નવલકથા જીવન સંચય 19 (Golden pen winner story)

 

     અશ્વિન સાથેની મુલાકાત બાદ આશુતોષના મનનો ભાર હળવો થયો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. લાવણ્યને મળીને તેની માફી માંગવા તેનું મન અધીરું બન્યું હતું તેથી સીધો હોસ્પિટલ પહોચ્ય. ત્યાં ગેટ પર જ દરવાને કહ્યું,” તમને મળવા ઈન્સ્પેકટર સાહેબ આવ્યા છે. તમારી કેબિન માં બેઠા છે. આશુતોષ ઉતાવળે કેબિન તરફ ગયો.

આશુતોષ બોલ્યો’” માફ કરશો તમને રાહ જોવી પડી. તમે આવવાન છો એની મને જાણ નહોતી.”

ઇટ્સ ઓકે . હું પણ તમને જાણ કર્યા વિના અચાનક જ આવી ગયો  મેડમના કેસ બાબતે તમને એક જરૂરી વાત કરવી હતી.

“હું પણ તમને જ મળવા માંગતો હતો. મારે પણ એ જ અંગે વાત કરવી હતી. પહેલા તમારાથી જ શરૂઆત કરીયે,” આશુતોષ સામે બેસતા બોલ્યો.

“ આ અકસમત કરનાર ટ્રક ડ્રાઈવર અમારા કબજામાં આવી ગયો છે. એને કાબુલ કર્યું છે કે એ નશાની હાલતમાં ડ્રાઈવ કરી રહ્યો હતો. શાર્પ ટર્ન લેતી વખતે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. જેથી આ ભયંકર અકસ્માત થયો હતો. અકસમત થતાં એ ડરી ગયો એટલે ઘટના સ્થેળેથી ભાગી છૂટ્યો હતો. અમે તેની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ. આ તબબ્કે બધા પુરાવાઓ જોતાં મને લાગી રહ્યું છે કે આ સાચે જ એક અકસ્માત જ હતો. કોઈએ ઘડેલા કાવતરાનો ભાગ ન હતો.”

આશુતોષ બોલ્યો,” મને હમણાં જે જાણવા મળ્યું છે એ પરથી તમારી વાત સાચી હોય શકે એવું લાગી રહ્યું છે. આશુતોષે ઇન્સ્પેક્ટરને અશ્વિનના કહ્યા પ્રમાણે લાવણ્યાની માનસિક સ્થિતિ વિષે જણાવ્યું.  અને કહ્યું કે આ પછી મને પણ નથી લાગતું કે કોઈએ આ અકસમત કરવ્યો હોય શકે..”

 ઇન્સ્પેક્ટરર કહ્યું, " યુ અરે રાઇટ. છતાય અત્યારે કશું ધરી લેવું મેડમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એથી આને થોડીક તકેદારી રાખવી જ  રહી. કદાચ મેડમ સાચું કહેતા પણ હોય. હું કડક સલામતી બંદોબસ્ત તો ઉઠાવી જ લઉં છુ છતાય મારા અમુક ઓફિસરો અહીં તૈનાત રહેશે. પછી જરૂર નહિં લાગે તો હું તેમને બોલાવી લઈશ. " કહીને તેઓ નીકળ્યા.

    ઇન્સ્પેક્ટરના ગયા બાદ આશુતોષે નિષ્ણાત ' સાયકાઈસ્ટિક્સટ ' ડૉ. શાહને ફોન જોડ્યો. આ કેસમાં કઈ રીતે આગળ વધવું એ વિષે ચર્ચા કરી. પોતાના બીજા જરૂરી કામો પતાવીને આઈ સી યુ તરફ ગયો. એ સમયે લાવણ્યા જાગતી હતી.. સંપૂર્ણ આરામ મળવાથી એ થોડી ' ફ્રેશ ' જણાઈ. આશુતોષે તેની નજીક જઈને તેના પર લાગણી ભર્યો હાથ પાસવારતા કહ્યું,” લાવણ્ય, હું આજ થી પળે પળ તારી પાસે જ રહીશ. હું ટતને કશું નહીં થવા દઉં. આ અકસ્માતે તારા શરીરને આપેલા દરેક જખમને ભરી દઇશ. એ સાથે મારા આપેલા જખમોને હું પણ ભરવાની પૂરેપુરી કોશિશ કરીશ. મને મારી ભૂલ સમજાઈ છે. હું માફીને લાયક તો નથી છતાય બની શકે તો મને માફ કરી દે. તારો મારા પરનો ખોવાયેલો વિષવાશ પાછો આપી દે

દર્દથી પીડાતી લાવણ્યને આશુતોશ ના શબ્દોથી શાંતિ મળી હોય તેમ એની આંખો આંસુથી ઉભરાઇ રહી. તે કશું બોલી શકી નહીં પરંતુ , તેની આંખોમથી ઉભરાતી આંસુનો સરિતામાં આશુતોષને માફી મળ્યાના અહેસાસ થઈ ગયો.

     હવે લાવણ્ય ને સ્વસ્થ કરવા આશુતોષે દિવસ રાત એક કરી નાખ્યા. એની શરીર પરના જખમો આશુતોષની કાબેલયત અને દવાઓથી રુજઈ રહ્યા હતા.તેના શરીર પર બીજા બે ઓપરેશનો થયા જે  સફળ રહ્યા હતા.  ને પીડા ઓછી થવા લાવણ્ય ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી હતી.. તેની માનસિક બીમારીને દૂર કરવા માટે ડૉ. શાહની સૂચના મુજબ પગલાં લેવામાં આવ્યા. તેની આસપાસ તેના મમ્મીને સતત રાખવામાં આવ્યા. આશુતોષે પણ તેને વિશ્વાસ અપાવ્યો કે આ એક અકસ્માત હતો. એ બીજા કોઈનું કાવતરું નહોતું! તે અહીં સલામત' છે.  બહાર પોલિસનો સખ્ત પહેરો છે.અહી કોઈ જ આવી શકે તેમ નથી. આશુતોષ પડછાયાની જેમ સતત એની આસપાસ જ રહેતો. એ જાગતી ત્યારે કોઈ નકારાત્મક વાતને કોઈ યાદ ના કરે એની તકેદારી રાખતો. એની આંખોમાં દેખાતો પ્રેમ લાવણ્યાને ગમવા લાગ્યો હતો. ધીરેધીરે લાવણ્યા થોડી  પોલીસને પોતાનું સ્ટેટમનેટ આપી શકી. ડૉ. શાહની ' થેરેપી સેશન ' તેના ભયને દૂર કરવામાં મદદરૂપ થઇ રહ્યા હતા.

   આટલા ભયંકર અકસમત પછી લવણયનું સ્વસ્થ થવું એ ફિલ્મી દુનિયા અને લાવણ્યા ના ચાહકો માટે એક ચમત્કાર જ હતો. જીવના સંચયના ડોક્ટરો અને સ્ટાફ ની બધે જ વાહ વાહ થઈ રહી હતી. બહારના જગતમાં ડો. આશુતોષ ની નામના વધી હતી. હવે મીડિયામાં એ પણ તેના અંગત જીવન કરતાં અને પોફેસનલ જીવન વિષે વધુ ચચા થઈ રહી હતી. પ્રેમ પ્રકરણની વાતો ધીરે ધીરે વિસરાઈ રહી હતી ને  અને એક કાબેલ ડોક્ટર તરીકે આશુતોષની નામના વધી રહી હતી. જીવન સંચયનો સ્ટાફ પણ આ પ્રસિદ્ધિથી ખુશ હતો. બધા આશુતોષને માંની નજરે જોવા લાગ્યા હતા અને તેની દરેક રીતે મદદ કરી રહ્યા હતા. લાવણ્યની સારવાર માં અને આશુતોષ ના દરેક કામમાં પ્રેરણા સતત તેની મદદ કરતી. બાને ના મૈત્રી સંબંધોમાં કોઈ આંચ આવી નહોતી.

   લાવણ્ય પણ આશુતોષની કાળજીથી ખૂબ ખુશ રહેવા લાગી હતી. લાવણ્ય ના  દિલના ખૂણે નફરતનો  અંચળો ઓઢીને સૂતેલો પ્રેમ હવે પોતાનું અસલ સ્વરૂપ પાછું લઈ રહ્યો હતો. તેને આશુતોષનું નજીક રહેવું ગમવા લાગ્યું હતું. આશુતોષ બીજા કામથી દૂર જતો ત્યારે એનું મન તેને મળવા અધીરું બની જતું.

એ દિવસ આશુતોષ સાવરે લાવણ્ય ના ચેકઅપ માટે આવ્યો ત્યારે લાવણ્યાએ તેને કહ્યું," બેસ ને અહી મારે તારી સાથે વાતો કરવી છે. આજે ઘણા દિવસે લાવણ્ય કશુક બોલી તેને વાત કરવાનું મન થયું એ આશુતોષને ખૂબ ગમ્યું. એની સામે બેસતા બોલ્યો, શું વાત છે મેડમ તમને આજે મારી યાદ આવી ખરી .

લાવણ્ય બોલી“ શું તને આટલા વર્ષોમાં મારી યાદ ના આવી. તું આટલા વર્ષોથી તું અહિયાં છે છતાય મને મળવા ન આવ્યો?’ તું મારાથી આટલો નારાજ હતો?’

લાવણ્ય એ નારાજગી હતી કે મારી જીદ કે પછી મારી નફરત એ હું સમજી નથી શક્યો પરતું, મને મારા અતીત તરફ પાછા ફરવાની ઇચ્છા જ નથી થઈ. જીવન સંચય હવે મારૂ જીવન બની ગયું છે.  મે મારી જાતને મારા કામમાં એટલી હદે ડૂબાડી દીધી  કે મને પાછું ફરીને જોવાનું મન જ ન થયું”

જો ને તું મુંબઈ આટલા વર્ષોમાં ના આવ્યો એટલે આખરે મારે જ ઘાયલ થઈને અહીં આવવું પડ્યું!! મને પણ થયું જરીક દર્દી બનીને જોઈ જ લઉં કે આ ડોક્ટર સાહેબને કઈ આવડે છે કે નહીં?”

 " આજે પહેલીવાર તેના હોઠ પર હાસ્ય દેખાયું.. એ હસીને બોલ્યો,” તો બોલો મેડમ , હું તમારી પરીક્ષામાં પાસ થયો કે નાપાસ?’

“ હજી તમારી પરીક્ષા ચાલુ છે, બરાબર કામ કરતાં રહો, ડોક્ટર સાહેબ , રિસલ્ટ ડેકલેર થયે તમને જાણ કરવામાં આવશે.”. કહીને લાવણ્ય ખિલખિલાવીને હસી. આશુતોષને લાવન્યાનું નટખટ સ્વરૂપ જોઈને માંડ સ્મિત રેલાવી રહ્યો..!

 ક્રમશ 

_તની

https://www.vichardhara.net/2024/05/golden-pen-winnner-story.html

read part 20 here

 

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...