નવલકથા જીવન સંચય 6( Golden Pen award winner story)

   આશુતોષ કાદમ્બરી આંટીને હોસ્પીટલમાં લાવીને લાવણ્યની તબિયત ઠીક થઈ જશે એવી ધરપત આપે છે. પછી પોતાની કેબિનમાં જઈને લાવણ્યા સાથે વિતાવેલી સાંજ ને યાદ કરતાં કેબિનમાં જ સૂઈ જાય છે. ત્યારે પ્રેરણા નો ફોન આવે છે. પ્રેરણાનો ફોન મૂકીને આશુતોષ હોસ્પિટલના કોમન રૂમમાં ટી.વી જોવા દોડ્યો. ન્યુસ ચેનલો જીવનસંચય હોસ્પિટલના ડિન ડો આશુતોષ ને લાવણ્યા કુમારીના પ્રેમી તરીકે બતાવી રહ્યા હતા. તો વળી કોઈ ચેનલે એમની બાળપણની મિત્રતા ની ચટપટી લવસ્ટોરી બનાવી દીધી હતી. આ બધુ જોઈને આશતોષ વિચારી રહ્યો, આ લોકોને આવી બધી માહિતી ક્યાથી મળી હશે! અમારા સંબધો વિષે આ લોકોને કઈ રીતે ખબર પડી હશે? શું આમ મારી કોઈ ભૂલ હશે? મે તો મીડિયા ની સામે મારી લાગણીઓ પરનો કાબૂ ગુમાવ્યો તો નથી, નથી મે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું! તો આ બધુ કેમ અને કેવી રીતે? હોસ્પિટલનો આખો સ્ટાફ આ ન્યુસ જોઈ રહયો હતો. બધા આશુતોષની સામે એક અલગ દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. એમની નજરો આશુતોષને  વીંધી રહી હતી. તેણે તરત જ ટી.વી. બંધ કરી દીધું અને પોતાની કેબિન તરફ જવા લાગ્યો

ત્યાં ફરી પ્રેરણાનો ફોન આવ્યો,” તે ન્યુસ જોયા? હું જાણું તેમની વાતોમાં કઈ સત્ય હોતું નથી એથી તું ચિંતા ન કરતો. આના પર કોઈ પ્રતીભાવ આપતો નહીં

આશુતોષ બોલ્યો,” પ્રેરણા મારૂ તો મગજ કામ નથી કરતું. આ બધી સ્ટોરી થી આ લોકોને ક્યાથી મળી હશે? એ વાત સાચી છે કે હું ણે લાવણ્યા મિત્રો હતા, એક સ્કૂલમાં ભણેલા પરંતુ ,આ બધુ..... મને તો કઈ સમજાતું  નથી.

પ્રેરણા બોલી , તું હમણાં કશું જ ના બોલતો. નહીં જસ્ટ ઇગ્નોર ધેમ. ટીએને આ સમાચારોટી કોઈ ફરક જ નથી પડતો એ રીતનું વર્તન રાખજે. તારા કામમાં જ ર્હએજે કોઈ કશું પણ પૂછે તો વાત ટાળી નાખજે. હું થોડી વારમાં હોસ્પિટલ પહોચી જઈશ. પછી આપણે શાંતિથી વાત કરીશું.

ઠીક છે કહીને આશુતોષે ફોન મૂક્યો અને કેબિન ની બદલે I.C.U તરફ લાવણ્યા ને જોવા ચાલ્યો. લાવણ્યાની હાલત સ્થિર હતી પરંતુ, હજી એ ભાન માં નહોતી આવી. નર્સ પાસે જઈને તેનું ચેકઅપ કરીને બહાર આવ્યો ત્યાં જ કાદમ્બરી આંટી ને બહાર જોયા. આરામ થયા બાદ તેઓ થોડા સ્વસ્થ લાગી રહ્યા હતા.  તેમને સમજવીને પરાણે કેન્ટીન્માં લઇ ગયો. એને હજીયે યાદ હતા એ દિવસો જ્યારે કાદમ્બરી આંટી તેને પોતના હાથે પૂરણપોળી ખવડાવતા. એમાંના હાથે બનાવેલી પુરાણ પોળી ને કોથીંબીર વડી અને તેને ખુબ ભાવતી. જયારે બનાવતા ત્યારે આશુતોષને ઘરે બોલાવી પોતાના હાથે ખવડાવતા. આજે આશુતોષ પોતાના હાથે તેમને નાસ્તો કરાવી રહ્યો હતો. તેઓને ખાવાની જરાય ઈછ નહોતી તોય તેમને સમજાવીને ખવડાવ્યું.

નાસ્તો કરતાં તેમણે આશુતોષને પૂછ્યું," તું વિદેશ ચાલ્યો ગયો હતો ને! તો અહીં આ હોસ્પિટલમાં ક્યારે આવ્યો? ઘરે કેમ પાછો ના ફર્યો?

આશુતોષે કહ્યું," મમ્મી પપ્પાનાં અકસ્માત બાદ મને કયારેય ઘરે પાછા ફરવાનું મન ના થયું. એટલે હું ત્યાં જ વાસી ગયો હતો. મે ક્યાએરી અહી પાછા ના ફરવાનું નક્કી કર્યું હતું.પરંતુ, સમય અને સંજોગો જ એવ આવ્યા કે મારે અહી આવવું જ પડ્યું. તમને તો યાદ હશે કે મે મારી કારકિર્દીની શરૂઆત આ જ હોસ્પિટલથી કરી હતી. અહીના ડીન અને મારા માર્ગદર્શક ડો. પાઠક એ મને પત્ર લખીને  અહી આવવા કહ્યું હતું .  અમુક કારણોસર આ હોસ્પિટલ બંધ થઇ જવા આવેલી એ સમયે ડો. પાઠક નું સ્વાસથય પણ સારું નહોતું રહેતું. આ હોસ્પિટલને બંધ થતી તેઓ જાઓઈ નહોતા શકતા એથી તેમને મને અહી આવીને આ હોસ્પિટલને ફરી બેઠી કરવા કહ્યું હતું. આ હોસ્પિટલ અને ડો. પાઠકના મારા પર ઘણા ઉપકાર હતા, એથી હું અહી આવ્યો મને હતું કે થોડા સમય માં આ હોસ્પિટલને સ્થિર કરીને હું પાછો ચાલ્યો જઈશ પરતું. અહી આવ્યા પછી મને લાગ્યું કે   મારા દેશ અને જીવન સંચય હોસ્પિટલને મારી વધુ જરૂર છે એથી હુંઅહી રહી ગયો."

"સારું થયું! તું અહીં છે હવે લાવણ્યા એક ડોક્ટરના નહીં પણ એક  મિત્રના હાથમાં છે. એથી મને શાંતિ છે." તેઓ બોલ્યા.

બને ચ નાસ્તો કરતાં વર્ષોની ના અંતરને ભરી  રહયા. નાસ્તો પૂરો થયા બાદ  કાદમ્બરી આંટીને ICU ના વેઇટિંગ રુમમાં બેસાડીને ઘર તરફ જવા નીકળતો હતો  ત્યાં ડૉક્ટર પ્રેરણા આવી. તેની આંખોમાં હજારો સવાલ આશુતોષ વાંચી શક્યો.

બોલ્યો," તું તારી સર્જરી પતાવી લે, પછી  આપણે શાંતિથી વાત કરીશું એ સમય દરમ્યાન હું થોડીવાર માટે ઘરે જઈને ફ્રેશ થઈને આવું છું.

પ્રેરણા બોલી ,’ તું કઈ રીતે જશે બહાર મીડિયા વાળા તને અનેક પ્રશ્નો કરીને હેરાન કરી મૂકશે .  તારું કોઈ પણ રીક્ષણ તારી અને લાવનયા મેમની કારકીડી પર અસર કરી શકે છે. આ થીંક અત્યારે તું અહી જ સેફ છે. બહાર ના જાય એજ સારું છે.

આશુતોષ બોલ્યો. યુ આર રાઇટ! આમ પણ મારે અહી રહેવું જોઇયે હું થોડી વાર મારી કેબિનમાં જ આરામ કરીશ ને પછી ઉપરના રૂમમાં જઈને ફ્રેશ થઈ જઈશ. કોઈ ને ઘરે મોકલીને મારા કપડાં માંગવી લઉં છુ.

પ્રેરણ બોલી,’ એની કોઈ જરૂર નથી. હું જાણતી જ હતી કે તું આજે અહીથી જઈ નહીં શકે હું તારા રમ પરથી તારી જરૂરી ચીજો લઈને આવી છુ. બધુ જ તારી કેબિનમાં મૂકવી દીધું છે.

આશુતોષ બોલ્યો. પ્રેરણા તું ના હોત તો મારૂ શું થાત! થેંક્સ આ લોટ ..ઇ થીંક યુ આર ગેટિંગ લેટ ફોર સર્જરી. . વી વિલ મીટ લેટર. હા, જતાં જતાં એક વાર  લાવણ્યા ને જોઇ લેજે.

દર્દી કે ' પેશન્ટ ' શબ્દની બદલે આશુતોષના મુખેથી લાવણ્યા સાંભળીને પ્રેરણાના દિલને એક અલગ દુઃખની અનુભૂતિ થઇ રહી! શું ન્યુસ ચેનલોની સ્ટોરી સાચી હશે ? શું આશુતોસને લવણયને બાળપની મૈત્રી પ્રેમમાં પરિણમી હશે ? તેઓ જુદા શ મટે થયા હશે ? શું આશુતોષ હજી પણ લાવણ્યા ને પ્રેમ કરતો હશે ? આવા અનેક પ્રશ્નો પ્રેરણાના માનને ઘેરી વળ્યા..પોતાની કેબિનમાં કોફીની ચૂસકી લેતી પ્રેરણા એમએનએનના ઉગવેગને આજે કોફીની ચૂસકીઓ પણ શાંત કરી શકતી નહોતી ત્યાં જ હેડ નર્સ આવીને બોલી , મેડમ સર્જરીની બધી તૈયારો થઈ ગઈ છે. પેશન્ટ એનેસ્થીશિયા લેતા પહેલા એક વાર તમને મળવા માંગે છે. મનમાં ચાલતા વિચારોના વમળને શાંત કરીને પ્રેરણ બોલી,’ તમે જા. હું થોડી વારમાં જ આવું છુ,’ અત્યારે ફરજ વધારે જરૂરી હતી એથી મન માં ચાલતા વિચારોને  વિરામ આપી ને પ્રેરણા એ કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું પરંતુ, આશુતોષનું માન હજીયે લાવણ્યા ની યાદોમાં જ ખોવાયેલું જ હતું ... 

ક્રમશ 

_તની

https://www.vichardhara.net/2024/05/7-golden-pen-winnner-story.html

Read pat 7 here

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...