નવલકથા જીવન સંચય 12

 

   આશુતોષને આ સમય યાદ કરતાં ઘણી જ તકલીફ પડી રહી હતી એ પ્રેરણા જાણી ગઈ હતી. એ ચાહતી હતી કે આશુતોષ એ દર્દને કહીને તેના હૃદયનો ભાર હળવો કરી શકશે એથી તેને આશુતોષને બોલવા દીધો. એ બોલ્યો,’ મારા મામા મને જે કહ્યું તે સમાચારે મને અંદરથી હચમચાવી મૂકયો. એમને કહ્યું કે તારા મમ્મી, પપ્પા ચાર ધામની યાત્રાથી જે બસમાં પાછા ફરી રહ્યા હતા, એ બસ નો  અકસ્માત થયો હતો. તેમણે મને જલ્દી આવી જવા કહ્યું. હું તરત જ બધું છોડીને ત્યાં પહોચી ગયો! મારા મમ્મી અને પપ્પાને ગંભીર ઇજા થઈ હતી. હું ત્યાં પહોંચ્યો એ પહેલા મમ્મીએ આ દુનિયા છોડી દીધી હતી...અને પપ્પા.... જાણે મારી રાહ જોતાં હોય એમ ... મારા માથે હાથ મૂકીને ચાલ્યાં ગયાં....." ....એટલું બોલતા આશુતોષનું શરીર ધ્રુજવા લાગ્યું. એ પોતાની લાગણીઓ પર અંકુશ ના રાખી શક્યો. તેની  આંખો વરસી પડી. એ આગળ કશું બોલી ના શક્યો

   પ્રેરણાએ તેને થોડી વાર મન હળવું કરી લેવા દીધું પછી પાણીનો ગ્લાસ આપતા બોલી," આશુતોષ, હું તારું દર્દ સમજી શકું છું. આ દર્દ મેં પણ અનુભવ્યું છે. મેં નાની ઉંમરમાં મારી મમ્મીને ખોઈ હતી ને થોડા વર્ષો પહેલા એક નાનકડી બીમારીમાં મારા પિતાને! અનાથ હોવાનું દર્દ હું પણ સારી રીતે જાણું છુ! પિતાનો સાથ અને માતાનું વહાલ આપના જીવનમાં સતત જરૂરી હોય છે. આમ અચાનક બાનેનું ચાલ્યા જવું તારા માટે કેટલું કપરું રહ્યું હશે, એની હું કલ્પના પણ નથી કરી શકતી.  ભારત પાછા ફર્યા બાદ લાવણ્યા એ તારા દર્દમાં તારો સંપૂર્ણ સાથ આપ્યો જ હશે! એને જ તને આ દર્દમથી ઊભો કરીને પાછો ભણવા મોકલ્યો હશે, બરાબર ને

એક ઊંડો નિશ્વાશ લઈને આશુતોષ બોલ્યો,’ ના પ્રેરણા ના! જ્યારે મને એની સૌથી વધરે જરૂર હતી ત્યારે એ મારી પાસે નહોતી. એ સમયે લાવણ્યાની પહેલી ફિલ્મ રીલીઝ થઇ હતી. એ સફળતાના સિખર તરફ પહેલો ડગ ભરી ચૂકી હતી. મમ્મી પપ્પાના સમાચાર મળતાં મારી પાસે આવી તો હતી...પરંતુ,  ફિલ્મ ' લોન્ચિંગ ' માં  વ્યસ્ત હતી એથી એ થોડા સમયમાં ચાલી ગઈ! એને માટે એની પહેલી ફિલ્મ અને તેનું પ્રમોશન વધુ જરૂરી હતું. હું એમાં ક્યાય નહોતો!  

     હું મારા માતા પિતાનું એક માત્ર સંતાન હતો. એમની વિદાયથી હું સાવ એકલો થઈ ગયો. ઘર મને ખાવા દોડતું. મારા સંબંધીઓ પણ થોડા દિવસમાં વિદાય થયાં. હું અંદરથી સાવ તૂટી ગયો હતો. હવે મારામાં કોઈ હિંમત બચી નહોતી. એ સમયે મારા મામા, મામી અને મારા માર્ગદર્શક ડૉ.પાઠક મારી સાથે રહ્યા. મારા મામા એ મારા પિતાનું બધુ જ કરજ ભરી દીધું ને મારા બાકીના ભણતરનો ખર્ચ પણ ઉઠાવવા તૈયાર થયા .તેઓ બોલ્યા, બેટા, દીદી અને જીજાજી નું એક જ સ્વ્પન હતું કે તું એક સફળ સર્જન બને . તારી પરીક્ષા માટે જ પ્રાર્થન કરવા તેઓ યાત્રા એ ગયા હતા. એમના જીવની અંતિમ ઇચ્છા તારે પૂરી કરવી જ રહી. હું તારી સાથે છુ. તું પાછો જ અને તારું ભણતર પૂરું કરીને આવ! એમ છતાય હું પાછા જવા હીમત એકઠી કરી શક્યો નહીં ત્યારે તેઓએ કહ્યું. એમ સમજી લે કે આ બધી રકમ મે તને ઉધાર આપી છે. તારે કમાઈને આ બધુ મને પરત કરવાનું છે. પિતાના કર્જ પુત્ર ચૂકવે ત્યારે જ તેમના આત્માને શાંતિ મળ છે. બેટા ઉઠ તારા કર્તવ્ય પૂરું કર.

    એ સમયે મારા માર્ગદર્શક ડો  પાઠક મારી પાસે આવ્યા મને ખૂબ હીમત આપીને એક દિવસ અહી જીવન સંચયમાં મને લઈ આવ્યા. અહી ના દરેક વર્ડમાં મને લઈ ગયા. દરેક દર્દીની તકલીફો મને દેખાડીને કહ્યું , " મને અફસોસ છે કે તારા માતા પિતાનું જીવન તો બચાવી ન શકાયું પરંતુ, તું એક સર્જન બનીને બીજા કેટલાય બાળકોના માતા પિતાનું અને કેટલાય માતા પિતાના બાળકોનું જીવન બચાવી શકીશ. આ હોસ્પિટલ હાઈવે ની ખૂબ નજીક છે એથી અહી રોજ અકસ્માતોના કેસ આવે છે. અમે ઘણી વાર ઘાયલ દર્દીના જીવન બચાવી શકીએ છીએ ત્યારે દર્દીઓના પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવે છે એ જોઈને એક ઉમદા કામ કર્યાનો સંતોષ મળે છે. તો ક્યારેક અમે ઈશ્વરની મરજી સામે હારી પણ જઇયે છીએ પરંતુ, દર્દીના છેલ્લા શ્વાશ સુધી એને બચવાની કોશિશ નથી છોડતા. કારણ આપણે ડોક્ટર છીએ. આપણને દુનિયા ભગવાનનો દરજ્જો આપે છે, એ દરર્જ્જાનું સન્માન કરવું આપણી ફરજ છે. તારે પાછા જવું જોઇયે. જો બેટા પાછો ફર. તારા અભ્યાસને પૂર્ણ કરીને બીજાની સેવા કર, એ જ તારા માતા પિતાને તારી ખરી શ્રદ્ધાંજલિ હશે! "

   મારા મામા અને ડો. પાઠકની કોશિષોથી થી હું ફરી ઊભો થયો અને યુ.કે પાછો જવા તૈયાર થયો.  એ દિવસે પણ લાવણ્યા મને મળવા નહોતી આવી કારણ એ નવી મળેલી ફીલ્મોના શૂટ માટે આઉટડોર ગઈ હતી. એને ફોન પર જ મને વિદાય આપી હતી. એ સમયે એના આવાજમાં ભીનાશ નહોતી બલ્કે જલ્દી ફોન મૂકવાની ઉતાવળ હતી. મામા, મામી , ડો પાઠક અને કાદમ્બરી એંટિના આશીર્વાદ લઈને હું મારા ક્ર્ત્વ્યના પંથે નીકળી ગયો!...

   મોડી રાત થવા આવી હતી. આશુતોષે કહ્યું," પ્રેરણા,  હવે મારે જવું જોઈએ! તું પણ આરામ કર! કાલે સવારે આપણે બને ને ડ્યૂટી પર જવાનું છે. આપણે ફરી સમય મળે ત્યારે વાત કરીશું.

પ્રેરણા બોલી, " આપણે નાઈટ ડયૂટીમાં કેટલી રાતો જાગીને પણ બીજે દિવસે ડયૂટી કરી જ છે ને!આપણને ક્યાં રાત ના ઉજાગરા નડે છે બેસ આપણે વાત કરી શકીશું પરંતુ , હું જાણું છુ કે હવે પછીનું તારા જીવનનું દર્દ ભર્યું પાનું તું અત્યારે ખોલવા નથી માંગતો. ટેક યોર ટાઈમ વી કેન ટોક લેટર.

  આશુતોષ બોલ્યો, " પ્રેરણા મને હજી સુધી સમજાયું નથી કે તું મારા માનની વાત કઈ રીતે વાંચી લે છે. એ આજ સુધી હું સમજી નથી શક્યો.

પ્રેરણા બોલી, " આજે નહીં આશુતોષ, તું અત્યારે તારા જીવન ના દર્દ ભર્યા સમય ને ફરી જીવી રહ્યો છે ત્યારે એ જાણવું તારા માટે જરૂરી નથી. અત્યારે તું તારા જીવનના મુશ્કેલ સમય ને સાંભળી લે એ જ પર્યાપ્ત છે. તું અત્યારે ગઇકાલ અને આજ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. પહેલા એ ગાંઠ ને છોડવાની કોશિશ કર. તારી પ્રિયતમા અત્યારે તારી દર્દી છે જેને જીવનના મુશ્કેલ સમય મા તારે સાથ આપવાનો છે. પહેલા એ માટે તાર મન ને તૈયાર કરી લે. મારી વાત આપણે પછી કરીશું.’‘

   આશુતોષ બોલ્યો,’તારી વાત સાચી છે પ્રેરણા, મારા જીવનની આ ગાંઠને છોડવી ઘણી મુશ્કેલ છે. હું પણ અત્યારે મારા ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ગોથા ખાઈ રહ્યો છુ, એમાંથી બાહર આવા મને કોઈ માર્ગ પણ નથી દેખાતો. મને અત્યારે એવું લાગી રહ્યું છે કે બધા જ માર્ગો બંધ થઈ ગયા છે અને હું જીવનના ચક્રમાં ક્યાક ફસાઈ ગયો છુ,’

પ્રેરણ બોલી,’ જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે કુદરત કોઈ નવો માર્ગ ખોલી જ આપે છે. એ અદ્રશ્ય શક્તિ પર વિષવાશ રાખ. અત્યારે તને આરામની જરૂર છે. તું પાછલા બે દિવસથી બરાબર સૂતો જ નથી. ટેક રેસ્ટ નાવ. ટોમોરો યુ વિલ બી  હેવિંગ આ લોંગ ડે. કાલથી આપણે લાવણ્યયાની આગળની  ટ્રીટમેંટ શરૂ કરવાની છે. તું જાણે એના શરીર પર બીજા અનેક ઓપરેશનો થવાના છે. એ વિષે એને તૈયાર પણ કરવાની છે. વળી કાલે લાવણ્યા નું સ્ટેમેંટ લેવા ઈન્સ્પેકટર પણ આવી શકે એ માટે પણ લાવણ્ય ને તારે તૈયાર કરવી પડશે!

આશુતોષ બોલ્યો.સ્ટેમેંટ ને તો થોડા દિવસો પાછળ ઠેલવું પડશે લાવનયા વિલ ટેક સમ ટાઈમે,’

પ્રેરણા હસીને બોલી,’ હા, મારે તો ફિલ્મ સ્ટાર એ.કે ને ફોન કરવાનો છે. કાલે એ પણ આવશેને લાવણ્યાએ મળવા. તું એમાંની ચિંતા ના કરતો એમાંને હું સાંભળી લઇશ. તું એ સમયે તારા કામ પતાવી લેજે. અમે એકલા વાતો કરીશું.’

આશુતોષ હસીને બોલ્યો,’ હાશ, મારા માથેથી એક બલા ટાળી. આશુતોષ હસીને ઘરે જવા નીકળ્યો.  આટલા દર્દ ભર્યા ભૂતકાલને યાદ કરવાથી દુખી બનેલા આશુતોષના મુખ પર આવેલું નાનકડું હાસ્ય પણ પ્રેરણાને આજે ગમ્યું હતું. એ માત્ર એટલું જ ચાહતી હતી કે આશુતોષ તેના ભૂતકાલને વિસરી જઈને વર્તમાનમાં હસતો રહે ...શું એ શક્ય હતું એ પ્રેરણા પણ જાણતી નહોતી.

­_તની

https://www.vichardhara.net/2024/05/blog-post.html

read part 13 here 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...