નવલકથા જીવન સંચય 10 (golden pen award winner story)
આશુતોષ I.C.U પાસે
પહોચ્યો પણ અંદર જવાની હીમત ના કરી શક્યો. પ્રેરણા એ તેને પરાણે અંદર મોકલ્યો ને
પોતે બહાર જ ઊભી રહી. આ મિલનને જોવાની
તેનામાં હિંમત જ કયા હતી! આશુતોષ અંદર પહોચ્યો ત્યારે લાવણ્યાની આંખો ખૂલી હતી. તે કશું
બોલતી નહોતી ચૂપચાપ હોસ્પિટલને જોઈ રહી હતી. કદાચ અકસ્મત ની પળો ની ભયાનકતા ફરી
જવી રહી હતી . એથી સ્તબધ હતી શરીર પરની અનેક ઇજા એને દર્દ આપી રહી હતી. એ પીડા
તેની સહન શક્તિની બહાર હતી એ આશુતોષ જાણતો હતો.
આશુતોષે અંદર
આવીને ત્યાં ફરજ પર હજાર રહેલી નર્સ ને
તેને કાદમ્બરી આંટીને બોલાવવા મોકલીને પોતે લાવણ્ય ની સમક્ષ આવ્યો. ઇઆઇસીયુ નો રમ
બાનેના વર્ષોના મિલનની સાક્ષી બની રહ્યો! લાવણ્યા આશુતોષને પોતાની સામે ઉભેલો જોઈ
રહી એની આંખોમાં આશ્ચર્યને બદલે એક અનેરો સંતોષ દેખાયો. બંનેની
નજરો મળી. કોઈ કશું બોલી શક્યું નહીં પણ આંખો કયાં ચૂપ હતી! આટલા વર્ષોનો વિરહ અને તેની
પીડા વિષે બધું જ કહેતી
ગઈ. એકબીજા પ્રત્યેનો પ્રેમ આંખોમાંથી અશ્રુ રૂપે વરસી રહ્યો. એમાં થોડા વર્ષો પહેલાંની નફરત ક્યાંય દેખાતી નહોતી.
બંને ની આંખો માથી માત્ર પ્રેમ
છલકાતો હતો!! લાગણીની ભાષા આમેય આંખોથી વધારે ક્યાં કોઈ સમજી શકયું છે! વરસતી આંખો સાચા પ્રેમની સાક્ષી બની હતી. આ મિલનને
જોઈને ઉતાવળે લાવણ્યા તરફ દોડી આવતા કાદમ્બરી એંટિના પગ પણ થંભી ગયા!!
કાદંબરી આન્ટીને આવેલા જોઈ આશુતોષ આંસુને
છુપાવી ઉતાવળે રૂમની બહાર નીકળવા જતો હતો, ત્યાં લાવણ્યાના
મુખમાંથી શબ્દો નીકળ્યા," આઈ, માલા લય દુઃખતે! "(મમ્મી મને ખુબ દુખાવો
થાય છે.) લાવણ્યાના આ શબ્દો સાંભળી આશુતોષ ને એક ડોક્ટર તરીકેની પોતાની ફરજનું
ભાન થયું. તરત લાવણ્યા
પાસે ગયો ને કયા
ભાગમાં ક્યાં દર્દ થાયછે એ વિષે પ્રશ્નો કર્યા ને તેનું ચેક આપ કર્યું પછી બોલ્યો ,
ડોન્ટ વેરી, થોડીવારમાં બધું દર્દ દૂર થઇ જશે. હું તને ઈન્જેકશન આપું છું. " પછી
નર્સને ઈન્જેકશન આપવા સૂચના આપી . આશુતોષને સૌથી વધુ ખુશી એ વાતની હતી કે લાવણ્યા સંપૂર્ણપણે સભાન હતી. વાતચીત
કરી શકતી હતી એથી તેને એ
ખાતરી થઈ ગઈ હતી કે તેના માથાની ઈજાની
મગજ પર કોઈ અસર થઇ નહોતી. તેણે લાવણ્યાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો ને બોલ્યો ,’ તને આરામની સખત
જરૂર છે. આ દર્દ આરામ અને દવાઓ થી ઠીક થઈ જશે. આઈ એમ હિયર વિથ યુ. ટેક રેસ્ટ ફોર
સમ ટાઈમ!’ વર્ષો બાદ મળેલા
આશુતોષના પ્રેમ ભર્યા સ્પર્શનો અહેસાસ
અને ઇંજેક્શનના ઘેન ને લીધે લાવણ્યાની
આંખો ફરી ઘેરાઈ. તે થોડી વારે ફરી ઘસઘસાટ સૂઈ ગઈ!!
આશુતોષ બહાર આવ્યો ને સીધો ' રેસ્ટ રુમ ' તરફ ભાગ્યો. ચહેરાને પાણીથી ધોઈ આંસુના
નામોનિશાન મિટાવી દીધા અને પ્રિયતમ તરીકેની પોતાની લાગણીઓ પર કાબુ મેળવી લીધો. બહાર આવી નર્સને
જરૂરી સૂચનો આપ્યા. કાદંબરી આન્ટીને સમજાવતા કહ્યું, " હવે તે જલ્દી સારી થઈ જશે. તમે ચિંતા ના કરો. એને આરામની સખ્ત જરૂર છે એટલે
મેં ઘેનનું ઈન્જેકશન આપ્યું છે. હવે એ સવાર સુધી સૂતી રહેશે. એનું
દર્દ ઓછું થયે હું આગળની સારવાર કરીશ!. બટ ફોર નાવ, આપણે પહેલી જંગ જીતી લીધી છે એની મને ખુશી છે!’ લાવણ્ય ની સ્વસ્થતા જોઈને અને આશુતોષના મુખ પરની ખુશી જોઈને કાદમ્બરી
અંત્યની ચિંતિત મનને ઘણી શાંતિ મળી. તેઓ એ આશુતોષને વહાલથી ગળે લગાડી લીધો ને
બોલ્યા,’ આશુ, બાપા છી કૃપા જાલી! આતા આપની લાવણ્યા બારી
હોનાર!” (પ્રભુની કૃપા થઈ છે, હવે આપની લાવણ્યા સારી થઈ જ જશે , કહીને કાદમ્બરી આંટી હોસ્પિટલની બહાર મૂકેલી પ્રભુની મુર્તિ તરફ દોડ્યા!
આશુતોષે હસ્પિટલના બીજા ડોક્ટરને કહ્યું, " તમે બહાર જઈને લાવણ્યાની સ્વસ્થતા વિષે જાહેરાત કરી ડો બહારની ભીડ ઓછી થઈ જશે અને
મીડિયાને પણ થોડી વાર જપ મળશે." આશુતોષના
મુખ પર એક અલગ ખુશી હતી એ આખો સ્ટાફ જોઈ
શકતો હતો. જીવનસંચય હોસ્પિટલ માટે પણ આ ખબર ખુશી આપનાર હતા આટલા ભયકર અકસ્માત પછી
દર્દીનુ આ રીતે બચી જવું એક ચમત્કાર જ હતો વળી દર્દી પણ વી આઈ .પી એટલે હોસ્પિટલને
પણ મીડિયામાં ખૂબ પ્રસિધ્ધિ મળવાની હતી એથી બધા ખૂબ ખુશ હતા . આખી હોસ્પિટલમ
ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. પ્રેરણા પણ એમાંથી બાકાત નહોતી એક ડોક્ટર તરીકે એક મિત્ર
તરીકે એ ખૂબ ખુશ હતી . ખાસ કરીને આશુતોષની પ્રસનતા જોઈને એના મનને શાંતિ મળી હતી.
કારણ હવે હવે આશુતોષની ચિંતાનો ભાર હળવો થયો હતો. તે લાવણ્યાનું જીવન
બચાવી શક્યો હતો. એની પારાવાર ખુશી હતી!
સાંજ થવા આવી હતી. પ્રેરણની ડયુટી
પૂરી થઈ ગઈ હતી. આશુતોષ
પણ છેલા બે દિવસથી ઘરે નહતો ગયો. એ બોલ્યો,’ પ્રેરણા, વેટ ફોર મી, હું પણ તારી સાથે ઘરે જ આવું છુ. ઇન્સ્પેક્ટરે મારી ઘરે આવા જવાની સગવડ
કરી જ દીધી છે. એથી હવે ઘરે જવામાં મીડિયાની કોઈ ચિંતા નથી!’
આપણે મારી કાર માં જઈશું જેથી મીડિયા તારો પીછો નહીં કરે.’
આમ પણ હવે સવાર સુધી લાવણ્યા સૂતી રહેવાની
હતી એથી એટલે ફરજ પર હાજર
રહેલા બીજા ડૉક્ટર સાથે વાત કરીને આશુતોષ પ્રેરણા સાથે ઘરે જવા નીકળ્યો સાથે નર્સને કાદંબરી આંટીની દરેક
જરૂરતોનું ધ્યાન રખાવની સૂચનાપણ આપી દીધી! બને ઘર તરફ નીકળ્ય.
ઘર તરફ ડ્રાઈવ કરતાં પ્રેરણા બોલી," ચાલ મારા રૂમ પર બેસીએ. આજે બહારથી જમવાનું ઓર્ડર કરીને સાથે
જમીશું. હું જાણું છુ આજે તને કદાચ મારી વધુ જરૂર પડશે. "
આશુતોષ બોલ્યો," પ્રેરણા, તું કઈ રીતે મને
સમજી લે છે, એ મને કયારેય નથી ખબર
પડતી. મારા મનમાં ચાલતી બધી વાતો તું કઈ રીતે સાંભળી લે છે?’
પ્રેરણા બોલી, " એ તને નહિ સમજાય! રહેવા દે! આજે તારી વાત
કરીશું પછી કયારેક હું તને મારા એ રહસ્ય વિષે કહીશ.
. કોફીની સિપ
લેતા આશુતોષે પોતાના પ્રણય જીવનના બંધ પુસ્તકનાં આગળના પાનાં ખોલ્યા ,’
આમરી વચ્ચે પ્રેમની કબૂલાત થયા પછી આમરું જીવન ખુશીથી છલકાઈ ગયું હતું. નાદાન
ઉમરનો પહેલો પ્રેમ આમ્ બંનેના જીવનને એક અલગ દિશામાં લઈ જઈ રહ્યો હતો. અમે બંને એકબીજાના પ્રેમમાં ખુશ હતા. મારા
સ્વપ્ન એના બની ગયા અને તેના સ્વપ્ન મારા બની ગયા. અમે ખાસ મિત્રો
હતા એથી અમે એકમેકના સ્વપ્નો ને ખૂબ સારી રીતે જાણતા હતા. એમે બંનેએ એકબીજાને બંધનમાં રાખવા નહીં, બલ્કે મુક્ત ગગનમાં ઉડવા માટે સંમતિ આપી હતી. હું ચાહતો હતો કે અભિનેત્રી
બનવાનું તેનું સ્વપ્ન પૂરું કરે. અને લાવણ્યા ચાહતી
હતી કે હું પણ મારું સર્જન બનવાનું સપનું પૂરું કરું અમે બાને
કારકિર્દી બનવી લીધા પછી લગ્નના બંધનમાં
બાંધવાનું નક્કી કર્યું ને એકબીજાને મુક્ત આકાશ આપવાના કોલ આપ્યા પ્રણય જીવનના એ દિવસો
ની યાદ તાજી કરતાં આશુતોષના મુખ પર એક આંખો આનદ હતો! પરંતુ એ આનદ ભર્યા પાનાં પાછળ
એક દર્દભર્યું પાનું ખૂલી રહ્યું હતું એ દર્દની રેખા હવે આશુતોષની આંખોમાં દેખાઈ
રહી હતી એ પ્રેરણા જોઈ શકી હતી. આશુતોષ હવે એ દર્દ ભર્યા પાનાં ને ખોલવા જઈ રહ્યો
હતો ...!!
ક્રમશ
_તની
https://www.vichardhara.net/2024/05/11.html
read part 11 here
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો