નવલકથા જીવન સંચય 18 (golden pen winner story)

 

    આશુતોષ ના મનની મુંજવણ સમજી ગયો હોય તેમ આશ્વિન પણ બે ઘડી શાંત થઈ ગયો ત્યાં વેઇટર ડેસર્ટ લઈને આવ્યો. આશુતોષ બોલ્યો,” વાહ બેલ્જિયમ ચોકલેટ કેક વિથ આઇસ્ક્રીમ માઈ ફાવરેટ ડેસર્ટ! અશ્વિન તું પણ મારી પસંદ જાણે છે?’

 હા. અનેક વાર લાવણ્યાએ આ વિષે મને કહ્યું છે એને ચોકલેટ કેક  નહોતી ભાવતી પણ જ્યારે તને યાદ કરતી ત્યારે એ જ ઓર્ડર કરતી. એનો મૂડ ઓફ હોય ત્યારે એ આજ ડેસર્ટ ઓર્ડર કરતી અને તને યાદ કરીને ખુશીથી ખાતી. એકવાર એના જન્મદિવાસની આગલી રાતે 12 વાગે મે એના માટે એક સરપ્રાઇસ પાર્ટી ગોઠવી હતી ત્યારે મે ચોકલેટ કેક ઓર્ડર કરી હતી. એ રાતે એન તને ખૂબ યાદ કર્યો હતો. એ બોલી હતી . “ આશુ તો કામમાં એવો ડૂબી ગયો છે જો ને 12 પણ વાગી ગયા એનો ફોન ના આવ્યો હું એને ફોન કરું છુ તો પણ નોન રિચેબલ આવે છે. ક્યાં ગયો હશે એ! આજ સુધી કોઈ દિવસ એવું નથી બન્યું કે મારા જન્મદિને એને મને બાર વાગ્યે વિશ ના કર્યું હોય! જોકે મારા રિલેશન પણ કામ ને આધીન બની ગયા છે. પહેલા અમે દૂર પાસે હતા પણ હવે એવું નથી લાગતું બલ્કે એવું લાગે છે કે અમે એકબીજાથી દૂર થતાં જઇયે છીએ.આઈ મિસ હિમ આ લોટ! એ સમયે એ સફલતાના શિખરે હતી.એ દિવસે એની આસપાસ અનેક પ્રખ્યાત વ્યક્તિઑ હત. ઘણા એની એક જલ્ક પામવા કલાકોથી રાહ જોઈ રહ્યા હતા.. આટલી ભેટ  સોગતો અને ઢગલાબંધ શુભકામના ની વચ્ચે પણ એ તારા ફોનને મિસ કરી રહી હતી. આટલી ખુશીઓ વચ્ચે પણ એ તને યાદ કરીને એ રાતે એ બહુ દુખી હતી.

એ સમયે મારી પણ એ જ હાલત હતી. હું પણ એને બહુ મિસ કરતો હતો. ઇનફેક્ટ જ્યારે એમાંને ફોન કરવાની કોશિશ કરી રહી હતી એ સમયે હું એને સરપ્રાઇજ આપવા માટે મુંબઈ આવવા નીકળ્યો હતો. અને જન્મ દિવસની  સવારે એના ઘરે ગયો ....."

તું આગળના શબ્દો બોલતા અટકી કેમ ગયો. એ સમજી ગયો આશુતોષ ...એ વિષે જ મારે પણ તને કઈક કહવું છે. એ સવારે મારૂ એના રમમાંથી બહાર નીકળવું અને તારું આવવું બંને સાથે બની ગયું... કદ્ચ એ જ તાર શંકા અને  નફરતનું કારણ બની ગયું છે ને . તે જે જોયું તે સત્ય હતું આપણ તું જે સમજ્યો એ સત્ય નહોતું. એ સત્ય ની  પાછળની  એક વાસ્તવિકતા વિષે તને મારે કહવું જરૂરી છે.

  એ દિવસોમાં એ દિવસોમાં એ કામમાં પણ બહુ વ્યસ્ત રહેતી હતી. એ જ દીવસે અને બે શુટ અને એક ડાન્સ રિહર્સલ કર્યા હતા.  એ ખૂબ થાકેલી પણ હતી.વળી એ સમયે એનું હેવી ડાયેટ ચાલુ હતું કારણ એક ફિલ્મ માટે તને સાત કિલો વજન ઉતરવાનું હતું. વધુ પડતા કામ અને થાક ને ડાયેટ ને કારને લીધે પાર્ટીમાં એને ચક્કર આવી ગયેલા. તરત જ અમે ડૉક્ટરને બોલાવ્યા હતાં. ડોકટરે તને દવા અને ઈંજેક્ષન આપ્યા હતા. એની તબિયત સારી નહોતી એટલે હું મોડી રાત્રે તેને ઘરે મૂકવા ગયેલો. રાતના કદાચ એની તબિયત ખરાબ થાય અને તેને મારી જરૂર પડે એ વિચારે હું બાજુના રુમમાં સુઈ ગયો. સવારે ઊઠીને હું ઘરે જવા નીકળતો જ હતો એ પહેલા અને રૂમમાં એને મળવા ગયો.  ત્યારે બિલકુલ સ્વસ્થ હતી. એને બાઈ કહીને હું ઘરે જવા નીકળતો હતો અને તું આવી ગયો. હું તને ત્યાં જોઈને એકદમ કફોડી પરિસ્થિતમાં મુકાઇ ગયો હતો. શું બોલવું મને પણ સમાજમાં ના આવ્યું એટલે માત્ર હેલો કહીને ત્યાંથી નીકળી ગયો. ને તમારા મનમાં અમારા માટે શંકા ઉત્પન્ન થઇ ગઈ જે તમારી જુદાઈનું કારન બની ગઈ, એ બદલ હું તમારી માફી માંગુ છું. અશ્વિનની આંખોમાં આંસુ આવી ગયા!

 થોડી વાર એ કશું જ બોલી ના શક્યો!પછી જરીક સ્વસ્થ થતાં બોલ્યો,’ મને અફસોસ છે કે તમારો સંબંધ તૂટવાનું એક કારણ હું હતો. મેં લાવણ્યાને કેટલીયવાર કહ્યું કે એકવાર મને આશુતોષ સાથે વાત કરીને ચોખવટ કરી લેવા દે ...

ત્યારે એ બોલી હતી , " પ્રેમનો સંબંધ વિશ્વાસથી જ બને છે. જો આશુ મારા પર વિશ્વાસ ના કરી શકતો હોય તો એ સંબંધ શા કામનો!!" એ દિવસથી એ સતત તમને યાદ કરીને આંસુ સારે છે, આટલી સફળતા અને લાખો ચાહકોની ભીડ વચ્ચે એ સાવ એકલી છે. એ દિવસ પછી એ કયારેય હસી શકી નથી. માત્ર યંત્રવત્ કામ કરે છે. એકલતાને લીધે અને વધુ કામ ના મળવાને લીધે તે હતાશ થઈ ગઈ છે. ડિપ્રેશન નો શિકાર બની છે . ઘણા સેમી થી ડિપ્રેસની પિલ્લ્સ પણ લે છે ધીરે ધીરે માનસિક રોગનો શિકાર બનતી જાય છે. આજકાલ એને સતત ડર લાગે છે કે એને કોઈ મારી નાખવા માંગે છે. અને વળી પાછો આ અકસ્માત થવાથી એ વધુ ડરી ગઈ છે. એને વળી આ દર્દ ને પીડા આ બાધામથી એને માત્ર તું જ બાહર લાવી શકે છે. એ  માટે તારા મનમાં રેહલ શંકાને  દૂર કરવી હતી એથી હું તને મળવા માંગતો હતો. આશુતોષ તમારા વચ્ચે પેહલ પણ કઈ જ નહોતી ને અત્યરે પણ કઈ જ નથી. લાવણ્યા ને આ સમયમાં તારી બહુ જ જરૂર છે. તું એક ડોક્ટર તરીકે તો તારી ફરજ બજાવશે એની મને ખાતરી છે પણ અત્યરે લાવન્યાને ડો આશુતોષ સાથે આશુ ની પણ જરૂર છે! આ અકસ્માત એના જીવનની સૌથી મોટી તકલીફ છે એ ખરું પરંતુ , મને લાગે છે કે ઈશ્વરે એનો અકસ્માત મુંબઈથી દૂર હાઈવે પર કદાચ એટલે જ કરાવ્યો હશે કે તમે બંને ફરી મળો!! "

   અશ્વિનની વાત સાંભળીને આશુતોષના મનમાં રહેલી રહી સહી શંકા પણ દૂર થઈ. પોતાન વર્તન પર તેને ખુબજ પસ્તાવો થયો. થોડીવારે એ  બોલ્યો, "તારી વાત સાંભળીને મને મારા પર નફરત થઇ રહી છે. મેં લાવણ્યા અને તારા સંબંધો પર શક કરયાનો ખૂબ જ અફસોસ થઈ રહ્યો છે. હું પ્રેમી બન્યો પછી એક મિત્ર રહ્યો જ નહોતો મે ક્યારેય લાવન્યાને સમજવાનો પ્રયત્ન કર્યો જ નહીં. એની પાસેથી અપેક્ષાઓ રાખતો ગયો ને પૂરી ના થતાં નારાજ થતો ગયો. આજે મને મારી ભૂલ નો અહેસાસ થાય ચ્હે મારી આ ભૂલને કારણે લાવણ્ય આ માનસિક સ્થિતિ થઈ ગઈ છે. હું લાવણ્ય નો તો ગુનેગાર છુ સાથે તારી પણ માફી માંગવી જરૂરી બને છે. બની શકે તો મારા આ વર્તન માટે મને માફ કરી દેજે. જો કે હું માફીને લાયક તો નથી જ!

અશ્વિન બોલ્યો, " એવું ના કહે. એ સમયે સંજોગો જ એવ હતા કે કદાચ તારી જગ્યાએ હું હોત તો મને પણ આવું જ લાગત. આપણે પુરુષો ઘણી વાર પોતના હૃદયની વાત પણ સમજી જ નથી શકતા. માત્ર સંજોગો ને આધીન થઈને નિર્ણય લઈ લઈએ છીએ. મે તને ક્યારનોય માફ કરી જ દીધો છે. મે તો થોડાક સમય પહેલા તારા યુ.કે ના નંબર પર તારો સંપર્ક કરવાની કોશીશ પણ કરી હતી જેથી હું તને લાવણ્યની માનસિક હાલત વિષે કહેવા માંગતો હતો. એ નંબર પર તારો કોઈ સંપર્ક જ ના થયો. મને ખબર જ નહોતી કે તું ભારત આવી ગયો છે!

આશુતોષે પોતાના ભારત ફરવાન કારણ વિષે અશ્વિનને કહ્યું ને પછી બોલ્યો. આજ મારા મન ની બધી શકાઓ દૂર થઈ છે. વર્ષોથી મનમાં રહેલો ભાર ઉતારી ગયો. એ માટે હું   હું તરો કઈ રીતે આભાર માનું એ મને સમજાતું નથી. "

અશ્વિન બોલ્યો ,’ આજે મારા પણ મન પર તમારી જુદાઈનું એક કારણ બન્યા નો ભાર હતો એ પણ ઉતરી ગયો છે. જો તારે મારો આભર માનવો જ હોય તો લાવણ્ય સાથેની દરેક ગેરસમજ  દૂર કરીને તેને અપનાવી લે. તમે બને એક થઈ જાવ એજ મારા માટે પર્યાપ્ત છે."

અશ્વિનના આ શબ્દોથી આશુતોષના મન ને રાહત મળી.  છૂટા પડતી વખતે બંને એકબીજાને ગળે મળ્યા.  .બનેના મનમાં રહેલી રહી સહી કડવાશ પણ એ હૂંફથી ધોવાઇ ગઈ.  એ મીટરથી જૂના કડવા સંબંધોનો અત આવ્યો અને મિત્રતા ના મીઠાશ ભર્યા નવા સંબંધની શરૂઆત થઈ!!

ક્રમશ ..

_તની 

https://www.vichardhara.net/2024/05/19-golden-pen-winner-story.html

read part 19 here

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...