નવલકથા જીવનસંચય 11

 

 આશુતોષ એ દર્દ ભર્યા ભૂતકાળના પાનાને ખોલતા બોલ્યો,’ પ્રેરણા,  ખુશી એક છેતરમણી જ છે જે લાંબો સમય ટકી શકતી જ નથી. અમારા સુખી પ્રણય જીવનમાં એક દર્દ ભર્યો વિરહ નો સમય આવી જ ગયો કારણ કે એ  સમયે મને યુ. કે ની ખ્યાતનામ મેડિકલ યુનિવર્સિટી માં ' માસ્ટરસ ' માટે આ હોસ્પિટલના તે સમયના ' ડીન ' અને મારા માર્ગદર્શક ડૉક્ટર પાઠકની કોશિશોથી મને એડમિશન મળી ગયું. જો કે મારા પ્રોફેશનલ જીવન માટે એક સોનેરી અવસર હતો એથી લાવણ્યા એ મને તેનાથી દૂર જવાની પરવાનગી આપી દીધી હતી. મનેય હજીયે યાદ છે દિવસ જ્યારે હું મોડી રાતની ફ્લાઈટમાં હું નિકલવાનો હતો. એ સાંજે  લાવણ્યા મને મળવા આવી હતી એની ચંચલ આંખો એ દિવસ આંસુઓથી ઉભરાઇ રહી હતી. એના આંસુઓનું કારણ હું હતો. મે અને પ્રેમ કર્યો હતો દુનિયાની બધી ખુશીઓ આપવા પરંતુ, એ દિવસે અને એ દિવસ પછી અનેક વાર એના આંસુ નું કારણ હું બન્યો હતો. ત્યારે એ મને વળગીને ખૂબ રડી હતી ને બોલી ,’ આશુ હું કેમ રહીશ તાર વિના ? મને તો તારા વિના રહેવાની આદત જ નથી.

  મે કહ્યું,” મારી પણ એ જ હાલત છે પણ હું ને તું ક્યારેય અલગ નથી થઈ શકવાના. બે દેશ વચ્ચેનું અંતર બે દિલોને ક્યાં દૂર કરી શકવાનું છે. આપણે સાથે જ છીએ ને! હું પાછો ફરું ત્યારે તને હું મોટા પરડે ચમકતી જોવા માંગુ છુ . મારૂ સ્વ્પન સાકર કરીશ ને! તારા કામ પર ધ્યાન આપજે સમય રેતીની જેમ સરી જશે ને હું જલ્દી પાછો ફરીશ! એવું વચન આપીને હું નીકળ્યો હતો પરંતુ, એ સમયે હું ક્યાં જાણતો હતો કે હું પાછો ફરીશ ત્યારે અમારા વચ્ચે નું અંતર વધી ગયું હશે!

 હું યુ.કે પહોચ્યો અને લાવણ્યા એ અહી રહીને ફિલ્મ લાઇનમાં જવા માટે કમર કસી. અમે બંને પોતના સ્વ્પનને પામવા મચી પડ્યા!  એ સમય દરમ્યાન અમે ફોન અને પત્રોથી સતત સંપર્ક માં રહેવાની કોશિશ કરતાં હતા પરંતુ. પ્રેમ અને સપનાં  નદીના બે કિનારા જેવા હોય છે. જે સામે તો હોય છે. પરંતુ એક નથી થઈ શકતાં. અમારા જીવનમાં પણ કંઈક આવું જ બન્યું...".

  લાવણ્યા અને મારા ' લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ ' અમને બનેંને એક સરખી ખુશીઓ આપતા હતાં. મીઠો પત્ર વ્યવહાર ને લાંબા ફોન શરૂમાં સારી રીતે ચાલતા. મને કામનું અને ભણવાનું સખત ' પ્રેશર ' રહેતું. હું નિયમિત પત્ર નહોતો લખી શકતો. ફિલ્મ લાઈનમાં થતી ' સ્ટ્રગલ ' થી એ તૂટતી જતી હતી. એને ખાસ કામ નહોતું મળતું. તેના જીવનના એ કપરા સમયમાં હું તેને હિંમત ન હારવા સમજાવતો પરંતુ, હું એને ખાસ સમય આપી ન શકતો. તું તો જાણે જ છે, એક ડોક્ટરના ભણતર અને કામ વચ્ચે સમય મળવો મુશ્કેલ હોય છે. મારે  ' લોન્ગ અવર્સ સર્જરી ' માં રહેવું પડતું. ત્યાંની હોસ્પિટલોમાં ' લોન્ગ ડ્યૂટી અવર્સ ' રહેતા..વળી મારા માતા પિતા ને મારા લીધે ઘણો મોટો આર્થિક બોજ પણ હતો. જો કે ડૉ.પાઠકની મદદથી મને સારી એવી ' સ્કોલરશીપ ' મળી હતી છતાય પપ્પાએ ઘણી મોટી રકમ મારા ભણતર માટે વ્યજે લીધી હતી એની મને જાણ હતી. મને પપ્પાની આર્થિક સ્થિતિ ની  ચિતા રહેતી જેથી હું ત્યાં કરકસર કરીને રહેતો .થોડા નાના મોટા કામ કરીને મારો ખર્ચ જાતે જ કાઢતો હોવાથી મારી પાસે સમય ની ખૂબ ખેચ રહેતી.

    એ સમયે  મારૂ જીવન પણ ખૂબ મુશ્કેલ સમય માથી પસાર થઈ રહ્યું હતું અને લાવણ્યા પણ સતત સંઘર્ષમાં હતી. એ તેની દરેક મુશ્કેલીઓ મને જણાવતી પરંતુ, હું મારૂ દર્દ એની સાથે નહોતો વહેચી શકતો કારણ હું એને મારી તકલીફો વિષે કહીને એના દર્દમાં વધારો કરવા માંગતો નહોતો, હું જાણતો હતો કે તે પોતાનું દર્દ તો કદાચ સહન કરી લેશે પરંતુ મને તકલીફમાં નહીં જોઈ શકે એથી હું એને સતત એજ કહેતો કે હું અહી આરામ થી રહું છુ ને ખૂબ ખુશ પણ છુ. સમય ના તફાવત ને લીધે મોટે ભાગે અમે રાતે જ વાતો કરતાં. હું રાતે ઘરે આવતો ત્યારે ખુબ થાકી જતો એટલે જલ્દી સુઈ જતો ઘણીવાર વાત પણ નહોતી થઇ શકતી. આને કારણે એ રિસાઈ જતી. મારે બહુ વાર એને મનાવવી પડતી. અમારા આ  રિસામણા મનામણા ધીરે ધીરે તકરાર બનતા જતા હતા, જયારે મને સમય મળતો ત્યારે પત્રો અને ' ઈમેઈલ મારફતે એને સમજાવવાની કોશિશ કરતો, જયારે ફોન થતાં ત્યારે તેને સમજાવવામાં સમય ચાલ્યો જતો. અમારા પ્રેમમાં નાની તડ પડતી જતી હતી. મને તેનો અણસાર પણ નહોતો આવ્યો..

    ધીરે લાવણ્યા તરફથી પણ ફોન અને પત્રો ઓછા થયા કારણ લાવણયાને એ સમયે પહેલી ફિલ્મ મળી હતી. જેમાં એ ' લિડિંગ એક્ટરેસ ' તરીકે ચમકવાની હતી એની સાથે લીડ ઍકટર તરીકે એનો ખાસ મિત્ર અશ્વિન હતો એથી એ વધુ કમફરટેબલ હતી. એ ખુબ ખુશ હતી. હવે તે પોતાના કામમાં વ્યસ્ત બની એથી મે પણ નિરાંતનો સ્વશ લીધો ને હું પણ ને હું મારા કામમાં વ્યસત થતો ગયો એ મારી કારકિર્દીનો ખૂબ જરૂરી સમય હતો એથી મે મારા કામ પર મારૂ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આમ અમારી વચ્ચે વાતચીત નો દોર ઓછો થયો ને એ સમયે એની અને અશ્વિનની નિકટતા વધવ લાગી હતી જેનો મને જરાય ખ્યાલ પણ ન આવ્યો. ક્યારેક અમારી વચ્ચે વાત થતી ત્યારે એ સતત શૂટિંગની અને ફિલ્મી દુનિયાની ચમકની વાત કરતી તો ક્યારેક અશ્વિનના ગુણગાન કરતી જે મને જરાય ના ગમતું . ધીરે ધીરે મે તેની સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું!

 ત્યારે... ડોરબેલ વાગી. પ્રેરણાએ ઓર્ડર કરેલું જમવાનું આવી ગયું હતું. એ દર્દ ભરી વાતોને થોડીક વાર થંભાવી બાને સાથે જમવા બેઠા. આજે પ્રેરણાએ આશુતોષને પ્રિય એવું ગુજરાતી જમવાનું મંગાવ્યું હતું. કાઢી ખિચડી, શાક ને રોટલા છતાય જમતી વખતે આશુતોષ્ણ મુખ પર કોઈ ખુશી દેખાતી નહોતી. પ્રેરણા જાની ગઈ હતી કે આશુતોષ એ દર્દ ભર્યા ભૂતકાળમાં પહોચી ગયો છે . એના મનને થોડીક શાતા આપવા પ્રેરણાએ જામતી વખતે લાવણ્યાની આગળની ' ટ્રિટમેન્ટ ' વિષે વાતો કરી. જેથી આશુતોષ થોડો સ્વસ્થ થાય.

 આશુતોષ પણ લાવણ્યા ની આગળની સારવાર અંગે ચિંતિત હતો એથી એ ચર્ચા કરવાથી એન મનનો ઉદ્વેગ દૂર થયો.. જમીને તેને હોસ્પીટલમાં ફોન જોડીને લાવણ્ય ની વર્તમાન પરિસ્થ્તિનો તાગ લીધો . લાવણ્યની હાલત સ્થિર હતી એથી તેને નિરાંત થઈ. પ્રેરણા સાથે થયેલી ચર્ચા મુજ તેને નર્સ ને દવાઓ વિષે સમજ આપી દીધી પછી બંને બહાર બાલકનીમાં બેઠા.

 આશુતોષે વાત આગળ વધારી,'  એ સમયે હું ' લાસ્ટ યર ' માં હતો એક સાંજે મુંબઈથી મારા મામાનો ફોન આવ્યો. જેમાં એક એવા સમાચાર મળ્યા જેનાથી મારા પગ તળેની જમીન અને મારા માથા પરથી છત બંને એક સાથે ખસી ગયા.....

_તની.

ક્ર્મશ..

https://www.vichardhara.net/2024/05/12.html

read part 12 here

 

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...