પોસ્ટ્સ

મે, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

#એકલતાનો અવાજ

 જીવનમાં બધા દિવસો સરખાં નથી હોતા. પાંચ આંગળીયો પણ સરખી નથી હોતી. ક્યારેક ભરપૂર સુખનો છાંયડો મળે છે તો ક્યારેક દુઃખનાં પથ્થરોનો માર મળે છે. આપણે પોતે પણ ક્યારેક સમય અને સંજોગને  આધીન ભીડમાં પણ એકલતા અનુભવીએ છીએ. બધા ગમતા વ્યક્તિઓ સાથે હોવા છતાં કોઈની સાથે વાત કરવાનું મન નથી થતું. પાછા મનને મનાવીએ છીએ પણ ખરા કે એકલા એકલા ક્યાં સુધી? કદાચ અહીં જ ભૂલ કરી બેસીએ છીએ. કેમ ભૂલી જઈએ છીએ કે આપણે સાવ એકલા તો હોતા જ નથી. આપણી અંદર પણ કોઈ વ્યક્તિ વસે છે. જે સદંતર તમને જ ઝંખે છે. એક વિચાર માત્રની વાર હોય છે જે આપણી એકલતાને સંપૂર્ણપણે કોરી ખાય છે.          જીવનની દરેક ક્ષણમાં સંગીતમય વાતો છે. દરેક વાતોનો કોઈ અર્થ છે. જેને સમજો. આપણી એકલતા પણ આપણને કંઈક કહેવા માંગતી હોય છે. તેનો અવાજ શાંતિપૂર્ણ રીતે સાંભળો અને સાંભળ્યા પછી તેને નજરઅંદાજ ના કરો. તેનાં પર વિચાર કરો કે એમાં શું તથ્ય સમાયેલું છે. આપણે આસપાસ આપણી કંપની શોધતા હોઈએ છીએ. કેટલાં નાદાન છીએ. પોતાનો શ્રેષ્ઠ સાથ છોડીને અહીંતહીં વલખા મારીએ છીએ. જીવનમાં જો તમે ક્યારેક એકલા પડી ગયા છો. તો ખુશ થાઓ. તેને તમારો ગોલ્ડન ...

" પપ્પાનું વૉલેટ "

     પરિવાર રૂપી દરિયામાં સુખ દુઃખના અગણિત અવિરત ઉછળતા મોજાઓ વચ્ચે પણ અડીખમ ઉભો રહેતો રક્ષકરૂપી પર્વત એટલે ' પપ્પા '. જેમના ખિસ્સામાંનું પાકીટ કદાચ ખાલી હોય પણ હૃદય હંમેશા ભરેલું જ હોય છે. પુરા પરિવારને મનગમતા અને ભરપૂર ભોજનની ભેટ આપવા માટે થઈને પોતે જવાબદારીની અદ્રશ્ય પાઘડી પોતાનાં માથે હંમેશા પહેરેલી રાખે છે. આખો દિવસ ટાઢ, તડકો, વરસાદ કોઈ પણ ઋતુ હોય તેમની ફરજ સતત ચાલુ જ રહે છે. પરિવારની કોઈ પણ માંગણી માટેની તેમનાં તરફ આવતી અરજી ક્યારેય પાછી ઠેલવાતી નથી. પોતાની ઢીંગલીને હાથમાં ઢીંગલી લઈને હાસ્યથી કુદતા રમતાં જોઈને જ તેમનું શેર લોહી ચડી જાય છે. પોતાનાં દીકરાને પોતાનાં ખભાથી ખભો મેળવતો જોઈને તેમની છાતી ગદગદ ફૂલી જાય છે.         " પપ્પાનું વૉલેટ "જીવનમાં ઘણાં દિવસો એવાં આવે છે જયારે જવાબદારીનો અસહ્ય બોઝ મધ્યમવર્ગીય પિતાને નિરાશાની ખાડીમાં ધકેલવા મજબુર કરી દે છે. તેમ છતાં એ પિતા જ હોય છે જે કદીયે હિમ્મ્ત નથી હારતા. પોતાનાં પરિવારનાં હાસ્યને અકબંધ રાખવા પોતે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. જેમની ઢીંગલી કે ઢીંગલાની દરેક ઈચ્છાને જે ખુશી ખુશી વધાવી લે છે અને જેને પ...

વર્કિંગ વુમન V/S હાઉસ વાઈફ

 અરીસા સામે ઉભો રહીને એક ચેહરો ઘડીક હસી રહ્યો હતો તો ઘડીક વિચાર કરીને કોઈ પ્રશ્નનો જવાબ માંગી રહ્યો હોય તેમ સ્તબ્ધ બની જોઈ રહ્યો હતો. એક વણઉકેલ્યો કોયડો જાણે મન - મગજમાંથી ડોકિયું કરી રહ્યો હતો કે, કોણ વધારે વખાણને અને આદરને પાત્ર છે?  ' વર્કિંગ વુમન ' કે પછી ' હાઉસ વાઈફ ' ? એક ' વર્કિંગ વુમન ' કે જે, સવારે એલાર્મનાં રણકારથી પથારીમાંથી સફાળી બેઠી થઈ જાય છે કે, પોતે નોકરીએ જવાનુ છે, હસબન્ડને જવાનુ છે, છોકરાઓને સ્કૂલ - કોલૅજ જવાનુ છે, જમવાનું બનાવાનું છે, ઘરનું બીજું કામ સમયસર પતાવીને ઓફિસનો ટાઈમ સાચવવાનો છે. બાળકો પાછાં આવશે તો શું ખાશે - પીશે, શું કરશે?  તેમનું ભણવાનું, ટ્યુશન વગેરે પોતાની  ગેરહાજરીમાં વ્યવસ્થિત બની રહે તે માટેની વ્યૂહરચના આખો દિવસ તેનાં મગજમાં ચાલતી હોય છે. કોઈ એમ ના કહી જાય કે પૈસા પાછળ દોટ મુકવામાં ઘરનું - બાળકોનું ધ્યાન જ ના રાખ્યું?  માંડ માંડ ઘરનું કામ પતાવીને ઓફિસે પહોંચે ત્યાં સાહેબનો મેંહણુ...." લો આવી ગયાં... કાલથી વહેલા આવજો નહીં તો પગાર ક્ટ કરવો પડશે, હવે આ કામ જલ્દીથી પતાવો, ફલાણી ફાઈલ લાવો, કાલનું કામ પતી ગયું?  ક્યારે પતશે?...

માતૃદિને એક અરજ ....

    કાશ! સમય  ના ચક્ર ને ઊંધું ફેરવી લેવાતું હોત!   તો આજથી થોડાક વર્ષો પાછળ ચાલી જવું છે!  આજે એક એ સમયમાં પાછા જવું છે જ્યારે હું માત્ર એક દીકરી જ હતી.  જ્યારે એક પત્ની કે વહુ કે ભાભી કે માતા તરીકેની કોઈ જ જવાબદારી મારા શિરે નહોતી. માત્ર એક જ લાગણી ભર્યો સંબંધ નિભાવવો છે , મારે માત્ર મારી મમ્મીની વહાલસોયી દીકરી બનવું છે!!.    એક દીકરી ના હાથમાં મીંઢળ બાંધી માતા પિતા જયારે સાસરે વળાવે છે ત્યારે તેમની એક આંખ આંસુ સારે છે જ્યારે બીજી આંખ  દીકરી ના ફરી ઘરે આવવાની આશામાં રાહ જોતી રહે છે. એ દીકરી જે આજ સુધી માત્ર નાનકડી દીકરી હતી એને ખભે અચાનક અનેક  જવાબદારી આવી જાય છે. આવું જ કઈક આજથી વર્ષો પહેલા મારી સાથે પણ બન્યું હતું।. લગ્ન  બાદ એક પત્ની, મારા વહુ અને બીજા અનેક સંબંધોની જવાબદારી આવી ગઈ એ બધી પૂરી કરવાની હોડમાં એક દીકરી બનાવનું ભુલાઈ જ ગયું!!    રોજ બરોજના કામ, પતિની નોકરી સાથે બદલાતા ઘર, બાળકો ના ઉછેર આ બધી ઘટમાળમાં પિયર જવાની ફુરસત જ નહોતી મળતી. પ્રસંગોપાત ક્યારેક જવાનું થતું ત્યારે પન મમ્મી સાથે નિરાંતે બેસવાનો સમય...

પોત પોતાનું ભાગ્ય

   કૃશ થયેલો દેહ, ચીંથરેહાલ કપડાં, ગરીબી તેના દેહ પર વર્તાતી હતી. લાકડીના સહારે રસ્તે ચાલતા એ વૃદ્ધને જોઈ પાર્વતી માતાને કરુણા ઉપજી. તેમણે શંકર ભગવાનને આ માણસની ગરીબી દૂર કરવા માટે વિનંતી કરી. ભગવાને કહ્યું." એનું નસીબ આ જ છે છતાં માતાએ જીદ પકડી, ' તમે તો ભગવાન છો, એનું પ્રારબ્ધ બદલી દો!"    શંકર ભગવાન સ્ત્રીહઠ સામે ઝૂક્યા અને તેમણે એ માણસ ચાલતો હતો એ રસ્તામાં સોનાની ઈંટ મૂકી. પાર્વતી મા મનોમન રાજી થયા કે હવે આની દરિદ્રતા દૂર થશે. પેલો માણસ ચાલતાં ચાલતાં વિચારે છે કે ' આંધળા માણસો કેવી રીતે ચાલતાં હશે? ' પોતે આંખો બંધ કરી ત્યાં ચાલવા લાગ્યો. તેણે ત્યાં ઈંટ જોઈ જ નહીં અને તે આગળ નીકળી ગયો. અલગ અલગ રીતે ભગવાને તેને ધન આપવા પ્રયત્નો કર્યા પરંતુ દરેક સમયે ધન મેળવવા તે નિષ્ફળ ગયો. અંતે પાર્વતી માતાએ સ્વીકાર્યું કે એના નસીબમાં ધન નથી. આ વાર્તાનો ભાવાર્થ એ જ છે કે વ્યક્તિ પોતાના ભાગ્ય સાથે જ જન્મે છે. મનુષ્યની અલગ અલગ અવસ્થામાં ઈશ્વર નહીં પરંતુ તેના કરેલા કર્મો જવાબદાર છે. જેવા કર્મ કર્યા હોય તેવું તેનું ભાગ્ય રચાય છે. પુણ્ય, ભાગ્ય, નસીબ, પ્રારબ્ધ, કિસ્મત કે કર્મ જે પણ ક...

સાથ ઓજસ અને કુસુમનો અંતિમ ભાગ 2

     પહેલા પ્રેમના સ્પંદનો એ મને પાગલ કરી મૂકી હતી. હું ઓજસ મય બની ગઈ હતી.અમારા પ્રણય ભર્યા દિવસો આનંદ થી વીતી રહ્યા હતા. આખરે મારૂ   મુંબઈનું કામ પૂરું થયું. હું અમદાવાદ પાછી ફરી રહી હતી ત્યારે ઓજસ મને એરપોર્ટ મૂકવા આવ્યા હતા અમારા હૃદય વિરહના વિષદથી ઉભરાઇ રહ્યા હતા.એ ઘડિયાએ કોઈ કશું બોલી શક્યું નહોતું.આંસુ ભરી આંખે હું અમદાવાદ પછી ફરી   . અમે ફોન પર અને પત્રોથી મળતા. જ્યાં સુધી હું મારા નવા કામમાં સારી રીતે સેટ થઈ જાવ અને ઔજસ તેમની નવી નવલકથા ' એ સાંજની વાત ' પૂરી કરી લે ત્યાં સુધી અમે અમારા પ્રેમ વિષે કોઈને ન કહેવાનું નક્કી કર્યું હતું. એમના લખેલા પત્રો હું અનેક વાર વાચંતી એમના શબ્દો મને ઓળઘોળ કરી દેતાં. દરેક પત્ર વાંચીને એમની પાસે દોડી જવાનું મન થઈ જતું પરંતુ તેમના કામમાં મારે અંતરાય બનવું નહોતું. એથી વિરહ નું દર્દ હૈયે ભરી ને હસતી રહેતી હતી.    મારા ઘરમાં મારા લગ્નની વાતો શરુ થઇ ગઈ હતી. એક સંપન્ન પરિવારથી માંગુ આવ્યું હતું. નિલય ભણેલો અને ' વેલ સેટલ ' હતો. ઘરમાં બધાને આ વાત ગમી હતી. આ વાત આગળ વધે એ પહેલા મે     મમ્મી પાસે મારા અને ઔ...

સાથ ઓજસ અને કુસુમનો ( ભાગ 1 )

        પર્સમાંથી નોટ ને પેન કાઢી અને હું  ઉતાવળે તેમની તરફ દોડી. તેઓ મુંબઈ તરફ જતી ' ફ્લાઈટ ' ના ' ચેક ઈન ગેટ ' તરફ જઈ રહ્યા હતા. મેં તેમને રોકીને કહ્યું , " મને...તમારો ઑટોગ્રાફ મળશે! " તેઓએ સ્મિત સાથે કહ્યું , " આ સેલ્ફીના જમાનામાં કોઈને ઑટોગ્રાફ લેવામાં રસ છે એ જાણીને આનંદ થયો! " મેં પેન અને નોટ તેમના તરફ ધરતા કહ્યું , " હું તમારા શબ્દોની દીવાની છું. આ નોટમાં લખેલા તમારા બે શબ્દો પણ મારા માટે અમૂલ્ય બની જશે! " તેમણે મારું નામ પૂછ્યું. મેં કહ્યું , " કુસુમ! " ને પછી કાગળ પર તેમણે લખ્યું , કુસુમને ને ઝાકળનો સાથ ભલેને હોય ઔજસના આગમન સુધીનો... તોયે એ મોતીબિંદુ અમૂલ્ય હોય છે..!! વિથ લવ ફ્રોમ ઔજસ!! " એ શબ્દો મારા હૃદયને નવપલ્લવિત કરી ગયા. મેં એમનો આભાર માન્યો ને તેઓ ગેટ તરફ વળ્યાં. તેઓ ઔજસ કુમાર! મારા પ્રિય લેખક! તેમની નવલકથા ' એ મોતી બિંદુઓ ' મારી સૌથી પ્રિય હતી. પ્રેમના વિષય પર જયારે એ લખતા ત્યારે મારું મન નાચી ઉઠતું. હું વિચારતી ,' કેટલા સુંદર વિચારો ને એટલા જ સુંદર શબ્દો! એમના હૃદયમાં કેટલો પ્રેમ છલકાત...

બીજી તક

       રૂચિતા એટલે ઓફીસની જાન! બોસ પણ એના વિના કોઈ નિર્ણય ના લઇ શકે!! રૂચિતા ' નીરમ એડવેરટાઇસિંગ ' કંપનીની માર્કેટિંગ મેનેજર , બધું જ કામ સરસ રીતે સંભાળતી. કોઈપણ કામ હોય પૂરતો સમય આપતી! કયારેક ઘરે પહોંચતા ખુબજ મોડું થઇ જતું ત્યારે  સુબોધ નારાજ થઇ જતો કહેતો," આટલું કામ ના કર , પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરવું જરૂરી છે" .  રૂચિતા કેહતી ," થોડો સમય છે આ કોન્ટ્રાક્ટ પૂરો થઇ જશે પછી હું એક બ્રેક લઈશ ." રૂચિતા અને સુબોધના લગ્નને ૩ વર્ષ થઇ ગયેલા. સુબોધ શહેરની નામાંકિત કોલેજમાં અધ્યાપક હતો. સમયસર ઘરે આવી જતો . રૂચિતાના કામનાં કોઈ ઠેકાણાં જ નહિ એટલે કયારેક નારાજ થઇ જતો. રૂચિતાએ લગ્ન પેહલા જ સુબોધને કહેલું કે ," હું મારી કારકિર્દી પ્રત્યે ચોક્કસ છું મને મારા કામની સ્વંતત્રતા લગ્ન પછી પણ જોઈશે" .  સુબોધે કહેલું ," મને એમાં કોઈ આપદા નથી. મને તારી નિખાલસતા અને તારી પ્રતિભા સાથે પ્રેમ થઇ ગયો છે. આપણે બંને લગ્ન પછી   પણ આપણી કારકિર્દીને પૂરતો સમય આપીશું. એમાંથી જેટલો સમય વધશે તે એકબીજાને આપીશું . મને તારા કામથી કોઈ જ વાંધો નથી ". .    સ...

#રીઝલ્ટ શું આવ્યું તારું?

    #આલેખન #રીઝલ્ટ શું આવ્યું તારું? માર્ચ, એપ્રિલ મહિનો આવતાં ઘરમાં સોપો પડી જાય. આખું ઘર શાંત થઈ જાય. આ શાંતિની પાછળ ચિંતાનો મોટો જુવાળ હોય કારણ, આ મહિનાઓમાં બાળકોની પરીક્ષાઓ ચાલતી હોય!! બાળકો અને વડીલો સતત પરિશ્રમ કરી પરીક્ષા નામક ભય સાથે લડતાં હોય. પરીક્ષા પૂરી થાય પછી ઘરમાં થોડી નિરાંત થાય. બાળકો વેકેશનની મજા માણે, ના માણે ત્યાં તો મે, જૂન આવી જાય ને શરુ થાય ' રીઝલ્ટ ' નો દૌર! વળી ચિંતા શરૂ થઈ જાય! ધાર્યું ' રીઝલ્ટ ' આવે ત્યારે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય! શાબાશી અને હર્ષના અશ્રુનો વરસાદ પણ થાય! ધાર્યું પરિણામ ના આવે ત્યારે રુદનના ડૂસકાં અને હતાશાનું દર્દ પણ અનુભવાય.     આવું બધું આપણા બધાંના ઘરોમાં બનતું જ હોય છે. આપણા બાળકોની પરીક્ષાની ચિંતા, રીઝલ્ટની તાલાવેલી એની ખુશી કે એની હતાશા આપણે સહુએ અનુભવી છે. આપણે વિદ્યાર્થી તરીકે અને વડીલ તરીકે આ અનુભવ્યું છે. આ સમયે સૌથી વધુ ચિંતાનો વિષય હોય છે એક સવાલ, ' રીઝલ્ટ શું આવ્યું તારું? ' એ સવાલનો જવાબ આપવો કપરો હોય છે કારણ પૂછનાર વ્યક્તિ કરતા આપણા ' માર્ક ' વધુ સારા આવ્યા હોય ત્યારે એની લાગણી દુભાવાનો ...