નવલકથા જીવન સંચય 9

 

     આશુતોષ A.K પાસે પહોચ્યો .એ સમયે તે જોરથી બૂમાબૂમ કરી રહ્યો હતો. તમે અહિયાં આ રીતે દર્દીનો ઈલાજ કરો છો? ઓપરેશન થયાના આટલા કલકો સુધી એને ભાન આવ્યું નથી. તો તમે કશું કરતાં કેમ નથી? એને કઈ થઈ જશે તો? શું આમ દર્દીનો ઈલાજ થતો હશે?? ક્યાં ગયો એ ઓપરેશન કરનાર ડોકટર? હું હમણાં જ તેને બોલાવો! મારે લાવણ્યા ને અહી નથી રાખવી,. હું તેને મુંબઇને ટોપ મોસ્ટ હોસ્પીટલમાં લઈ જઈશ, આવી હોસ્પિટલમ હું એને નહીં જ રાખું ....

.  આશુતોશે પાછળથી કહ્યું, " અશ્વિન.... પોતાનું નામ સાંભળી એક પાછળ ફર્યો સામે આશુતોષને જોઈને અવાક રહી ગયો ને બોલ્યો  " આશુતોષ.. તું અહીં! અશ્વિનની આંખોમાં અપાર આશ્ચર્ય હતું. અને મનમાં અનેક પ્રશ્નો હતા. જે તે આશુતોષને પૂછી ન શક્યો. માત્ર તેની સામે જોઈ જ રહ્યો. શું બોલવું તે ના સમજતા થોડીવાર મૌન થઈ ગયો.

એ ચુપકીદી ને તોડતા આશુતોષ બોલ્યો, " હું આ હોસ્પિટલનો ' ડીન ' છું. આ ઓપરેશન મેં જ કર્યું છે.  તમારા જે પણ કઈ કહેવું હોય તે તમે મને શાંતિથી કહી શકો છો.

  આશુતોષને અહીં જોઈ અશ્વિન શાંત થઈ ગયો એથી હોસ્પિટલના સ્ટાફે નિરાંતનો શ્વશ લીધો. અશ્વિનને ત્યાં લોબીમાં શાંતિથી બેસાડીને આશુતોષે લાવણ્યા પરિસ્સિથિતિ વિષે તને માહિતગાર કર્યો ને જણાવ્યુ કે આવી પરિસ્થ્તિમાં દર્દીના ભાનમાં આવતા જરૂર કરતાં વધારે સમય લાગે તો પણ અમે તેમના રિસ્પોન્સ સિવાય બીજી કોઈ સારવાર ન કરી શકીએ. હજી થોડા કલાકો રાહ જોઈ શકાય એમ છે. એ પછી હું મારી ટિમ ના બીજા ડોક્ટરો સાથે મળીને આગળની સારવાર અંગે નિર્ણય લઇશ! આ હાલતમાં દર્દીને અહીથી બીજે લઈ જવું જોખમકારક સાબિત થઈ શકે એમ છે!

અશ્વિને કહ્યું"   હવે ,મારે લાવણ્યા ને અહીથી કશે જ લઈ નથી જવી. બલ્કે હવે તો મારે  એની કોઈ જ ચિતા કરવાની જરૂર નથી. નવ આઈ નો થેટ લાવણ્યા ઇસ ઈન સેફ હેન્ડસ. લાવણ્યા ને તારાથી વધુ સારો  કોઈ પણ ડોક્ટર નહીં મળી શકે! બલ્કે મારે તારી માફી માંગવી જોઇયે કારણ હું આજે ઘણું બધુ બોલી ગયો.  હું આઉટડોર શુટ માટે વિદેશ ગયો હતો. ત્યાં મને લાવણ્યાના અકસ્માત વિષે સમચાર મળ્યા. એથી હું બધુ કામ અધૂરું છોડીને અહી આવી ગયો. એરપોરથી સીધો અહી જ આવું છુ અહી લાવન્યાને આ હાલતમ જોઈને હું મગજ પરનો કાબૂ ખોઈ બેઠો. I am sorry. મારા શબ્દોથી તને અને હોસ્પિટલના બીજા લોકો ને તકલીફ થઈ હોય તો હું દિલગીર છુ!  આ મારો નંબર છે. જયારે લાવણ્યા ભાનમાં આવે ત્યારે મને કોલ કરજે,.હું આવી જઈશ ! " આમ કહી અશ્વિન ત્યાંથી સડસડાટ નીકળી ગયો.

અશ્વિન સાથેની કડવી યાદોથી અશાંત બનેલા આશુતોષના મન ને અશ્વિન નું આ નમ્રતા ભરેલું વર્તન થોડીક શાંતિ આપી ગયું. છતાય અશ્વિન તરફ તેના હૃદયમાં રહેલી નફરત ને આ વર્તન એક તલભાર પણ ઓછી તો ના જ કરી શક્યું કારણ ... અશ્વિન એ જ વ્યક્તિ હતો જે એના  લાવણ્યાના સંબંધો તૂટવાનું એક કારણ હતો. એજ તો લાવણ્યા ને એનથી દૂર લઈ ગયો હતો ...એ વ્યક્તિને એ ક્યારેય માફ કરી શકવાનો નહોતો.!

આશુતોષનું મન ઉદાસીથી ધેરાઈ રહ્યું હતું. અશ્વિન ના આગમને ભૂતકાળની મીઠી યાદોને કડવાશથી ભરી દીધી હતી. આશુતોષને લાગ્યું કે જો એ હવે થોડોક સમય પણ અહી એકલો રહશે તો જીવનની એ દર્દભરી પળો ફરી જીવંત બની જશે! એ ધડીઓ એટલુ દર્દ આપશે જે તે સહન નહીં કરી શકે.જે દર્દની વષોથી હૃદયના એક ખૂણે ભરી રાખ્યું હતું એ દર્દ ફરીથી બેઠું થઈ જશે. આ દર્દ નો અહેસાસ  તેને અકલવી રહ્યો હતો! મનને ક્યાય ચેન નહોતું. એથી પોતાની કેબિનમાં જઈને એકલા બેસવાનું મુનાસિબ લાગ્યું. ત્યાં સામેથી પ્રેરણ આવી ને બોલી . આશુતોષ શું A.કે ગયા ? આમરે એમેન મળવું હતું હે ઇસ માય ફાવરેટ ઍકટર હું તારી પાછળ અહી જ આવતી હતી ત્યારે મારા એક પેશન્ટ ને અચાનક મારી જરૂર પડી એટલે મારે ત્યાં જવું પડ્યું તો પણ હું જલ્દી અહી આવી તે મને રોક્યા કે મ નહીં મારે મળવું તું

આશુતોષ બોલ્યો ,’ આ લે એનો નંબર લાવણ્યા ભાનમાં આવે ત્યારે એને ફોન કરજે. એ અહી આવશે ત્યારે મળી લેજે.  આઈ હેટ હિમ મે . હું એને કોલ નથી કરવાનો.

પ્રેરણા બોલી . શ માટે? મે સંભાળ્યું છે કે તેઓ ખૂબ સારા ઍકટર હોવાની સાથે ખૂબ સારા વ્યક્તિ પણ છે. હે ઇસ આ નાઇસ ગાય.

આશુતોષ બોલ્યો ‘’ હશે કદાચ પણ મારા અને લાવણ્યા ના સંબંધો તૂટવાનું એક કારણ અશ્વિન પણ છે.

કેમ તમારા પ્રેમની કબૂલાત પછી એવું તમારી વચ્ચે શું બન્યું હતું! ને A.K એમાં કઈ રીતે આવ્યા?’

આશુતોશ બોલ્યો ,’ ચલ મારી કેબિનમાં હુ તને કહું! બને આગળ વધ્યા ત્યાં જ એક નર્સ આવીને બોલી,’  “ સર આઈ હેવ ગુડ ન્યુસ ફોર યુ! લાવણ્યા મેમ  ઇસ બેક તો હેર સેન્સેસ. ફાઇનલી શી હસ ઓપેન્ડ હર આઈસ... નર્સ ઓસપિટલમાં બીજા બધાને આ ખબર આપવા દોડી ગઈ

 લાવણ્યાની આંખ ખૂલવાની કયારથી રાહ જોનાર આશુતોષના પગ અત્યારે ICU તરફ જવા ઉપડતા નહોતા. એ ત્યાં જ ખુરશી પર બેસી  ગયો ને બોલ્યો,’પ્રેરણ તું જા આઇ થિંક હું તેનો સામનો નહીં કરી શકું. તું જ એને મળી આવ. એના દરેક રેસ્પોન્સ નોટ કરજે. ખાસ જોજે કે એને અકસ્માત વિષે કશું ના યાદ આવે . આવે તો પણ તું વાતોમાં ભુલાવી દેજે. અને હ એને પેઇન કિલ્લેર્સ ની  જરૂર પડી શકે છે તો ...

આશુતોષ, આઈ કેન હૅન્ડલ હેર બીટ સ્ટિલ આઈ ઇનસિસ્ટ થેટ યુ શુડ કમ વિથ મી. તારે જવું જોઇયે એની પાસે! અત્યારે લાવણ્યા ને  ડૉક્ટર ની નહીં બલ્કે એક મિત્રની સખ્ત જરૂર છે, તારે એની પાસે  જવું જોઈએ! આજે એક ડોક્ટરની જીત થઈ છે એની સાથે એક મિત્ર પણ હારવો ના જોઇયે. ઊભો થા! ચલ મારી સાથે! તારી એકમિત્ર જે અત્યારે ખૂબ દર્દમથી પસાર થઈ રહી છે એને જાણ થવી જોઈએ કે એને આ દર્દમથી બહાર લાવવા એની સાથે એનો ખાસ મિત્ર છે. તો એનું દર્દ થોડું ઓછું થશે. અત્યારે બીજું બધુ ભૂલી જ એ વિચાર કે અત્યારે ફૂલોથી કોમલ તારી સખીને કાંટાથી વધુ વેદના થઈ રહી છે. એ દર્દ તારી હાજરીથી થોડું ઓછું થઈ જશે!

પ્રેરણા શબ્દોથી  આશુતોષ એ કપરી પળનો સામનો કરવા તૈયાર થયો.

આજે બાને બંને આઠ વર્ષો દસ મહિના અને વીસ દિવસ બાદ બાદ એકબીજાની સામે આવનાર હતાં.

(ક્રમશ:)

_તની

https://www.vichardhara.net/2024/05/10-golden-pen-award-winner-story.html

read part 10 here


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...