદર ચડતા હોય. બાને વચ્ચે એ રાતે કંકાસ થતો. શિલ્પાના મોટા આવજો આવત. શબ્દો ખાસ ના સમજતા પણ એના દુઃખનો અહેસાસ એના આવાજમાં સંભળાતો. અંકિત ભાઈ નશાની હાલતમાં એલફેલ શબ્દો બોલતા હોય એવું લગતું .તેમના દરેક શબ્દે શિલ્પાનો આવાજ તીવ્ર બનતો જતો હતો. કયારેક મારી બને વચ્ચેની લડાઈ ઉગ્ર બનતી જતી દેખાતી .શિલ્પા હાથમાંની ચીજોને  ચીજો ફેંકતી દેખાતી. તો કયારેક અંકિતભાઈ ગુસ્સામ આવી દરવાજો જોરથી પછાડીને બહાર ચાલ્યા જતા. વેહલી સવારે ક્યાં તો મોડી રાતે ઘરે આવતા.  

 

  આવું ઘણી વાર બનતું. અમારી વચ્ચે વાતો થઇ ત્યરે હું શિલ્પા કહેતી,” માણસ પ્રેમમા આંધળો બની જાય છે પછી સાચા ખોટની પરખ કરવી મુશ્કેલ બની જાય છે. હું ઘણી વાર કંટાળી જાવ છું સંઘર્ષો ભરેલા જીવનથી . આ નાની નાની વસ્તુ માટે મહિનો ખતમ થવાની રાહ જોવાની . લાઇફે સ્ટાઇલ કઈ રીતે જીવાય ..હું એની વણકહી વાતો સમજી જતી . એના પગાર પર ઘર ચાલતું. અંકિતભાઈનો સંગીત પ્રેમ તેમને તેઓ બીજી કોઈ નોકરી,  જેમાં આર્થિક લાભ વધારે હોય તે કરવા નહોતો દેતો. વળી નશાની આદત ! શિલ્પા કેટલું સહેતી હશે જયારે નશામાં અપશબ્દો બોલતા હશે! એની રડીને સજેલી આંખો જોઈ મને દુઃખ થતું . આખરે એક દિવસ શિલ્પા ઘર છોડીને ચાલી ગઈ. મેં એને  સોસાઈટીના ગેટ પરથી ટેક્ષીમાં બેસતા જોઈ હતી. થોડા દિવસ બાદ અંકિતભાઈ પણ મકાનન છોડી ચાલ્યા ગયા. મારી આંખે એક પુરુષને મેં પોતાનો સંસાર  ઉંઝાડતાં જોયેલો. મને ત્યારે શિલ્પા પર બહુ દયા આવેલી ને દુઃખ પણ થયેલું.

     વાતને ચાર વષો વીતી ગયા. યાદ પણ ઝાંખી થઇ ગઈ હતી. એકવાર ઓફિસિના કામ સર બરોડા ગઈ હતી.સાંજે હોટેલ તરફ પછી ફરતી હતી. ત્યારેએક વૈભવી કર મારી નજીક આવી ઉભી રહી એમાંથી  એક પરિચિત વાજ સંભળાયો  જોયું તો શિલ્પા .એને જોઈને હું એક્દમ ખુશ થઇ ગઈ. બહાર આવી મને ભેટી પડી. .અદ્યતન વસ્ત્રો ને મેક અપમાં સુંદર લાગતી હતી. અમે નજીકના કોફેમાં બેઠા. એકબીજાના ખબર અંતર પૂછ્યા બાદ  મેં સ્વભવિક પૂછી લીધું કે તારા ડિવોર્સ થઇ ગયા ? દિવસે ઘર છોડ્યા પછી તારા નશામાં ધૂત રહેતા પતિને છોડ્યો કે નહીં?

શિલ્પા બોલી,’ ના રે  અંકિતને હું સાથે છીએ!

મેં કહ્યું,” સોરી તને ખરાબ લાગ્યું હોય તો આજે તને  જોઈને નથી લાગતું કે મધ્યમવર્ગીય જીવન અને  તકલીફોનો બોજ તું હજી પણ સહેતી હશે!  નશામાં એલફેલ બોલનાર અને ઠીક ઠીક કમાતા પતિનો ત્રાસ સહન કરતી  હોઈશ. તું તો  ખુબ ખુશ દેખાય છે."

શિલ્પા બોલી , અરે એવું કશું  હતું નહિ ! તે કદાચ અંકિત વિષે એવું ધારી  લીધું છે ..હા,   વાત સાચી છે તે સમયે અમારી વચ્ચે મતભેદ થતા હતા. એનું કારણ અંકિત નહોતો બલ્કે મારી ઈચ્છાઓ હતી.  તું તો જાણે છે હું શ્રીમત પરિવારની હતી. મને લાઇફ સ્ટાઈલની આદત નહોતી. સંઘર્ષ  નાની નાની વસ્તુઓ માટે મનને  મારવું, સાદા કપડાં , સાદું ઘર અને વળી નોકર,  ગાડી વગરનું જીવન મને ફાવતું નહોતું. હું  ત્રાહિમામ પોકારી ગઈ હતી, જીવનથી. હુંએ જીવનમાં  એડજસ્ટ  થઇ શકતી નહોતી. ખરું છે કે અંકિત ઓછુ કમાતો ,એની કમજોરી માટે  હું એને ગુસામાં  જેમ તેમ બોલતી. . વળી મારા સાસરિય દૂર રહેતા પણ તેની બધી આર્થિક જરૂરતો  અમારે પુરી કરવી પડતી. એથી પૈસાની સતત ખેંચ રહેતી.  હું થાકી જતી ત્યારે બધો ગુસ્સો અંકિત પર નીકળતો . . બધાથી કંટાળીને નશાની લતે ચડી ગયો હતો. આખરે એક દિવસ મેં ઘર છોડી દીધું ને પપ્પા પાસે પછી ફરી. મને રીતે  જીવવું મંજુર નહોતું!”  એને પાણી પીવા ગ્લાસ ઉપાડ્યો .

“ મમ્મી, પપ્પા  થોડા નારાજ હતા પણ તેમણે મારી બધી વાત ધીરજથી સાંભળી ખરી!  મારા પપ્પા  એક દિવસ અંકિત ને મળ્યા.  તેની બાજુ સમજવાની કોશિશ કરી. પછી એક દિવસ  પપ્પા મને ગરીબ બાળકોની વસતીમાં લઇ ગયા. ત્યાં બધા બાળકો ફાટેલા કપડામાં રમી રહ્યા હતા.  કોઈના  મુખ ચિતાની એક પણ રેખા નહોતી .બધા આનંદથી રમી રહ્યા હતા. હું તેમને રમતા જોઈ રહી હતી.

 પપ્પા બોલ્યા,",આમાંના મોટાભાગના બાળકોને રોજ પેટભરીને જમવા મળતું નથી. કે પહેરવા પૂર કપડાં પણ નથી. કોઈ અનાથ છે તો કોઈ  અપંગ છે.તોયે બધા જે છે તેમાં ખુશ રહે છે કોઈ ફરિયાદ કરતુ નથી  તારી પાસે ઘર છે ,અનહદ પ્રેમ કરનાર પતિ છે. માત્ર સગવડો નથી. જે  આજે નહિ તો કાલે મળી જશે પણ પ્રેમ ખોઈ તો કયાં માટે એકલી રહી જઈશ. જીવનમાં જે છે એમાં ખુશ રેહવાની કોશિષ કર!”

હું પપ્પાની વાત સમજી ગઈ ને અંકિત પાસે પછી ફરી. કામે બંનેએ એકબીજાની માફી માંગી અગવડો સામે આંખ મીંચી અને પ્રેમ તરફ જોવાનું શરુ કર્યું અંકિતની  ને દારૂ ની લત છોડાવી. સમય દરમ્યાન  અંકિતની મુલાકાત એક સારા  મ્યુઝિક ડિરેક્ટર સાથે થઇ એને કામ પાસે એક મળી ગયું.  આજે અમારી પાસે બધી સગવડો છે ને પ્રેમ પણ છે ..

શિલ્પાની વાત સાંભળી મને સમજાયું કે ઘણી વાર આપણે જે જોઈએ છે સાચું નથી હોતું. માત્ર જોયેલી વસ્તુને આપણે આપણા તર્ક સાથે જોડી દઈએ છીએ ને એક આભાસ ઉભો કરી દઈએ કહીયે પણ હકીકત કઈ અલગ હોય છે.!!

કોઈના જીવનને દૂરથી જોઈને પોતાના અભિપ્રાયો બાંધી ના લેવા. ક્યારેક વાસ્તવિકતા એનાથી જુદી હોય છે. અને કોઈ તમારા જીવનને દૂરથી જોઈને પોતાના અભિપ્રાયો બાંધી લે તો પણ દુખી ન થવું. એ બધો એક આભાસ જ હોય છે, ખરું ને!!

_તની

..

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...