નવલકથા જીવન સંચય 8

 

      આશુતોષે ઈન્સ્પેક્ટરને સમજાવતા કહયું કહ્યું કે, " દર્દી ભાનમાં આવશે ત્યારે તેની હાલત ખુબ નાજુક હશે કારણ તેને માથામાં ગંભીર ઇજા થઇ છે. કાચની કરચોએ ચહેરો તથા શરીરના અમુક ભાગને ઘાયલ કર્યા છે. તેના દર્દનો અહેસાસ ખુબ કપરો હશે. એ સમયે ' સ્ટેટમેન્ટ ' લેવાથી એમની માનસિક તથા શારીરિક હાલત ખરાબ થવાની શક્યતાઓ ઘણી વધુ છે. હું એક ડૉક્ટર તરીકે તમને પરવાનગી નહીં આપી શકું. " ઈન્સ્પેક્ટરે આશુતોષની વાત કબૂલ કરી અને જણાવ્યું કે, " હાઈ, પ્રોફાઈલ કેસ છે. એથી મારા બે માણસો અહીં જ રહેશે. જયારે મેડમની હાલત ' સ્ટેમેન્ટ ' આપવા જેવી થાય ત્યારે હું પાછો ફરીશ." ઇન્સ્પેક્ટર જવા નીકળ્યા.

અચાનક પાછળ ફરી તેઓ બોલ્યા, " સોરી ડૉક્ટર, તમારા અંગત જીવન વિષે મીડિયામાં જે વાતો ઉડી રહી છે એ વિષે તમે કશું કહેવા માંગો છો? હું એમાં તમારી કોઈ  મદદ કરી શકું? "

આશુતોષ બોલ્યો, " તેઓ કોઈ પણ સ્ટોરી બનાવે તે બનાવા દો..અમે બંને પડોસી હતા અને મિત્રો પણ! એથી વધુ કંઈ જ નથી. અત્યારે તે મારી દર્દી છે અને તેની કાળજી કરવી એ મારી ફરજ છે. સિવાય હું કશું જ કહી નહીં શકું.

ઈન્સ્પેક્ટર બોલ્યા," ઠીક છે! હું તમારી સાથે છું. મારે લાયક કઈ પણ કામ હોય તો જણાવજો. બહારની સિક્યુરિટી વધુ કડક કરવા માટે મેં બંદોબસ્ત કરી દીધો છે કારણ મેડમને ભાન આવ્યા બાદ ભીડ બેકાબૂ બની શકે છે. તમારા  માટે પણ સિકયોરિટીની વ્યવસ્થા કરી છે. જેથી તમને હોસ્પિટલની બહાર આવવા જવામાં  તેઓ તકલીફ ન કરે." આશુતોષે ઈન્સ્પેક્ટરનો આભાર માન્યો. ઈન્સ્પેક્ટરે ત્યાંથી વિદાય લીધી.

 

આશુતોષ I. C.U. તરફ પાછો ફર્યો.  લાવણ્યા એ આંખો ખોલી હશે કે નહીં? આ વિચારતા ઉતાવળે ત્યાં પહોચ્યો પરંતુ, લાવણ્યા હજી ભાનમાં નહોતી આવી. પોતે ધાર્યા કરતાં લાવનયાની બેહોશીને વધુ સમય લાગી રહ્યો હતો. આશુતોષને ભય હતો કે એ કદાચ કોમામાં પણ જઈ શકે છે. તેને પ્રેરણા અને હોસ્પિટલના બીજા કાબેલ સાથે ચર્ચા કરવા મિટિંગ બોલાવી. આવા કેસમાં થોડા વધુ કલાકો રાહ જોવાનું બધાએ મુનાસીબ માન્યું અને દર્દીના ' રિસ્પોન્સ ' સિવાય આગળ વધવાનું નક્કી કર્યું. બીજા થોડાક કલાકો લાવણ્યાના જાગવની રાહ જોવાનું આશુતોષને કપરું લાગી રહ્યું હતું.પણ એ સિવાય છૂટકો નહોતો. આશુતોષ માટે હવે એક એક પળ પણ મુશ્કેલ હતી,  એ પ્રેરણા જાણતી હતી એથી એ આશુતોષ સાથે જ રહેવાનું મુનાસિબ માન્યુ. કોફીના મગ લઈને તે આશુતોષની કેબિનમાં આવતા જ બોલી.’ હવે તો I.C.U.ની બહાર પોલીસ ના માણસો ઊભા છે એથી આપણે અહી જ બેસીને વાત કરીશું.

આશુતોષે કોફીની સિપ લેતા કહ્યું,’ પ્રેરણા તને શું લાગે છે, લાવણ્યા ભાનમાં આવશે કે કોમાં માં સારી પડશે?’

પ્રેરણા બોલી. એક ડોક્ટર તરીકે કહુ તો બંને ના ચાન્સ છે. આવી સર્જરી પછી કોમાં માં જવાના ચાન્સેસ વધુ છે. પરતું, એક મિત્ર તરીકે તને એટલો વિષવાશ તો આપવી જ શકું કે લાવણ્યા આંખો જરૂર ખોલશે. શી વિલ સુન બી બેક તો હેર સ્નેસિસ. શે વિલ્લ બી ફાઇન સૂન.

આશુતોષ, બોલ્યો. હું અનેકવાર મારા દર્દીઓના સંબંધીઓને આજ રીતે હીમત આપી ચૂક્યો છુ. પરતું, આજે મારૂ મન શ માટે માનતું નથી . મારૂ મન નેગેટિવ વિચારો જ કરે છે. એક છૂપો ભય મારા મન ને સતવી રહ્યો છે.

પ્રેરણા બોલી,’’ પ્રિય વ્યક્તિને ખોઈ બેસવાનો ભય છે. જે જાણે અજાણે તારા મન પર કબ્જો કરી રહ્યો છે. જ્ કોઈ પ્રિય વ્યક્તિ દૂર જવના ખ્યાલ માત્ર થી આવું થવું સ્વાભાવિક છે. વિશ્વાસ રાખ લાવણ્ya તારથી દૂર નહીં થાય.

આશુતોષ ; અમે ઘણીવાર એક બીજાથી દૂર થયા છે પણ ક્યારેય માર માને આવો ભય નથી પરતું , આજે કેમે કરીને મારૂ મન માનતું જ નથી. એ આંખો ખોલે એમાં જ એક ડોકટર ની જીત થશે.

પ્રેરણા; માત્ર એક ડોક્ટરની કે એક મિત્ર ની કે પછી એક પ્રેમીની જીત ?

આશુતોષ :પ્રેમ થયા પછી મિત્રતા તો રહી જ નહોતી ને પ્રેમ પણ .... એક લાંબો નિશ્વાશ લઈને આશુતોષ બોલ્યો. હવે પ્રેમ પણ ક્યાં રહ્યો છે. માત્ર મારે હવે એક ડોક્ટર તરીકે જીતવું છે એક માં ને પોતની દીકરી હસતી બોલતી પરત કરવી છે અને તને ચાહકોને એમની પ્રિય અભિનનેત્રી પછી આપવી છે. ને અશ્વિનને તેની ....

   ત્યાં એક ઉતાવળે કેબિનમાં આવી ને બોલી ,” ડોક્ટર બહાર ફિલ્મ સ્ટાર A.K આવ્યા છે. તેઓ ખૂબ ગૂસામાં છે. તેમણે હોસ્પિટલમાં બૂમાબૂમ કરી મૂકી છે. લાવણ્ય મેડમનુ ઓપરેશન કરનાર ડોક્ટરને તેઓ હમણાં  જ મળવા માંગે છે! બહાર બધા બહુ ડરી ગયા છે. તમે જલ્દી ચાલો તેઓ કોઈનું સાંભળતા જ નથી ને તોડફોડ કરી રહ્યા છે.

 આશુતોષ તરત જ A.K ને મળવા દોડ્યો.. A. K એટલે અશ્વિન કુમાર! ફિલ્મી દુનિયાઓ એક ચમકતો સિતારો હતો. એ  લાવણ્યા સાથે એકટિંગ સ્કૂલમાં હતો ત્યારથી તેનો સારો મિત્ર હતો.  બને એ ફિલ્મ લાઇનમાં પણ સાથે જંપલાવ્યું હતું. એમની પહેલી ફિલ્મ ક્યાં મહોબત ઇસી કો કહેતે હે સુપરહિટ થઈ હતી. એ પછી તેમણે અનેક ફિલ્મો સાથે જ કરી હતી.

 આશુતોષેને હજુયે યાદ હતો એ દિવસ..... વર્ષો પહેલાં જયારે એના માતા પિતાનું અકસ્માતમાં નિધન થયું હતું. આશુતોષ ત્યારે ભણવાનું અધૂરું છોડીને વિદેશથી આવ્યો હતો. લાવણ્યા આશુતોષને મળવા આવી હતી. પ્રાર્થના સભામાં લાવણ્યાની સાથે અશ્વિન આવ્યો હતો ત્યારે તેને પહેલી વાર મળ્યો હતો. બધાના ગયા બાદ એકલા પડેલા આશુતોષને લાવણ્યા તેના રૂમમાં મળવા આવી હતી ત્યારે, આશુતોષ નાના બાળકની જેમ લાવણયાના ખભે માથું મૂકીને રડી પડેલો. એને હિંમત આપતા લાવણ્યા બોલી, " આશુ, ઈશ્વર પાસે આપણું કઈ ચાલતું નથી. હિંમ્મત રાખ! આપણા જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણાં હાથમાં નથી હોતી. આપણે એનો સ્વીકાર કરી જીવવું પડે છે. તું આમ હિંમ્મત ખોઈ બેસીશ તો કેમ ચાલશે.." તેના શબ્દોથી આશુતોષને ઘણી હિંમ્મત મળી હતી. ત્યાં અચાનક અશ્વિન આવી ચડ્યો એને લાવણ્યાને કહયું, " સોરી ટુ ડિસટબ! પણ, આપણી નવી ફિલ્મની ઇવેન્ટ છે. તારે આવવું જરૂરી છે. " એ સમયે AK અને લાવણ્યાની પહેલી ફિલ્મ રીલીઝ થઈ હતી. પ્રમોશન ખૂબ જરૂરી હતું એથી લાવણયાને જવું પડ્યું. તેણે આશુતોષને કહ્યું, " હું જલ્દી પછી ફરીશ. " આવા કપરા સમયે તે આશુતોષને રડતો મૂકીને AK સાથે નીકળી ગઈ હતી....તે દિવસને યાદ કરતાં આશુતોષનું મન ઉદાસ થઇ ગયું.

 

એ કડવી યાદોની વિસરે પડી આશુતોષ એક ડોક્ટર તરીકે A.K ને મળવા પહોચ્યો

_તની

https://www.vichardhara.net/2024/05/9.html

read part 9 here

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...