નવલકથા જીવન સંચય 14 (Golden pen winnner story)
પ્રેરણા ઉતાવળે
હોસ્પિટલના ગેટ પર પહોચી ત્યાં એ. કે આવી પહોચ્યો. પ્રેરણા બે ઘડી એને જોતી જ રહી
ગઈ! કશું બોલી જ ના શકી. આખરે એ.કે કહ્યું.’ ડો. પ્રેરણા શેલ
વી ગો નાવ?’
“ યસ,આઈ એમ સો સોરી! તમને પેહલીવાર આટલી નજીક થી જોયા
એટલે જોતી જ રહી ગઈ! હું સમજી જ નથી શકતી કે શું કહું ને શું કરું! લેટ્સ ગો. આઈ વિલ્લ ટેક યુ ટવર્ડ્સ આઈ. સી યુ.;
ય લેટ્સ ગો ધેર! એ.કે બોલ્યો..
ચાલતી વખતે પ્રેરણ બોલી,’ તમને પરદા પર જોયેલ
આજે અહી જોઈને શું કહેવું એ જ સમજાતું નથી! હું તમારી ખાસ ફેન છુ. મે તમારી બધી જ
ફિલ્મો જોઈ છે. આજના ચોકલેટી હીરો કરતાં તમે કઈક અલગ છો. આઈ રીયલી લવ યોર સ્ટાઈલ
અને પર્સનાલિટી!’
થેન્ક યુ સો મચ. તમારા જેવા વ્યસ્ત ડોકરો પણ મારી ફિલ્મો
જોવે છે! એ જાણીને નવાઈ લાગી
કેમ નહીં! આખરે ડૉક્ટર પણ
એક માણસ છે તેને પણ મનોરંજનની જરૂર હોય છે. તમારી ફિલ્મો બહુ લાગણી પ્રધાન હોય છે
એથી મને બહુ ગમે છે. અમે દિવસ રાત દર્દ ,તકલીફો જોઈને થકી
જઇયે છીએ આવ સમયે ફિલ્મો આમરા મન ને થોડીક પલોની ખુશી આપે છે.
ચાલો સરસ અમે અને તમારા જેવા બીજા ડોક્ટરો જે નિસ્વાર્થ
ભાવે સમાજની સેવા કરે છે. તેમને બે ઘડી ખુશી આપી શકવાનો મને આનદ છે. બાકી અમારા
પ્રોફેસનમાં ચમક દમક ઘણી છે પણ નિસ્વાર્થ સેવા નથી. તમારી સેવા કરવાનો મોકો મળ્યો એજ ઘણું છે!’.
એ.કે બોલ્યો.
બને વાતો કરતાં બને લાવણ્યા પાસે પહોચ્યા. લાવણ્યા સંભાન
હતી. પ્રેરણા બોલી, તમે મળી આવો . હું મારી કેબિનમાં જાવ છુ..
ઇંનકેસ ઇફ યુ નીડ એની હેલ્પ આઈ એમ ઑન ફર્સ્ટ ફ્લોર। બની શકે તો લાવણ્યા ને અકસમત વિષે કશું યાદ ના કરાવશો॰ માત્ર એ
સારા થઈ જશે એની ખાતરી આપજો. ‘
“હું સમજી ગયો. હું ધ્યાન રાખીશ! થેન્ક યુ સો મચ ડો.
પ્રેરણા!’ કહીને એ.કે લાવણ્ય ને મળવા અંદર ગયો. .હોસ્પિટલનો ઘણો ખરો
સ્ટાફ અહી એ.કે ને જોવા એકઠો થયો હતો. પોલીસે લાવણ્યની સુરક્ષા ને લીધે બાધને ત્યથી
દૂર કર્યા.
એ સાંજે પ્રેરણાએ
આશુતોષે ફોન કરીને કહ્યું. મારે તારી સાથે થોડી ખાસ વાતો ડ્યૂટિ પૂરી થાય બાદ ઘરે
સાથે જઈશું..
હમણાં મારી મારી નુરોસર્જન ડો. આયાર અને પ્લાસ્ટિક સર્જન
ડો. સાકે સાથે લાવણ્યા ની સારવાર માટે મેટિંગ છે મને મોડુ થશે.’
થી છે તું મિટિંગ પતાવી લે। આપણે ડીંડર સાથે કરીશું. આઈ વિલ ગો હોમે એંડ કૂક સામેથીગ.’
તો હું જલ્દી જ આવી
જઈશ તારા હાથનું ભોજન ..વાહ હું આવ્યો જ સમજ.’ આશુતોષે ફોન મૂકાતા
કહ્યું.
એ સાંજે આશુતોશ
ને હોસ્પિટલથી નીકળતા ઘણું જ મોડુ થયું હતું .ઉતાવળે પ્રેરણા ઘરે પહોચ્યો. ફ્રેશ
થઈને બને સાથે જમવા બેઠા . પ્રેરણા હાથ બનવેળા ફ્રાઇડ રાઈસ અને મંછૂરિયન નો સ્વાદ
લેતા આશુતોષે ડો. આયયાર અને ડો. સાકેત વિષે પ્રેરણાને કહ્યું.
જમીને પ્રેરણાએ કહ્યું , ‘ આશુતોષ આજે એ.કે લાવણ્ય ને મળ્યા બાદ મારી કેબિનમાં આવેલા એમાંને જે
કહ્યું એ વિષે મારે ટીએને કહવું છે. હું જાણું છુ તને એ.કે ની કોઈ વાત સાચી નહીં જ
લાગે . છતાય જ્યારે આ વાત તેઓ કહેતા હતા ત્યારે મને એમની આંખોમાં સત્ય દેખાયું
હતું. એ તને મળીને આ બધી વાત કરવા માંગે છે એથી મને ખબર જ હતી કે તું મારી વાત
માનશે જ .એથી મે કાલે સવારે તારી એ.કે સાથે મુલાકાત નક્કી કરી છે.’
આશુતોષ બોલ્યો, જો તે આ નીરને લીધો હશે તો કઈ વિચારીને
લીધો હશે,.જો એની વાતમાં તને સત્ય લાગતું હોય તો હું એ.કે પણ મળવા તૈયાર થઈશ જ
એમાં કોઈ બે મત નથી. તને મારા પર આટલો બધો
વિષવાશ છે! મને ક્યરેક એવું લાગે છે કે તું મને મારાથી પણ વધરે સમજી શકે છે!!!, આજે તારે એ વાતનો ખુલાસો કરવો જ પડશે કે ળકો જેને અકડુ ને ખડૂસ આશુતોષ કહે છે એવિ વ્યક્તિને તું
કઈ રીતે સમજી શકે છે?
આસુતોષ એ વાત આજે નહીં !ફરી ક્યારેક! પ્રેરણા બોલી,’
હમાન તો આઇસ્ક્રેમ ખાવાનો છે ને! મારા પ્રિય ફિલ્મ સત્ર ને માવાની ખુશીમાં.
આઇસ્ક્રીમ પછી! આજે હું તારી કોઈ વાતમાં નથી આવનો પહેલા તું
મારા સવાલનો જવાબ આપ! આશુઓટશે જીદ કરી
પ્રેરણા બોલી ,’આશુતોષ, તને સમજવો બહુ મુશ્કેલ નથી. તારી આંખો તારા બધા
રહસ્યો આપોઆપ ખોલી દે છે.તારા મન ની વાતો તારી આંખો અને વર્તનમાં સાફ દેખાઈ આવે છે.
શરૂઆતમાં તને મળી ત્યારે મને પણ એવું જ લાગ્યું હતું કે તું અકડુ છે . પરંતુ,
ધીરે ધીરે હું એટલુ જાણી ગઈ હતી કે તારા ગંભીર વ્યક્તિત્વ પાછળ એક સાવ કોમલ અને
શાંત હૃદય છે . જેના પર એક નહીં બલ્કે અનેક દર્દનો ભાર છે.
જેને તું ગંભીરતાનું નામ આપીને છુપાવી રહ્યો છે તું કોઈ કડક અને અકડુ વ્યક્તિ નથી
બલ્કે એક સાવ શન્ન્ત અને નિખલાસ વ્યક્તિ છે એ વાત હું ક્યારેની સમજી ગઈ હતી, ધીરે ધીરે મને તારી આંખો વાંચતા આવડી ગઈ ત્યારથી
હું તને સમજવ લાગી ગઈ . તારી નિર્દોષ આંખો તારા ભોળા હૃદયની વાતો કહી ડે છે. બસ હું એજ વાંચી લઉં છુ. આમ પણ પ્રેમ ઘણું શીખવી દે છે....." હૃદયમાં
વર્ષોથી છુપાવેલી વાત આજે અનાયાસે પ્રેરણાના મુખમાંથી નીકળી ગઈ!!
આશુતોષના પગ
ત્યાં જડાઈ ગયા. " પ્રેરણા,
તું શું કહે છે!! તું મને
પ્રેમ..."
આશુતોષ, આ વાત હું તને આ સમયે કરવા નહોતી માંગતી. પરંતુ મારાથી અનાયાસે બોલાઈ ગયું.
હું તને ચાહું છું. એનો મતલબ એમ નથી કે હું તને પામવા માંગુ છું. આ ફક્ત મારી
લાગણી છે. એમાં મને તારા તરફથી કોઈ અપેક્ષા નથી. તારા ભૂતકાળમાં કોઈ પ્રેમનું દર્દ
છૂપાયેલું છે, એ હું જાણતી હતી છત્તાંય હું તને ચાહવા લાગી.
તે જયારે ભૂતકાળની વાતો મારી સાથે '
શેર ' કરી ત્યારે પણ મને લાવણ્યાથી કોઈ ઈર્ષ્યા જન્મી નથી. હું હૃદયથી ચાહું છું કે
તને તારો પ્રેમ ફરી મળી જાય. મને એમાં ખુશી મળશે. તું મારી લાગણીઓની ચિંતા ના કરીશ1
એ ફક્ત મારી જ છે . એમાં તારો કોઈ દોઢ નથી .તારા માટે હું હંમેશ એક સારી મિત્ર હતી છું અને રહીશ!’
આશુતોષ બોલ્યો, " આવો નિર્દોષ પ્રેમ કોઈ કઈ રીતે કરી શકે
પ્રેરણા!! તારી પાસેથી હું આજે શીખ્યો કે પ્રેમ કોને કહેવાય! જ્યાં અપેક્ષા હોય છે, ત્યાં પ્રેમ નથી હોતો. અપેક્ષા વાળો પ્રેમ તો સોદો બની જાય છે. મેં લાવણ્યા પાસેથી અને લાવણ્યાએ મારી પાસેથી માત્ર
અપેક્ષાઓ રાખી અને તેથી અમારા જીવનમાંથી પ્રેમ દૂર થઇ ગયો. આજે હું સમજ્યો કે
પ્રેમમાં પામવાનું મહત્વનું નથી હોતું. માત્ર પ્રેમ કરવો જ મહત્વનો હોય છે! મને
માફ કરી દે પ્રેરણા, તારા આવા નિર્દોષ પ્રેમને હું લાયક નથી. "
પહેલીવાર તેણે
પ્રેરણાને પોતાના ગળે લગાડી એની માફી માંગી. તેની મજબૂત બાહોમાં પ્રેરણાને એક પ્રેમાળ સથવારો
મળ્યો. પ્રેરણાના તરસ્યા હૃદયને એ આલિંગનથી રાહત મળી. આશુતોષને એક સાચા મિત્રની
હૂંફ મળી. સમય થોડી પળો ત્યાં જ થંભી ગયો....બંનેને લાગણીઓના ધસી આવતાં પૂરને
રોકવા થોડો સમય મળી ગયો!!.
(ક્રમશ:)
-તનીre
https://www.vichardhara.net/2024/05/15-golden-pen-winnner-story.html
read part 15 here
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો