નવલકથા જીવન સંચય 7 (golden pen winnner story)
હવે આશુતોષ માટે હોસ્પિટલથી બહાર નીકળવું
મુશ્કેલ હતું. આમ પણ લાવણ્યા ભાનમાં ન આવે
ત્યાં સુધી હોસ્પિટલની બહાર જવાનું આશુતોષને મન પણ નહોતું થતું. એથી તે પોતાની
કેબિનમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે કોમન રૂમમાં હજીયે ટી.વી ચાલુ જ હતું. એ જ
ન્યુસ ફરી ને ફરી દેખાઈ રહ્યા હતા. આશુતોષ એ તરફ જોયું ના જોયું કરીને પોતાની
કેબિનમાં પાછો ફર્યો. ને વિચારી રહ્યો, સમાચારોમાં કહેવાતી વાતો સાવ ખોટીએ નહોતી.
શું એ પ્રેમ નહોતો! ભલે એ વિષે તેને
ક્યરેય કોઈને કહ્યું નહોતું પરંતુ ,એમની એક પ્રેમ કહાની હતી
તો ખરી જ!
પ્રેમ નો ઈજહાર
તો એ લાવણ્યા ને પત્ર લખીને કરી જ ચૂક્યો હતો. લાવણ્યા એ પણ એ જ સાંજે ડિનર પર મળવા
કહ્યું જ હતું ...કેટલી સુંદર સાંજ હતી એ ... એ સાંજે એ સમય કરતા વહેલો ડિનર માટે હોટેલ
પહોંચી ગયો હતો. લાવણ્યા સફેદ સલવાર કમીઝમાં સુંદર તૈયાર થઈને આવી હતી.અને
જોઈને આશુતોષને લાગ્યું હતું કે જાણે આજે આકાશમથી કોઈ પરી ઉતારીને એની સામે ઊભી
રહી છે. આશુતોષ કઈ બોલી નહતો શક્યો માત્ર એને જોતો જ રહ્યો હતો ત્યારે એ બોલી ,”
આમ શું જુવે છે . એક ડોકટરનો ઈલાજ કરવો હોય તો ડૉક્ટર ની જેમ તૈયાર તો થવું પડે ને!’
આશુતોષ :’ જો આવી સુંદર ડોક્ટર મારી હોસ્પીટલમાં હોય
તો દર્દી ની લાઇન લાગી જાય. ‘
લાવણ્યા મારે તો એક
જ દર્દીનો ઈલાજ કરવાનો છે બીજા બધા ને તું
જોઈ લેજે.. ચલ આપણે સામેના ટેબલ બેસીને વાત કરીયે.’
બને દૂર આવેલા એક ટેબલ પર જઈને નિરાંતે બેઠા. સલૂની સાંજ
ઉગીને આથમી ગઈ હતી. અંધારું પોતાની સુંદરતા પાથરી રહ્યું હતું. જગારા મારતી લાઇટો
ની સુંદરતા રેસ્ટોરન્ટના પરિસરને શણગારી રહી હતી. બારીમથી દરિયો ખૂબ સુંદર દેખાઈ રહ્યો
હતો. આશુતોષને એ સુંદરતા જોવાની ક્યાં પડી જ હતી એ તો લાવણ્યા ના ઉતરની રાહ જોઈ
રહ્યો હતો.
લાવણ્યયા બોલી. “ આશુ .મે તારી આંખોમાં પ્રેમ તો મેં ક્યારનો જોયો હતો.
બસ હું એ જ રાહ જોતી હતી તું
કઈ રીતે એનો ઈકરાર કરીશ. આખરે ડોક્ટરનો ઈકરાર રિપોર્ટસ મારફતે થયો ખરો! સાચું કહું આશુ હું કેટલાય દિવસોથી આજ પળની રાહ જોતી હતી. આખરે એ પળ આવી ગઈ. મારા હૃદયમાં પણ તારા માટે એજ લાગણી છે . જે તારા દિલમાં છે
. હા , હું પણ તને ખુબ જ ચાહું છું. તારાથી વધારે મને કોઈ સમજી નથી શકતું.
તારી દોસ્તી મારા માટે દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે ને તારો પ્રેમ મારૂ જીવન ...
તારા હાથમાં હાથ પરોવીને ચાલીશ તો જીવનની સફર સુંદર બની જશે!”
આમ કહી લાવન્યા એ
પોતાનો હાથ આશુતોષના હાથમાં મૂકી દીધો હતો. બંનેએ એકબીજાના હાથમાં હાથ પરોવીને પ્રેમ કબૂલ
કર્યો હતો! કેટલી સુંદર ક્ષણો હતી એ! પ્રેમ માંગ્યો અને પ્રેમ મળી ગયો! એ ઘડીને
જાણે જાણે સ્વર્ગના સુખનો અહેસાસ થઇ રહ્યો હતો! કેટલીય વાર સુધી આંખોમાં
આંખ નાખી બંને એકબીજાને જોતાં રહ્યા હતા!!....
અચાનક આશુતોષની
કેબીન ના દરવાજે ટકોરા થયા. વર્ડબોય એ આવીને કહ્યું.’
ઉપરના રૂમમાં તમને ફ્રેશ થવાની સગવડ થઈ ગઈ છે,’ આશુતોષ ભૂતકાળના મધુર સ્મરણો
ને ખંખેરીને ઊભો થયો ને ફ્રેશ થવા ગયો. આમ પણ તેને આજે ડે ઓફ હતો એથી હોસ્પિટલના
ઑ.પ.ડી માં કોઈ પેશન્ટ નહોતા. તેની પાસે ભરપૂર સમય હતો. શાંતિથી શવર નીચે ઊભો રહીને
ગાઈકલનો બધો જ થાક ઉતારી રહ્યો. નાહીને બહાર આવ્યા બાદ તન અને મન પ્રફુલિત બન્યા.
હવે થોડા સમય માં લાવણ્યા ભાનમાં આવી શકે એમ હતી. એથી નહીંને સીધો .ICU પહોંચ્યો. કાદંબરી આન્ટી સામેના રૂમમાં આરામ કરી રહ્યા હતા એથી તેમને ડિસ્ટર્બ ન
કર્યા . ત્યાં સોફા પર બેસીને સૂતેલી લાવણ્યા ને જોઈ રહ્યો.. લાવણ્યાના ઑપરેશનને ત્રીસ કલાક થવા આવ્યા
હતા. તોયે હજી તે ભાનમાં આવી નહોતી . એ તો કોઈ પણ હલનચલન વિના હોસ્પિટલના બિછાને સૂતી
જ હતી.
આ એ જ
નટખટ લાવણ્યા હતી, જે એક પળ શાંતિથી
નહોતી બેસતી. બીચ પર ફરવા જતા ત્યારે આશુતોષને ખૂબ દોડાવતી. એના ચશ્માં લઇને ભાગી
જતી..તો ક્યારેક મજાક કરીને એને પજવતી પરંતુ ક્યારેય શાંત નહોતી બેઠી. આજે તે આ રીતે
શાંત હતી એ શાંતિ આશુતોષને ગમતું
નહોતું .. એ કદાચ
હમણાં જ આંખો ખોલશે ,એવી આશાએ એ ત્યાં બેસી
રહ્યો.
પાછળથી આવી પ્રેરણાએ ખભા પર હાથ મૂક્યો ને બોલી, " ચાલ તારી કેબિનમાં બેસીને વાત કરીએ."
ના, અહીં જ બેસ ને! કદાચ
અહીંથી જ મને મારા ભૂતકાળના જીવનના પાનું ખોલાવની હિંમત મળશે. આશુતોષ બોલ્યો.
આશુતોષ તારી આંખો ને તારું વર્તન એક જ વાત કહી રહ્યા છે કે અત્યારે તું કોઈ જુના દર્દની ગલીઓમાંથી પસાર
થઇ રહ્યો છે. તને તારો ભૂતકાળ યાદ
કરાવીને હું તને વધુ દુઃખ પહોંચાડવા નથી માંગતી. તું કમફરટેબલ હોય તો
જ વાત કરીયે. " પ્રેરણા
બોલી.
" જ્યારથી
લાવણ્યા અહીં આવી છે. ત્યારથી મારા ભૂતકાળના બંધ પુસ્તકનાં પાનાં આપોઆપ ખૂલતાં જાય છે. એ પાનાં જેમ ખૂલતાં જાય છે તેમ હૃદય નો ભાર વધારતા જ જાય છે
કદાચ તારી સાથે એ પાનાં વાંચવાથી મારું હૃદય વધુ હલકું થશે! અહીં જ બેસ!’ આશુતોષ બોલ્યો.
સ્થિતપ્રજ્ઞ બની સૂતેલી લાવણયાની સામે જોતાં આશુતોષે તેઓની બાળપણની નિખાલસ દોસ્તીથી માંડીને યુવાનીના પ્રેમની કબૂલાત સુધીની બધી જ પ્રેરણાં ને કહી.. મીઠા સ્મરણો વાગોળતાં એની આંખોમાં આવેલી ચમક પ્રેરણાને ખૂબ ગમી. શાંત અને ગંભીર આશુતોષનું એક અલ્લડ પ્રેમી તરીકેનું નવું સ્વરૂપ એ જોઈ રહી હતી..
એ સમયે એ નર્સે આવીને જનવ્યું કે સેનિયર ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ અહી આવી પહોંચી છે॰ તેઓ કહે છે કે લાવણ્યા મેડમ ની બેહોશીના ત્રીસ કલાક પૂરા થઈ ગયા હોવાથી કોઈ પણ સમયે એ ભાનમાં આવી શકે એટલે તેનું '
સ્ટેટમેન્ટ ' લેવા આવ્યા છે’
સ્ટેટમેન્ટ અને અત્યારે નો નોટ પોસ્સિબલ. ઇ મસ્ટ ટોક ટુ
ઈન્સ્પેકટર. પ્રેરણ તું અહી લાવન્યા પાસે રહેજે.
હું ઇન્સ્ફેક્ટરને મળીને આવું છુ”
. આશુતોષ
ઇન્સપેકટર સાથે વાત કરવા ઉભો થયો તેથી ભૂતકાળની વાતોમાં અંતરાય થયો એ
પ્રેરણાને જરાય ના ગમ્યું. અહી આશુતોષ પોલીસ ઇન્સપેક્ટર પાસે ગયો ને તેમને લાવણ્યાની તબિયત વિષે સમજવ્યું ને
કહ્યું કે અને ભાનમાં આવ્યા
બાદ જો તરત સ્ટેટમેન્ટ લેવયા તો દર્દીને એ ભયાનક ક્ષણો ફરીથી યાદ કરવી પડે એ આ
હાલતમાં જોખમી સાબિત થઈ શકે છે. આવા સંજોગોમાં ડરીને મગજ પર દબાણ આવતા તે કદાચ
કોમમાં પણ જઈ શકે છે.
આશુતોષની દરેક વાત ઈન્સ્પેકટર શાંતિથી સાંભળી રહ્યા!!
(ક્રમશ:)
-તની
https://www.vichardhara.net/2024/05/8.html
read part 8 here
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો