શું એ ગપ્પીદાસ ... હતા ??
એ સમય કઈ અલગ જ હતો,
નહોતી બાળપણની નિર્દોષતા નહોતો યુવાનીનો નશો.
બસ હતી એ માત્ર કિશોરાવસ્થા!!
હા, એ સમયે અમે કિશોરાવસ્થામાં પગ જ મુક્યો હતો. શાળાજીવનનો અંત થયો હતો ને અમે કોલેજમાં પગ મૂકવાના હતા. હવે પોતાના જીવનને નવી દિશામાં લઇ જવાની, કારકિર્દી તરફ ડગ માંડવાની શરૂઆત કરવાની હતી. સોનેરી ભવિષ્યના સપનાઓ મનને ભીંજવી રહ્યા હતા. કાલને સંવારવા આજે અનેક નિર્ણયો લેવાના હતા. એ સમયે અમારી મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ હતી. જેમને અમે ત્યારે ગપ્પીદાસ કહેતા. દેખાવે પ્રતિભાશાળી આધેડ ઉંમરના, સફારી સૂટ પહેરતા અને આંખે સોનેરી ફ્રેમના ચશ્માં. તેઓને લોકોના હાથની રેખાઓ જોવાનો શોખ હતો. ફુરસતના સમયે લોકોનો હાથ જોઈ એમના ભવિષ્ય વિષે આગાહી કરતા.
અમારો એક મિત્ર ક્યાંકથી એમનું સરનામું લઇ આવેલો. આમ પણ આ સમયે ભિવષ્ય કેવું હશે એ જાણવાની અમને સૌથી વધુ તાલાવેલી હતી એટલે અમે મિત્રો ભેગા થઇ એમની પાસે ગયા. કપાળે તિલક ને ધોતી ઝબભા વાળા કોઈ વ્યક્તિની અમે કલ્પના કરી હતી પરંતુ,
એની જગ્યાએ એમનો આધુનિક દેખાવ જોઈને અમે થોડા મૂંઝાયા. અમારા ગ્રુપના સૌથી તોફાની સુશીલે પોતાનો હાથ પેહલા દેખાડ્યો
ત્યારે તેમને કહ્યું,"તું આજે શાળાનો સૌથી તોફાની વિદ્યાર્થી છે. પરંતુ ભવિષ્યમાં તું સૌથી ગંભીર અને ઠાવકો વ્યક્તિ બનીશ. તારી આસપાસ ગાડીઓ ફરતી હશે. તું તારા કામમાં ખુબ સફળ થઈશ. સુંશીલ મનમાં હસીને બોલ્યો. ગાડી! ને મારી આસપાસ ...હા..હા
.!!.
તેણેબહાર આવીને તેને કહેલું,' સાવ ગપ્પીદાસ છે, માણસ! અત્યારે મારા જે હાલ છે એ જોઈ મને નથી લાગતું કે મારી આસપાસ ગાડીઓ ફરશે...એની વાત સાચી પણ હતી. એના પિતાને નાનક્ડી હવાલદારની નોકરી,માતાની બીમારી ને ચાર ભાઈ બહેનના પરિવારમાં માંડ રોજની જરૂરતો પુરી થઇ હતી ત્યાં ગાડી...અશક્ય જ લાગે .. એને હસીને વાત જવા દીધી.
મારી સખીને નેહાને તેમને કહ્યું,"
તું અત્યારે સાવ સાવ બેદરકાર વ્યક્તિ છે પણ ભવિષ્યમાં સૌથી જવાબદાર વ્યક્તિ બનીશ. તારી આંગળીઓ નોટો ગણાતા થાકી જશે પણ નોટો નહિ ખૂટે..!!
મારી સખી પણ મનમાં હસી પડી. બહાર આવીને તેણે કહેલું, સાવ ગપ્પીદાસ છે આ ભાઈ ! નોટો ગણવાની વાત કરે છે ,,અહીંયા ચીલર પણ ગણવાના ફાંફા છે. સાચી વાત તો હતી. આર્થિક મુશેક્લીઓ સામે લડતા પરિવાર માટે નોટો ગણવી એ સપનું જ હતું.
પછી આવી મારી વારી ..ચાલો હું એ પહેલા હું તમને મારો પણ પરિચય આપી દઉં , હું શાળાની સૌથી ભીરુ છોકરી! મારી સામે તો ખિસકોલી પણ શરમાય જાય એટલી હું ડરપોક હતી! કોઈ જરાક જોરથી બોલેને હું રડી પાડું. કોઈ પણ અન્યાય હું સહન કરી લાઉ પણ સામે ચુકે ચા ન કરી શકું.
મારો હાથ જોઈને તેઓ બોલ્યા,{ તું અત્યારે ભલે સાવ ડરપોક છે પણ ભવિષ્યમાં તું એક યોદ્ધા બનીશ. અનેક યુદ્ધ જીતીશ..હું ત્યારે તો કઈ ના બોલી શકી પણ બહાર આવી ખડખડાટ હસી પડી,” સાવ ગપ્પીદાસ! હું ને યોદ્ધા કઈ પણ બોલે છે એ ભાઈ!”
એમે ત્રણેય હસતા હસતા ઘર તરફ નીકળ્યા. એ જીવન હસતા રમતા આગળ વધ્યું ને અમે બધા ભવિષ્યને સંવારવા મચી પડ્યા.
આજે હું મારી શિશક તરીકેની નોકરીમાંથી નિવૃત થઇ છું. વચ્ચેના સમયમાં મારુ જીવન મારુ જીવન અનેક મુશ્કેલીઓથી ઘેરાયું. આર્થિક,
સામાજિક અને અંગત ઘણી તકલીફો આવી. આમેય મુશ્કેલીઓ તો એક સ્ત્રીના જીવન સાથે વણાઈ જતી હોય છે વળી મારા ડરને લીધે હું આનેક વાર પછડાઈ. એ સમયે અચાનક એ સમયે મને
ગપ્પીદાસના શબ્દો યાદ આવતા,” ..તું ભવિષ્યમાં એક યોદ્ધા બનીશ!”
એ શબ્દના સહારે હું ફરી બેઠી થઇ!મુશ્કેલીઓથી લડી પણ ખરી! આજે લાગે છે, લાગે છે એ ગપ્પીદાસ ના શબ્દો સાચા પડ્યા છે. હું એક યોદ્ધા છું, મારા ડર પર મેં જીત મેળવી છે, જીવનની દરેક મુશ્કેલો સામે હું એકલા હાથે ઝઝૂમી છું.
મારા મિત્રો વિષે વાત કરું પેલો તોફાની સુશીલ પણ આજે ટ્રાફિક પોલિસ તરીકે અનેક વર્ષો સેવા આપી નિવર્ત થયો છે. પિતાના અચાનક થયેલા મૃત્યુ બાદ એ તોફાની સુશીલ સાવ ગંભીર બની ગયો હતો. સરકાર તરફથી કોમ્પએન્સેસોન તરીકે મળેલી તર્ફિક પોલીસની નોકરી સ્વીકારીણે તેણે નાના ભાઈ બહેનું ભારણ પોષણ અને ઘરની જવાબદારી સ્વીકારી લીધી હતી. એની આસપાસ અનેક ગાડીઓ ફરી તો હતી ભલે એની નહોતી.
મારી બેદરકાર નેહા આજે બેન્કમાંથી કેશિયરની નોકરીમાંથી નિવૃત થઇ છે. એની આંગળીઓ નોટો ગણીને થાકી ગઈ છે પણ હજીયે બેંકમાં નોટો તો ખૂટી નહોતી. ગપ્પીદાસની વાતો સાવ ગપ્પા પણ નહોતી.
અત્યરે એ ગપ્પીદાસ ક્યાં હશે એ તો હુંયે નથી જાણાતી. પણ આજે આ લખતા એટલું જરૂર જાણું છું કે ભવિષ્યને કોઈ ભાખી શકતું નથી. એ માટે કરેલી અટકળો એક ગપ્પાથી વિશેષ નથી હોતી. કયારેક ભવિષ્ય કલ્પન કરતા વધુ સુંદર હોય છે તો કયારેક કલ્પનાથી ભયાનક પણ હોય છે. બાને સમયે ધીરજ અને ધૈર્ય ટકાવી રાખવા માટે આવી અટકળો સાથ આપી જાય છે
ત્યારે એ ગપ્પાં પણ આશાનું કિરણ બની જાય છે. નહીં ? શું લાગે છે તમને??
_તની
યુવા મનમાં અનેક સપના સાકાર કરવા થનગનાટ હોય છે .એ સપના આશા,કલ્પનાના ,અસંતોષ ને પુરુષાર્થના સહારે સાકાર થતા હોય છે..જો મનમાં આશા જ ન હોય તો એને પરિપૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા ક્યાંથી જન્મે? અસંતોષ એ તો પ્રતિબદ્ધતાની, ઝનૂનની જનની છે..એ ચેતના છે..ને સુખી સ્વપ્નોને પાંગરતા કરતું પરિબળ છે..યૌવનને પડકાર ગમે છે તેથી એને સાહસ ગમે છે..આ સપનાને પૂરું કરવાના પ્રયત્નો માટેનું ક્રાંતિબીજ છે..જે આપની વાર્તામાં પ્રતિપાદિત થાય છે..ખૂબ જ પ્રેરણાદાયી પ્રસ્તુતિ..તની જી..
જવાબ આપોકાઢી નાખોએકદમ સાચી વાત. યુવાની નો થનગનાટ જ્યારે પરસેવાની આગમાં તપે છે ત્યારે જ સપના સાકર થાય છે. જ્યાં સુધી પડકારોનો સામનો નહીં કરે ત્યાં સુધી યોવન અધૂરું જ રહે છે. આભાર
કાઢી નાખો