એ કેક ....
ચલો, આજ કુછ મીઠા હો જાયે .. આજે કેક વિષે જ વાત કરું... કેક ની વાત આવતા મને
એ દિવસ યાદ આવી ગયો જયારે મેં મારા જન્મ દિવસે ઘરે બનાવેલી કેક કાપી હતી અને એ પણ મારા પતિ મોહિતના હાથે બનાવેલી ...તમને વાંચીને લાગશે હાઉ રોમેન્ટિક .. કેટલો મસ્ત દિવસ હશે ને એ! બસ આનાથી વધારે વિચારતા જ નહીં! એવું કઈ જ નહોતું. એ જન્મ દિવસ વિષે હું તમને વિસ્તારથી કહું,
મોહિત ભૂલકણો તો ખરો જ! પર્સ ,ફોન, ટિકટ આવું તો બધા ભૂલી જાય પરંતુ . એ મને ભૂલીનેય ચાલ્યો ગયેલો. એટલી હદે ભૂલકણો! એવા વ્યક્તિ પાસેથી જન્મ દિવસ યાદ રાખી શકે એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય!! એ સમયે આ સોસયલ મીડિયા પણ નહોતા કે બર્થ ડે ના રિમાઇન્ડર મોકલે! એ લગ્ન બાદનો મારો પેહલો જન્મ દિવસ હતો.
સવારે મોહિત રાબેતા મુજબ તૈયાર થઈને ઓફિસે જવા નીકળ્યો. ત્યાં સુધી એને મને વિશ નહોતું કર્યું. સરપ્રાઈસની આશા તો મનમાં ઊંડે હતી જ પણ પછી ચિંતા હતી કે કદાચ ભૂલી ગયો હશે તો આજની પાર્ટી ગિફ્ટ બધું જ જશે. મેં લગ્ન પેહલાંના દરેક જન્મ દિવસ મિત્રો સાથે શાનદાર રીતે ઉજવેલા અને આજે સાવ સૂનું! મેં આડકતરી રીતે એને પૂછ્યું ,”
આજે તું જલ્દી આવશે ને ઓફીસેથી?
“ આજે તો ટેક્સ ફાઈલ કરવાનો છેલો દિવસ છે આજે તો બહુ કામ છે તું રાહ ના જોતી જમી લેજે!”
મેં કહ્યું , “ હમ્મ! આજે ૩૧ મી માર્ચ! આજે બીજું પણ કઈ છે ને?”
“ બીજું કઈ હોય તો પણ મારે શું! મારે તો આજે બહુ કામ છે! " કહીને એ નીકળ્યો.
હવે મને ખાતરી થઇ ગઈ કે એ ભૂલી ગયો છે. હું નિરાશ થઈને સોફા પર બેસી ગઈ . મિત્રો સાથે પણ કોઈ યોજના નહોતી બનાવી કારણ આ જન્મ દિવસ હું મોહિત સાથે વીતવવા માંગતી હતી. શું આજનો દિવસ મારે ઘરે જ રેહવું પડશે! અને એ પણ એકલા? એ વિચાર પણ મને ન ગમ્યો.
મેં મારી એક સખીને ફોન કરી ને મારી મુસીબત ....જણાવી.
એ બોલી,” ચોક્કસ સાંજે તારા માટે મોહિતે કોઈ સરપ્રઇઝ પ્લાન કરી હશે. અત્યારે તું મારા ઘરે આવી જા! આપણે બહાર જમવા કરવા જઈએ ને પછી મુવી!”
હું તૈયાર થઈને તેને ઘરે પહોંચી આખો દિવસ આનંદથી પસાર કરીને હું સાંજે ઘરે આવી! એ આશા તો હતી
જ કે ઘરે મોહિતે કઈ સરપ્રાઈઝ રાખી હશે! ઘરમાં પેસતા જ કશુંક બાળવાની વાસ આવી! શું હું સવારે ગેસ પર દૂધ મૂકીને ગેસ બંધ કરવાનું ભૂલી ગઈ હતી?
એવો વિચાર આવતા હું રસોડામા દોડી. જઈને જોયું તો રસોડામાં મોહિત હતો. એના બધા કપડાં લોટથી ભરેલા હતા . ગેસ પર દૂધ ઢોલાયું હતું, કિચનનો
બધો સમાન વેર વિખેર પડેલો.
મોહિત મને જોઈને બોલ્યો “ સોરી હું તને મારા હાથે કેક બાનવીને સરપ્રાઇસ આપવાનો હતો પણ કેકનું બેટર બનાવીને ઓવનમાં મૂક્યા
બાદ ઓવનનું ટાઈમર સેટ કરવાનું ભૂલી ગયેલો! ગરબડ થઇ ગઈ!! આ કેક બળી ગઈ!”
એની આ હાલત જોઈને હું ખડખડાટ હસી પડી. કેકનો બળેલો ભાગ કાપીને મેં આઈસીગ કર્યું .એ દિવસે બળેલી કેક પણ મને સૌથી મીઠી લાગી હતી કારણ એમાં મોહિતના પ્રેમની મીઠાશ ભરેલી હતી !!
_તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો