નવલકથા જીવન સંચય 20 (Golden pen winnner story)

 

  જીવનસંચયમાં સમય આનંદથી વીતી રહ્યો હતો. સ્વસ્થ થતી લાવણ્ય હવે સ્ટાફ મેમ્બર્સ સાથે હળતી ભળતી થઈ હતી. આખો દિવસ હોસ્પીટલમાં એની જ વાત થતી રહેતી.. સ્ટાફના બધા જ મેમ્બરો લાવણ્ય ના સ્વભાવ એન વર્તનથી ખુશ હતા. આટલી મોટી હસ્તી હોવા છતાય એનામાં અભિમાન નહોતું. સ્ટાફની દરેક વ્યક્તિ સાથે એ પ્રેમથી અને સમ્માન થી વર્તન કરતી એથી થોડા જ સમય માં બધાની પ્રિય બની ગઈ હતી. લાવણ્યા ને માવા આવતા વી.આપી પી. મેહમનો ની અવરજવારથી હોસ્પિટલ સતત ગુંજતી રહેતી. બધે જ આનંદ નું વાતાવરણ બની રહેતું. હવે લાવણ્ય ને આઈ સી યુ માથી વી આઈ. પી રૂમમાં શિફ્ટ કરવામાં આવી હતા. બધા જ લાવણ્ય જલદીથી સ્વસ્થ થાય એવિ પ્રાર્થના કરી રહ્યા હતા.

   એક સાંજે આશુતોષ પોતાનો રાઉન્ડ પૂરો કરીને લાવણ્યા રૂમમાં આવીને  બેઠો. કાંદબરી આન્ટી લાવણ્યા ને પ્રિય એવિ દાળ ખિચડી બાનવવા આશુતોષના ઘરે ગયા હતા.  લાવણ્યા રૂમમાં એકલી જ હતી. બોલી, " આશુ! મને થોડીવાર અહીં બારી સામે બેસાડ ને! અહીં બેડ પર નથી ગમતું! આશુતોષે તેને પોતાની બાહોમાં તેને ઉંચકી લીધી અને ધીરેથી તેને બારી સામેની ' ચેર ' પર બેસાડી!... વર્ષો બાદ આશુતોષનો આટલો નજીકનો સ્પર્શ મળવાથી લાવણ્યા ખૂબ ખુશ થઈ. આશુતોષ એની પાસે જઈને બેઠો. લાવણ્ય એ તેનો હાથ પોતાના હાથમાં લીધો ને બોલી, " આશુ, શું તું મને માફ કરી શકશે?  એ સમયે હું પણ સફળતાના અભિમાનમાં આંધળી બની ગઈ હતી અને તારી લાગણીને સમજી શકી નહી. તે જ્યારે લગ્ન માટે મને પ્રસ્તાવ આપ્યો ત્યારે મારે ગુસ્સામાં તને ના કહેવાને બદલે તને શાંતિથી મારા ના કહેવાના કારણો વિષે સમજાવવો જોઈતો હતો પરતું, હું જૂની વાતો યાદ કરીને ને આક્ષેપો કરવા લાગી ગઈ. એ મારી ભૂલ હતી. એકબીજાની ભૂલોને ભૂલી જઈને જે સાથે રહી શકે છે એજ ખરા અર્થમાં પ્રેમ કરી જાણે છે. મે પ્રેમ તો કર્યો પણ તારી ભૂલોને હું ભૂલી ના શકી એ જ મારી પણ ભૂલ હતી.

આશુતોષે બોલ્યો,”લાવણ્ય એ આપના બનેની ભૂલ હતી એ સમયે આપણે એકબીજા પાસેથી માત્ર અપેક્ષા જ રાખી હતી જે પૂરી ન થવાથી આપણે અલગ થઈ ગયા. પણ સાચું કહું હવે મને ખબર પડી કે પ્રેમમાં અપેક્ષાઓ મહત્વની નથી હોતી  માત્ર એકબીજાને  પ્રેમ કરવો મહત્વનો હોય છે. પ્રેમની ઇમારત વિષવાશના પાયે ઊભેલી હોય છે અને મે તારો વિષવાશ જ તોડી નાખ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી . એ માટે માફી તો મારે તારી માંગવાની છે.

લાવણ્ય બોલી,’ હું ભાનમાં આવી ત્યારથી સતત તારી આંખોમાં પસ્તાવો જોઈ રહી છુ. આશુ મેં તને એ માટે હૃદયથી માફ કરી દીધો છે. હવે મારા મનમાં તારા માટે રહેલી નફરત સાવ દૂર થઈ ગઈ છે.

આશુતોષ બોલ્યો,’ લાવણ્ય મે તારી આંખોમાં મને માફ કર્યાનો ભાવ તો ક્યારથી જોઈ લીધો હતો ને આજે તારા શબ્દોથી મને માફી મળ્યાની ખાતરી પણ થઈ ગઈ છે. લાવણ્ય જો તે મને માફ કરી જ દીધો હોય તો માર એક અરજ સ્વીકારશે? શું તું મારા જીવનમાં પછી ફરશે?

 લાવણ્ય બોલી,’ ના આશુ હવે એ શક્ય નથી કારણ, હવે તારી લાવણ્ય પહેલા જેવી નથી રહી. તે જે લાવણ્ય ને પ્રેમ કર્યો હતો એ લાવણ્ય ની સુંદરતા આ અકસ્માત પછી નથી રહી. મારો ચેહરો અને મારૂ અંગ આ અકસમાતમાં ... અને મારી સુંદરતા ... પહેલા જેવી નથી રહી. હવે મને ફરી પામવાની જીદ છોડી ડે. કુરૂપતા સાથે જીવવું અશક્ય છે. હવે તારા જીવનમાં પછી ફરીને મારે તારું જીવન દોજખ નથી બનાવવું!

આશુતોષ લાવણ્યા ને પોતાની નજીક ખેચતા બોલ્યો,”  મારો પ્રેમ તારી બાહ્ય સુંદરતને આધિન ક્યરેય નહોતો. તું મારી બાળપણની મિત્ર અને યુવાનીની સખી છે તારા દરેક રૂપ રંગને મે નજીકથી જોયા છે . પરદા પરની લાવણ્ય મને આકર્ષી શકી નથી. હું તો મસ્તી મજાક કરતાઈ નટખટ લાવણ્ય ને ચાહું છુ. તારી  તું મારા માટે હજી એટલી જ સુંદર છે જેટલી પહેલા હતી . મે તારામાં રહેલી સુંદર સ્ત્રીને  ને પ્રેમ કર્યો છે. જે પેહલ પણ સુંદર હતી ને આજે પણ એથી ય વધુ સુંદર છે.

રહી વાત તારા બાહ્ય દેખાવની તો ...હું સર્જન શા કામનો જે મારી પ્રિયતમા ને પોતની સુંદરતા પાછી ના આપવી શકું. મેડિકલ સાયન્સ તું ધારે છે તેનાથી ઘણું આગળ વધી ગયું છે. મે પોતે પ્લાસ્ટિક સર્જરી માં અનેક રિસર્ચ કરી છે. હું અને ભારતના ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જન ડો. સાથે મળીને તને ફરી પેહલા જેવી બનવી શકીશું આજે તારી આ પરિસ્થ્તિ છે પરંતુ, કાલે એવી નહીં હોય. તું થોડાક સમય બાદ બહારની દુનિયામાં એજ રૂપ રંગ સાથે પછી ફરીશ. હું તને એની ખાતરી આપું છુ.  તને તારું રૂપ, તારી પ્રતિષ્ઠા અને તારો ખોવાયેલો આત્મવિષવાશ બધુ પાછું મળશે,’

 લાવણ્યની આંખો ખુશીથી જૂમી ઉઠી. આશુતોષની બાહમાં સમાઈ ગઈ  બંને એકબીજાના મીઠા સાનિધ્યને માણી રહ્યા. બે હૈયા એકબીજામાં પરોવાઈ ગયા. બંનેના હોઠ પ્રેમથી બીડાઈ ગયા!! અસ્ત થતો સૂરજ આ મિલનને માણતો પોતાના સોનેરી કિરણો પ્રસરાવી રહ્યો!

લાવણ્યાના સંપૂર્ણ સ્વસ્થ થયાં બાદ આખરે એક દિવસ આશુતોષે બધાની વચ્ચે ' રિંગ ' પહેરાવીને લાવણ્યાને લગ્ન માટે ' પ્રપોઝ ' કરી. લાવણ્યાએ આંખો ઝુકાવીને પોતાની સંમતિ આપી દીધી. બધાએ બંનેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.

જીવનસંચય હોસ્પિટલે આ મધુર મિલનના ઉત્સવને આનંદથી ઉજવ્યો. આખી હોસ્પિટલમાં ખુશીઓનું મોજું ફરી વળ્યું. તેમના પ્રેમના સાક્ષી પ્રેરણા અને અશ્વિનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયાં. અશ્વિને પોતાનો હાથ ધીરેથી પ્રેરણા તરફ લંબાવ્યો. પ્રેરણાએ પોતાનો હાથ તેના હાથમાં મૂકી દીધો.

 

બીજે દિવસે મીડિયાએ ' હેડલાઈન ' ચમકાવી. મશહૂર ફિલ્મ સ્ટાર લાવણ્યા કુમારી અને મશહૂર સર્જન ડૉ. આશુતોષ લગ્નગ્રંથિથી જોડાશે. પહેલું કવરેજ અમારી ચેનલ પર જોવાનું ન ચૂકશો!

જીવનસંચય મા એક નવા અધ્યાયની શરૂઆત થઈ. સાચો પ્રેમ એ જ જીવન સંચય!!

(સંપૂર્ણ )

-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...