શું તમે પણ આવી હેરા ફેરી કરી છે?
આજકાલ 'સોશ્યલ મીડિયા' માં વજન ઉતારવાની જાહેરખબરનો રાફડો જ
ફાટયો છે! 'ન્યુસ-ફીડ
સ્ક્રોલ' કરતાં
દર સાડા ત્રણ ફીડ ( અમૂક ફીડ તો આપણે જોઈને પણ ન જોઈ કરી દેતા હોઈએ છે એને અડધી
ગણી છે.) બાદ એકાદી ફીડમાં કોઈ ડોક્ટર, ડાયેટીશીયન કે શેફ નો ફોટો દેખાય, જેના પર મોટા અક્ષરે લખ્યું હોય,”
કોઈ પણ કસરત વિના
માત્ર એક મહિનામાં દસ કિલો વજન ઊતારવું હોય તો 'કોમેંટ' માં "હા" લખો, હું કોર્સ મોકલીશ!
એ
વાંચતાં જ મારો હાથ સ્ક્રોલ કરતો અટકી ગયો. આંખ બંધ કરીને મારા 'સ્લિમ લૂક'ને મનમાં જોઈ લીધો. આ..હા .હા ...હું
મોલમાં જઈને S સાઈઝના
ટી શર્ટ અને જીન્સની શોપિંગ
કરતી હોવ! હું S સાઇઝના
'વન -પીસ' માં તૈયાર થઈને કિટી પાર્ટીમાં ગઈ હોવ!
ત્યાં મને જોઈને મારી સખીઓ ઈર્ષ્યા કરવા લાગી જાય! હું 'ટસર-સિલ્ક'ની સાડી પહેરીને સામાજિક પ્રસંગોમાં મહાલતી હોવ! મને જોઈને બધા કહે,"
તમે બે બાળકોની મમ્મી તો જરાય લાગતા જ
નથી!" ...
આવા સ્વપ્ન 'મુંગેરી લાલ કે હસીન સપને' બનીને હવા થઈ જાય એ પહેલાં જ મે એ ન્યુસ
ફીડ નીચે “હા”
લખી જ નાખી. ત્યાં
વળી બીજી જાહેરખબર જોઈ,' માત્ર
વીસ દિવસમાં XL સાઇઝ
થી L થઈ
જશે!' 'હા'
લખો. વાહ!! મારૂ
સ્વપ્ન દસ દિવસ વહેલું સાકાર થઈ જશે, એ લાલચે મેં એમાંય 'હા' લખી
નાખી. આગળ જતાં મને દસ દિવસનો પ્લાન પણ મળ્યો. મેં એમાંય 'હા' લખી જ નાખી!
બીજે
દિવસે બધાના 'ડાયેટ
પ્લાન' આવી
ગયા! બધા
પ્લાનમાં નવા નવા નુસખાઓ હતા. કોને 'ફોલો' કરવા,
કોને નહીં? મારી દશા તો ચક્ર્વ્યુહમાં ફસાયેલા
અભિમન્યુ જેવી થઈ ગઈ!
એકે
'કાચું તે સાચું'
કહીને માત્ર કાચા
શાકભાજી ખાવાની સલાહ આપી. અલ્યા! હું કાંઈ બકરી છું, તે કાચું ભોજન ચાવતી રહું??
બીજાએ 'લાઇટલી કૂક ફૂડ' ખાઈને 'નો-કાર્બ્સ' લેવાનું કહ્યું! ભાઈ, આપણે તો ગુજરાતી! ખાખરા, થેપલા વિના તો ચાલે જ નહીં! કાર્બ્સ વિનાનું
ભોજન આપણે વિચારી જ ન શકીએ!
ત્રીજા એ તો હદ કરી!
સોળ કલાક ભૂખ્યા રહીને આઠ કલાકમાં બે જ વાર ખાવા કહ્યું!! એ વાત તો મારા પલલે ના જ પડી! સોળ કલાક
ભૂખ્યા રહેવાનું?? વિચારીને
જ 'બ્લડપ્રેશર લો'
થઈ ગયું. બે ચમચી
સાકર નાખીને કડક કોફી પીધી ત્યારે જરીક કળ વળી!!
કોઈએ
રોજ સવારે ઊઠીને ગરમ પાણીમાં લીંબુ નાખીએ પીવાનું કહ્યું હતું. તો કોઈએ
અલસી, મેથી વગરેનું ચૂરણ
ખાવા કહ્યું! હવે સવારમાં ચા પેટમાં ન જાય ત્યાં સુધી આપણો તો દિવસ ન ઊગે, એમાં બધું કયાં કરું?? આમ દરેક પ્લાનમાં કઈક એવું હતુ જે હું
ના કરી શકું! પરંતુ, પેલું
સપનું ...સ્લિમ દેખાવાનું ...આ બધા સામે જીતી જ ગયું!
ડાયેટ તો કરવું જ છે!
મેં નક્કી કરી જ લીધું. પછી શરૂ થઈ મારી હેરા ફેરી ...દરેક પ્લાનમાંથી મારૂ ગમતું
ભોજન પસંદ કર્યું, એમાં
મારૂ જ્ઞાન ઉમેરીને મેં મારો પોતાનો 'ડાયેટ પ્લાન' બનાવી
લીધો. હવે મારો ભોજન ક્રમ કઈંક આવો બન્યો.
સવારે
ઊઠીને લીંબુ પાણીમાં મધ અલસી, મરી,
મેથીનું ચૂરણ નાખીને
પીવું. એકાદ કલાક બાદ નાસ્તો કરવો! જેમાં ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ,ઓટ્સના પુડલા કે ઉપમા લેવા. સાથે કપ
ભરીને ચા તો ખરી જ! ખાખરા તો ડાયેટ ફૂડ કહેવાય! એટલે ઉમેરી દીધા!
બપોરના
ભોજમાં એક વાટકી દાળ, શાક,
સલાડ ને એકાદી રોટલી
ને ભાત લેવા. જો એકેય પ્લાનમાં આવું નહોતું લખ્યું. તો શું થયું?? વર્ષોથી આપણે જાણીએ જ છીએ કે દાળ,
ભાત, શાક રોટલી એ સમતોલ આહાર કહેવાય! એ બધા
તો લખે, આપણે
તો સમજી વિચારીને હેરાફેરી કરવી પડે ને!
સાંજના હળવા નાસ્તામાં
ફળો, મમરા, મખાના સાથે ગાંઠિયાનો સમાવેશ કરી જ
લીધો! રાતના ભોજનમાં ખિચડી, વિવિધ
જાતનાં સૂપ અને કઠોળ ને સ્થાન આપી દીધું. આમ હેરાફેરી કરીને મારો 'ડાયેટ-પ્લાન' તૈયાર થયો.
કોઇકે
કહ્યું," ડાયેટ
સાથે કસરત કરીએ તો વધારે જલ્દી પાતળા થવાય!' મેં 'ઓનલાઈન વિડિયો" જોઈને એમાંય થોડીક
હેરાફેરી કરીને મારી રોજની કસરતનો પ્લાન પણ બનાવી જ લીધો! બીજે દિવસે ડાયેટ શરૂ
કરવાનું હતું એટલે આગલા દિવસે મનગમતી રેસ્ટોરન્ટમાં જઈને જમી લીઘું સાથે નેચરલનો
આઈસ્ક્રીમ પણ!! ઘરે આવીને ફ્રીઝમાં પડેલા ગુલાબ જાંબુ પણ પૂરા કર્યા। બીજે દિવસથી
ડાયેટ કરવાનું હતું. નાહકના બગડી જાય ને! એમ તો હું બગાડમાં જરીય ન માનું!
બીજે દિવસે સવારે
પેલું ચૂરણ ને લીંબુ પાણી મોમાં જતાં જ સ્વાદેન્દ્રિય અને જ્ઞાનતંતુ વચ્ચે યુદ્ધ
થઈ ગયું! જીભ એ સ્વાદ નો સ્વીકાર કરી નહોતી શકતી! નાક એ દુર્ગંધ ખમી નહોતું શકતું!
મન આ બધું પેટમાં મોકલવા ના કહી રહ્યું હતું. મેં બધી ઇન્દ્રિયો વચ્ચે તાલમેલ સાધી
લીધો! નાકને થોડીવાર બંધ કરી દીધું ને ફટાફટ એ ચૂરણને સાથે પાણી ગટગટાવી ગઈ! ત્યાં તો પેટે વળતો હુમલો કર્યો. રાતનું
અપાચ્ય ભોજન ચૂરણ સાથે મોં વાટે બહાર આવી જ ગયું!! સવાર સવારમાં મન બેચેન થઈ ગયું.
થોડા સમય બાદ ઊલટી ના પ્રકોપથી બે-સ્વાદ બનેલી જીભને સ્વાદિષ્ટ વ્યંજનથી ખુશ કરીને
મનને મનાવી લેવું જ પડ્યું. બપોરના ભોજમાં થોડી હેરાફેરી કરીને 'લાઇટ ફૂડ' લઇશ એવું નક્કી કરી લીધું.
એ
દિવસે બપોરનું ભોજન થોડું વધુ સ્વાદિષ્ટ બની ગયું હતું. મારા હાથે આવું ઓછું જ બને,
એટલે શું કેટલી
માત્રામાં ખાવું એનો વિચાર કર્યા વિના પેટ ભરીને જમી જ લીધું. આજે રાતના ભોજનમાં
સલાડ ખાઈને બધુ સરભર કરી લઇશ, એમ
વિચારી ફરી મન ને મનાવી લીધું. રાતે વિચાર્યુ, સરખું
જમીશ નહીં તો ઊંઘ સારી નહીં આવે તો કાલે સવારે ઊઠીને કામ કેમ કરીશ? વળી મારૂ મન હેરાફેરી કરી જ ગયું ને મેં
જમી જ લીધું!
આમ
રોજ કઈક એવું જ બની જતું કે મારે મારા ડાયેટ પ્લાનમાં હેરાફેરી કરવાની ફરજ પડી જ
જતી. એમાં વળી રોજ આડેધડ કસરત
કરતાં કમર પર વધુ દબાણ આવી જતાં બે ચાર દિવસ 'બેડ-રેસ્ટ' આવી ગયો! પથારીમાં પડ્યા કાંઈ બાફેલું
ભોજન ને સલાડ ભાવે ખરું?? બધા
માટે બહારથી જમવાનું આવતું, એ
જોઈને મારું મન લલચાઈ જતું. સારી થયા પછી ડાયેટ કરીશ, વિચારીને જયાફતો ઉડાવી જ લીધી!!
સરવાળે
મહિના બાદ મારૂ વજન હતું એનાથી પણ વધી ગયું!
પેલું સપનું.... મુંગેરી લાલના સપનાની જેમ હવામાં ઊડી ગયું.! હવે XL સાઇઝના ડ્રેસ ખરીદવા કમને શોપીગમાં જવું
પડે છે. કિટી-પાર્ટી અને સમાજિક પ્રસંગો ટાળવાના બહાના શોધતી રહું છું! પાછી હમણાં
તો લગ્નસરા ચાલે છે ને, રોજ
નવા આમંત્રણો આવતા જ રહે છે! હું શું કહું છું, તમારી પાસે થોડાક બહાના હોય તો જણાવજો
ને! એમાં થોડી હેરા ફેરી કરીને જોરદાર બહાનું બનાવી ને આમંત્રણ આપનાર ના કહી દઉં
એટલે શાંતિ .....
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો