પ્રેમ ની એક પળ ( award winnner love story)
સ્ત્રી નું હૃદય, કેટલું કોમળ ,હોય ..જે ને જીતવા નાનકડી જ કોશિશ પૂરતી હોય છે. ક્યારેક એક નાનકડું સ્મિત એના દિલ ને જીતી લે છે ને ક્યારેક એના દિલ ને જીતવા મોંઘીદાટ ભેટ પણ નકામી ઠરે છે.
ચાલો આજે હું તમને મારા જીવનની એક એવી વાત કહું જયારે સમીરે મારું દિલ જીતી લીધું.
મારા ને સમીર ના લવ કમ એરેન્જ મેરજ, સમીર મારા જીજાજી ના ખાસ મિત્ર, બહેન ની સગાઈ માં અમે મળ્યા... હું સમીરને ખૂબ ગમી ગઈ. જીજાજી એ મઘ્યસ્થી કરી ને બધા એ હા કહી. દીદીના ને મારા લગ્ન એક જ માંડવે થઇ ગયા.
હું પરણીને સાસરે આવી. સમીર નો પરિવાર ખૂબ શ્રીમંત, ઘર માં ઘણી જાહોજલાલી હતી. હું એક સાધારણ પરિવારની દીકરી હતી.આમ તો ઘર ના બધા જ બધા ખૂબ સારા હતા. મને અપનાવાની કોશિશ કરી રહ્યા હતા. હું પણ ધીરે ધીરે ઘર માં બધું શીખવાની કોશિશ કરી રહી હતી. પરંતુ હું તેઓની પસંદ નહોતી એનો ખચકાટ તો વર્તાતો હતો.
મમીજી તો ઘણીવાર કહેતા, સમીર માટે તો શ્રીમંત કુટુંબની દીકરીના ઘણા માંગા આવતા પણ એને કોઈ છોકરી ગમતી જ નહીં...!" ત્યારે મને બહું દુ:ખ થતું. સાધારણ પરિવારની દીકરી હોવાથી હીનતા અનુભવતી હતી. સમય જતા બધું ઠીક થઇ જશે આમ વિચારી હું બધા ના દિલ જીતવા ના પ્રયત્નો કરી રહી હતી.
એક દિવસ ની વાત છે, અમારા ઘરે પરિવાર ની મિટિંગ રાખેલ હતી. અમારા ગામ માં અમારું પેત્રુક મકાન ને થોડી ઘણી જમીન હતી તેના વેચાણ નિમિતે નિર્ણય લેવાનાં હતા. મારા સસરા પરિવારમાં મોટા એટલે અમારા ઘરે જ મિટિંગ રાખી હતી.
સવારથી ઘર માં તૈયારી થઇ રહી હતી.. હું પણ મમીજી સાથે તૈયારી માં લાગી ગઈ. મમીજી બધા સૂચનો આપી રહ્યા હતા. હું એ પ્રમાણે તૈયારી કરતી હતી. મમ્મીજી એ કહ્યું હું મિટિંગ માં વ્યસ્ત હોઇશ ,'"તું નાસ્તાપાણી તથા રસોડા ની વ્યવસ્થા જોઈ લેજે."
સાંજનો સમય થયો, બધા આવી ગયા. બેઠકખંડ માં મિટિંગ ચાલુ થઇ. થોડી વાર બાદ હું ચા નાસ્તો લઇ ત્યાં ગઈ. બધું પીરસી ને પછી ફરતી હતી ત્યાં સમીર બોલ્યો ," નિરાલી બેસ તું ક્યાં ચાલી? આ મિટિંગ માં રહેવાનો જેટલો અધિકાર મારો છે એટલો તારો પણ છે. બેસ મારી પાસે. ..!"
બસ એ જ પળે સમીરે મારુ દિલ જીતી લીધું. ભલે એ મિટિંગ માં હું ખાસ અભિપ્રાય ના આપી શકી પણ મને બધા ની સાથે બેસાડી સમીરે મને સમાનતા નો અહેસાસ કરાવ્યો. મને પરિવાર માં સન્માન અપાવ્યુ. મારા મન માં સાધારણ પરિવારની દીકરી હોવાથી આવેલા હીન ભાવને ખંખેરી નાખ્યો. મને સમાનતા નો હક આપી ને સમીર એ મારા દિલ માં એક અનોખી લાગણી ના અંકુર રોપ્યા. હું એ દિવસે ખરા અર્થમાં સમીરની થઇ ગઈ. મારુ દિલ ખોઇ બેઠી ...
સ્ત્રી ને જોઈએ છે સમ્માન. સમાજ અને ઘર માં માન ભર્યું સ્થાન. આપણે બંને સંસાર રથ ના બે પૈડાં છે,બંને એક સરખો ભાર ખેચીસુ ત્યારે જ સંસાર રૂપી રથ બરાબર ચાલશે. એવો ભાવ જો દરેક પુરુષ આપનાવી લે તો સ્ત્રી નું દિલ જીતી શકે.. સ્ત્રીને સમાનતા આપો તો સ્ત્રી નું દિલ લઇ શકો... બોલો સોદો સસ્તો કે મોંઘો ?
_તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો