પોસ્ટ્સ

જૂન, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લાગ્યું તો તીર! નહીં તો ...

  " ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું".. આ ઉક્તિ તો તમે સાંભળી જ હશે! અલ્યા , હું તમને એના ગુઢાર્થમાં જવાનું જરાય નથી કહેતી! આમેય એટલું બધું સમજાવવાનું મારૂંય ગજું નથી! આનો સીધો સાદો અર્થ કહું તો , કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી!   છતાંય આપણે ભવિષ્ય જાણવા ઉધામા કરતા જ રહીએ છીએ! હવે ભવિષ્યનું તો એવું ને કોઈએ જોયું જ ના હોય એટલે જો કોઈ એકાદી આગાહી કરી દે ..લાગ્યું તો તીર નહીં તો ... તુક્કો.. લે , તમે તો સમજી ગયા! બહુ હોશિયાર હોં બાકી! આમ કેટલાક લોકો ભવિષ્ય ભાખતા થઈ જાય!     જરાક મુશ્કેલીઓ આવે નહીં કે   આપણે પણ જ્યોતિષોની આસપાસ આંટા મારતા થઈ જઈએ છીએ! જેમાં અમુક વ્યક્તિઓ સાચે જ વિદ્વાન હોય છે પણ મોટા ભાગના ઠોઠ નિશાળિયા જેવા હોય છે! L. L.M.F ( આ કોઈ મોટી ડિગ્રી નથી , લટકતા લટકતા મેટ્રિક ફેઇલ) હોય તો પણ પોતાને જ સ્નાતકની ડિગ્રી આપીને ધંધે લાગી જ જતાં હોય છે. મને આવા થોડાક અનુભવો થયેલા છે , એ વિષે થોડી વાત કરું...   અમારી કોલેજના એક સિનિયર મિત્ર! એના મુખમંડલ પર શોભતા મોટા કાન , ગાગર જેવું પેટ અને ઝીણી આંખો જોઈને કોઈને પણ ગજરાજનું સ્મરણ થઈ...