નવલકથા જીવન સંચય 16 ( golden pen winner story)

 

1આશુતોષે વાત ને આગળ વધારતા કહ્યું, પ્રેરણા ક્રોધ અને શંકા મારા પ્રેમ પર એ સમયે કબ્જો જમાવી ચૂક્યા હતા. હું બોલ્યો, " તારા અને અશ્વિન વિષે છાપામાં અને સમાચાર ચેનલોમાં જે વાતો થાય છે એ મને બધી ખબર છે.છતાંય હું માત્ર તારા પ્રેમને લીધે જ અહીં આવ્યો હતો. આજે અશ્વિન ને તારા બેડરુમમાંથી બહાર નીકળતો જોઈને પણ હું ચૂપ રહ્યો પરંતુ, તારો આ જવાબ સાંભળીને મને પાકી ખાતરી થઈ ગઈ છે કે મારા પ્રેમને તું શા કારણે તરછોડી રહી છે?  સાચું  કહી દે કે તું અને અશ્વિન... ??

 મારા આ શબ્દો સાંભળીને લાવણ્યા ખૂબ ગુસ્સે થઈ! મારા એ પ્રશ્નનો ઉત્તર આપ્યા વિના તેણે મને દરવાજો બતાવી દીધો ને કહ્યું, " શું તું પણ આવું વિચારે છે મારા માટે! જો તને પણ એવું જ લાગતું હોય તો આપણ સંબંધો કઈ અર્થ જ નથી! આશુ, તું હમણાં ને હમણાં અહીથી ચાલ્યો જા!  આજ પછી તું મને કયારેય મળતો નહીં! આજથી આપણાં બધા સંબંધો પૂરાં!!" એટલું કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો.  હું પણ ગુસ્સામાં ત્યાંથી ચાલી નીકળ્યો. મારૂ હૃદય ઘવાયું હતું સાથે મારો અહંકાર પણ! હવે ત્યાં રહેવાનો કોઈ મતલબ જ નહોતો. હું ભારતમાં કોઈને પણ મળ્યા વિના, લંડન પાછો ફર્યો. ત્યાં જઈને મેં મારી જાતને કામમાં ડુબાડી દીધી.  એ દર્દને હૈયામાં ભરીને હું ચૂપચાપ કામ કરતો ગયો! હવે હું એક લાગણી વિહીન મશીન બની ગયો! એ પછી મે લાવણ્યા એ મારી સાથે ના અને મે એની સાથના સાથેના બધા જ સંપર્કો કાપી નાખ્યા!

આશુતોષ એ દર્દને ફરી જીવી રહ્યો હતો એથી મૌન થઈ ગયો. દર્દથી એની આખો ભરાઈ આવી!!

પ્રેરણા બોલી,’ શું સંપર્કો તોડી નખાવથી પ્રેમ ખત્મ નથી થઈ જતો! પ્રેમ તો હૈયામાં હોય છે! એને મળવા ના મળવાથી ફેર પડે છે! તું આટલા વર્ષોથી વિચારે છે કે તું લાવણ્યા ને નફરત કરે છે પરંતુ, એવું નથી એ નફરત પણ તારા હૈયે છૂપયેલો પ્રેમ જ છે! તે આપેલા શબ્દોના જખમ ને પામ્યા બાદ લાવણ્ય ની શું સ્થિતિ હતી એ વિષે જાણવાનો તે કોઈ પ્ર્યત્ન કર્યો હતોઆશુતોષ, સ્ત્રી બધું સહન કરી શકે છે પણ તેના ચારીત્ર્ય પરનું લાંછન સહી નથી શકતી. પ્રેમની ઇમારત વિષવાશના પાયે જ ઊભી રહે છે , એ સમયે એના અને અશ્વિનના સંબંધો વિષે વાત કરીને તે એનો પાયો જ તોડી નાખ્યો? લાવણ્ય ની અનેક ભૂલો હશે પરતું, એ તારી સૌથી મોટી  ભૂલ હતી!  જો કદાચ એ સમયે લાવણ્યાની જગ્યા હું હોત તો હું પણ કદાચ આવું જ વર્તન કરતાં જે લાવણ્યા એ કર્યું હતું. જો મારા પ્રિતમને મારા પ્રેમ પર જ વિષવાશ ના હોય તો એવો પ્રેમ શું કામનો?’

એવું નહોતું પ્રેરણા, એ તે સમયે સફલતનો નશો તેના દિલોદિમાગ પર છવાયેલો હતો પરતું, ત્યાં પહોચવા એને ખૂબ સંઘર્ષો કર્યા હતા તેને આ મુશ્કેલ સફરમાં સાથ આપનાર અશ્વિન પર લાગણી થવી સ્વાભાવિક છે. એના જીવનમાં સાચે જ અશ્વિન આવી જ ગયો હતો. એટલે જ એને મારી સાથે ના બધા સંપર્કો કાપી નાખ્યા હતા. આશુતોષ બોલ્યો.

પ્રેરણા બોલી,’ જો બે ઘડી હું તારી વાત માની લઈએ! લાવણ્યા ના જીવનમાં માં અશ્વિન હોત તો આજે લાવણ્યા આ પરિસ્થિતમાં ના હોત આશુતોષ ...!

એટલે તું શું કહેવા માંગે છે?’ આશુતોષ બોલ્યો

આજે  લાવણ્ય ને મળ્યા બાદ A.K એ મારી કેબિનમાં આવીને કહ્યું હતું ,’ ડો પ્રેરણા હું તમને લાવણ્નીયા ની માનસિક હાલત વિષે કઈક કહેવા માંગુ છુ! કદાચ તેના ઇલાજમાં તમને મદદ રૂપ થાય!

લાવણ્યની ફિલ્મી દુનિયામાં તેના અનેક ચાહકો, પ્રશાંશકો અને મિત્રો છે પરતું, એના અંગત જીવનમા એ સાવ એકલી છે. છેલા કેટલક વર્ષોથી એ સાવ એકલવાયું યંત્રવત જીવન જીવે છે! દિવસભર કામ અને પછી એકલતાને લીધે એ ધીરે ધીરે દુખી બનતી જાય છે. હું એનો એકમાત્ર મિત્ર છુ ક્યારેક મારી સાથે એનું દર્દ વહેચી લે છે.આજ કાલ હું પણ મારા શૂટમાં ખૂબ વ્યસ્ત રહું છુ. વળી મને એક હોલિવૂડની ફિલ્મ મળી છે એથી હું મોટે ભાગે વિદેશ આવતો જતો રહું છુ, મને પણ એને મળવાનો ખૂબ ઓછો સમય મળે છે. 

 હમણાં થોડાક સમયથી એની મોટી ફિલ્મો ફ્લોપ જવાથી એ થોડી ડિસ્ટર્બ હતી. એ થોડાઘણા સમય થી ડિપ્રેશન નો શિકાર બની છે. કોઈ ડોક્ટર મિત્રના કહવથી એંટી ડિપ્રેસન પિલ્સ પણ લેવા લાગી હતી. એની આડસસરો એને દિલો દિમાગ પર થવા લાગી હતી. હવે એ એક એવા સ્ટેજ પર પહોચી છે જ્યાં એને સતત એવું લગાય કરે છે કે કોઈ તેને મારી નાખવા માંગે છે. એ ભય ને કારને એને બાહર જવાનું છોડી દીધું છે એની બીમારની અસર એના કામ પર પડી હોવાથી એને કામ પણ ઓછું મળે છે! હું લાસ્ટ ટાઈમ અને મળ્યો ત્યારે એની આ હાલત જોઈને હું ખૂબ દુખી થયો એથી મેજ તેને સમજાવી કે તે થોડા દિવસ બધુ જ છોડીને તેની માતા પાસે ગામમાં ચાલી જાય જ્યાં તેને માનસિક શાંતિ મળશે. મન શાંત બનશે તો બધુ જ ઠીક થઈ જશે! મારા અનેક વાર કહેવા પર આખરે એ ગામ જવા નીકળી અને હાઇ વે પર આ અકસમત થયો! અત્યારે પણ હું એને મળવા ગયો ત્યારે એ એક જ વાત કહે છે કે કોઈ તેને મારી નાખવા જ આ બધુ કર્યું છે!

ફિલ્મી દુનિયમા તેના અનેક દુશ્મનો છે એ ખરું પરતું, મને નથી લાગતું કે કોઈ આટલી હદે જઈ શકે! તમે ડો. આશુતોષના મિત્ર છો એમેન આ વાત કહેજો એથી કદાચ એમને લાવણ્યા ઈલાજ કરવામાં સહાયતા  મળશે. મારે એમની સાથે થોડી અંગત વાતો કરવી છે, જો તમે એક વાર અમારી મુલાકાત કરવી આપો તો સારું! મે એમની આપોઇંમેંટ લેવાની કોશિશ કરી પરતું, એ બની ના શક્યું. આમ પણ આ વાતો એમાંના કામના સમયે નહીં બલ્કે શાંતિથી વાત કરવી છે. હું બે દિવસ પછી આઉટડોર માટે જવાનો છુ એ પહેલા મારૂ એને મળવું જરૂરી છે!"

 એથી મે કાલે બપોરે લચ માટે તમારી મુલાકાત ગોઠવી છે!

પ્રેરણા ની અશ્વિન સાથે થયેલી વાતો સાંભળીને આશુતોષ નું હૈયું દ્રવી ઉઠ્યું. જે દર્દ એને દિલમાં હતું એ જ દર્દ લાવણ્યા પણ લઈને જીવી રહી હતી! પોતે કરેલી મોટી ભૂલનો તેને પરવાર પસ્તાવો થયો આ સાંભળીને તેને આંખો છલકાઈ ગઈ. લાવણ્યાની આ હાલત માટેનું કારણ એ પોતે જ હતો! પ્રેમ તો બંને ને હતો માત્ર જે અહંકાર અને અવિશ્વશને કારણે બંનેના જીવન દર્દની ગલીઓમાં ખોવાઈ ગયા હતા! ઓહ.. મારી લાવણ્યા આ હાલત! .મરાથી આ શું થઈ ગયું પ્રેરણા ? મે બહુ મોટી ભૂલ કરી નાખી!

પ્રેરણા બોલી, કાલે A.K ને મળીને તારા મન ની બધી વાતોના ખુલાસ કરી લે આશુતોષ! લાવણ્ય તારી જ હતી ને માત્ર તારી જ છે..હવે ભ્ષ્વિષ્ય તારી રહે એ તારે જોવાનું છે! તારે એને માફ કરવાની છે અને તેની માફી માંગવાની છે1 એ માટે ખુદને તૈયાર કર! સવાર થવાને થોડીક વાર છે. ઘરે જઈને થોડો આરામ કર અને શાંતિથી વિચાર આગળ તારે શું કરવું છે!

આશુતોષ બોલ્યો,”પ્રેરણા કયા શબ્દોમાં તારો આભાર માનું એ મને સમજાતું નથી મને મારી ભૂલનો અહેસાસ કરાવનાર મારી ખાસ મિત્રને હું શું કહું એ સમજાતું નથી. આજે મારી આંખો ખૂલી ગઈ મારા મનનો મેલ ધોવાઈ ગયો છે હવે હું મારા સંબંધને એક નવી નજરે જોઈ શકું છુ.

આશુતોષ પ્રેરણાનો હૃદયથી આભર માની ઘરે જવા નીકળ્યો. પ્રેરણા આશુતોષને જતો જોઈ રહી. આજ પછી આશુતોષ સાથે એને ક્યરેય આવો સમય નહીં મળે એ વિચર આવતા એની આંખો ભીની બની!!

ક્રમશ

_ તની  

https://www.vichardhara.net/2024/05/17-golden-pen-award-winner-story.html

read part 17 here

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...